Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં રખડતા ઢોર-શ્વાનનો ત્રાસ યથાવત:ડો. હિતેશ જીમડિયાએ નગરપાલિકાને રજૂઆત કરી, કાર્યવાહીની માંગ

    8 hours ago

    વેરાવળ, સોમનાથ અને પ્રભાસ પાટણ નગરપાલિકાના ઓજી વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી રખડતા ગૌવંશ અને શ્વાનનો ત્રાસ યથાવત છે. આ મુદ્દે સામાજિક કાર્યકર ડો. હિતેશ જીમડિયાએ નગરપાલિકાને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. જાહેર માર્ગો અને રહેણાંક સોસાયટીઓના મુખ્ય રોડ પર વારંવાર આખલા યુદ્ધના બનાવો બને છે. આ ઉપરાંત શ્વાન કરડવાના કિસ્સાઓ પણ નોંધાયા છે. જેના કારણે રાહદારીઓ, સિનિયર સિટીઝન, મહિલાઓ અને શાળાએ જતા વિદ્યાર્થીઓને અકસ્માત કે જાનહાનિનો ભય રહે છે. ખાસ કરીને વેરાવળના તપેશ્વર રોડ અને શહેરના અન્ય મુખ્ય માર્ગો પર આ સમસ્યા વધુ ગંભીર બની છે. ડો. જીમડિયાએ વેરાવળ નગરપાલિકાના ચીફ ઓફિસરને સંબોધીને જણાવ્યું છે કે, રખડતા ઢોર, શ્વાન અને ગંદકી બાબતે તુરંત પગલાં લેવામાં આવે. તેમણે ચેતવણી આપી છે કે જો આ અંગે કાર્યવાહી નહીં થાય, તો નાછૂટકે નગરજનો સાથે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. આ રજૂઆત પત્રની એક નકલ ડેપ્યુટી કલેક્ટર, વેરાવળને પણ મોકલવામાં આવી છે. નગરજનો દ્વારા પણ લાંબા સમયથી આખલા યુદ્ધ અને શ્વાનના ત્રાસથી થતા અકસ્માતોને કારણે જાહેર રસ્તાઓ પર નીકળવું મુશ્કેલ બન્યું હોવાની ફરિયાદો ઉઠી છે. તેથી આ સમસ્યાના તાત્કાલિક નિરાકરણની માંગ પ્રબળ બની છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી કોર્પોરેટરોને 7000 રૂપિયા માનદ વેતન મંજૂર:મનપાની સામાન્ય સભામાં અધિકારીઓ ફોન ન ઉપાડતા હોવાની સભ્યોની ફરિયાદ
    Next Article
    રાજકોટ કલેકટરની અંતરિયાળ ગામડાઓમાં સરપ્રાઈઝ વિઝીટ:પોલારપર, રણજીતગઢ ગામની પ્રાથમિક સ્કૂલ, આંગણવાડી કેન્દ્રમાં પહોંચ્યા; પીવાનું પાણીની સમસ્યા, આંતરિક રસ્તા ખરાબ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment