Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી કોર્પોરેટરોને 7000 રૂપિયા માનદ વેતન મંજૂર:મનપાની સામાન્ય સભામાં અધિકારીઓ ફોન ન ઉપાડતા હોવાની સભ્યોની ફરિયાદ

    7 hours ago

    મોરબી મહાનગરપાલિકાની બીજી સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં શહેરના વિવિધ પ્રશ્નો અને મહત્વના ઠરાવો પર ચર્ચા કરવામાં આવી. સભામાં રજૂ કરાયેલા ચારેય ઠરાવો સર્વાનુમતે મંજૂર થયા. જોકે, સત્તાધારી ભાજપના કોર્પોરેટરોએ જ અધિકારીઓની કામગીરી, નંદીઘરની સ્થિતિ, વિકાસકામોની ગુણવત્તા અને દબાણો જેવા મુદ્દે તંત્ર સામે આકરા સવાલો ઉઠાવ્યા હતા. સભામાં કોર્પોરેટરો માટે માસિક રૂ. 7,000 માનદ વેતન મંજૂર કરવામાં આવ્યું. આ ઉપરાંત, રૂ. 500 બેઠક ભથ્થું, રૂ. 1,000 ટેલિફોન ભથ્થું અને રૂ. 1,500 સ્ટેશનરી ભથ્થું પણ મંજૂર કરાયું છે, જેનો અમલ 1 જુલાઈથી થશે. જોકે, વોર્ડ નં. 13ના ભાવિક જારિયા અને વોર્ડ નં. 10ના ગણેશ ડાભીએ આ વેતન-ભથ્થું ન લેવાની જાહેરાત કરી હતી. વોર્ડ નં. 3ના કોર્પોરેટર ભૂપત જારિયાએ નંદીઘરમાં નંદીઓના મોત, શેડ, પાણી અને ઘાસચારાની અછત જેવા ગંભીર મુદ્દાઓ ઉઠાવ્યા. તેમણે આ મામલે ઉચ્ચસ્તરીય તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી. મેયરે જવાબમાં જણાવ્યું કે સંચાલન કરતી એજન્સીને દૂર કરવામાં આવી છે, જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરાયા છે અને નવી એજન્સી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે. વોર્ડ નં. 10ના કોર્પોરેટર ભાવેશ કણજારિયાએ નાની કેનાલ રોડ (આઇકોનિક રોડ)ની પહોળાઈ 20 મીટરના બદલે 18 મીટર કરવાની પ્રક્રિયા સામે સવાલો ઉઠાવ્યા. મેયર અને કમિશનરે સ્પષ્ટતા કરી કે રોડ અગાઉ મંજૂર થયેલી 20 મીટરની ડિઝાઇન મુજબ જ બનાવવામાં આવશે. તેમણે GUDC અને પાણીની લાઇન બાદ રસ્તાની કામગીરી, તેમજ મોટા દબાણો સામે કાર્યવાહી ન થવાના મુદ્દે પણ તંત્રને ઘેર્યું હતું. સભામાં તમામ કોર્પોરેટરોએ એકસૂરે ફરિયાદ કરી કે મહાનગરપાલિકાના અધિકારીઓ તેમના ફોન ઉપાડતા નથી, જેના કારણે લોકોના પ્રશ્નોના નિરાકરણમાં વિલંબ થાય છે. મેયરે તમામ વિભાગના અધિકારીઓને કોર્પોરેટરોના ફોનનો તાત્કાલિક પ્રતિસાદ આપવા અને જનપ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા કડક સૂચના આપી. આ ઉપરાંત, માંસની દુકાનો અને કતલખાનાના પેટા કાયદાઓને મંજૂરી અપાઈ અને ફૂડ સેફ્ટી તથા લાયસન્સ ચેકિંગ માટે પણ કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો.
    Click here to Read More
    Previous Article
    TMC Split: Mamata Banerjee को बड़ी राहत, कोर्ट ने TMC के Seized Accounts से हटाई रोक | Top News
    Next Article
    વેરાવળમાં રખડતા ઢોર-શ્વાનનો ત્રાસ યથાવત:ડો. હિતેશ જીમડિયાએ નગરપાલિકાને રજૂઆત કરી, કાર્યવાહીની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment