Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અસારવા સિવિલ હોસ્પિટલની મોટી તબીબી સિદ્ધિ:પાંચ દિવસમાં બે માસૂમ બાળકોની શ્વાસનળીમાંથી બાહ્ય પદાર્થ કાઢી બચાવ્યો જીવ

    एक दिन पहले

    અસારવા સિવિલ હોસ્પિટલમાં માત્ર પાંચ દિવસના ગાળામાં શ્વાસનળીમાં ફસાયેલા બાહ્ય પદાર્થને સફળતાપૂર્વક દૂર કરીને બે માસૂમ બાળકોને નવજીવન આપવામાં આવ્યું છે. બ્રોન્કોસ્કોપીની અત્યાધુનિક સારવારથી એક બાળકની શ્વાસનળીમાંથી સિંગદાણો અને બીજી બાળકીની શ્વાસનળીમાંથી સોપારીનો ટુકડો સફળતાપૂર્વક કાઢવામાં આવ્યો. બંનેને વેન્ટિલેટર સહિતની સઘન સારવાર અપાઈ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ અને બાળ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષીના નેતૃત્વમાં બાળરોગ, બાળ સર્જરી અને એનેસ્થેસિયા વિભાગની ટીમે આ સફળતા મેળવી છે. બંને બાળકોને ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શ્વાસ લેવામાં ભારે તકલીફ હોવાથી બંનેને વેન્ટિલેટર સહિતની સઘન સારવાર આપવામાં આવી હતી. રમતા-રમતા સિંગદાણો ગળી લીધો હતો પહેલા કેસમાં રાજસ્થાનના આઠ મહિનાના રિયાન મેઘવાલે રમતા-રમતા સિંગદાણો ગળી લીધો હતો. ખાનગી હોસ્પિટલમાં સારવાર નિષ્ફળ જતા બાળકને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. ડૉ. રાકેશ જોષીએ તાત્કાલિક બ્રોન્કોસ્કોપી કરીને શ્વાસનળીમાં ફસાયેલા સિંગદાણાના ટુકડા સફળતાપૂર્વક બહાર કાઢ્યા હતા. સારવાર બાદ બાળક સંપૂર્ણ સ્વસ્થ થતાં તેને રજા આપવામાં આવી હતી. બ્રોન્કોસ્કોપીથી સોપારીનો ટુકડો દૂર કરાયો બીજા કેસમાં વિસનગરની 18 મહિનાની રિયાબેન ઠાકોરે સોપારીનો ટુકડો ગળી લીધો હતો. સીટી સ્કેનમાં શ્વાસનળીમાં સોપારી ફસાયેલી હોવાનું સામે આવતા બાળકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહીં બ્રોન્કોસ્કોપીની મદદથી સોપારીનો ટુકડો સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યો હતો. ઓપરેશન બાદ બાળકીને ઝડપથી સાજી થતાં થોડા જ દિવસોમાં ડિસ્ચાર્જ કરવામાં આવી હતી. મગફળી, સોપારી જેવી વસ્તુઓ દૂર રાખવી ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે નાના બાળકોમાં શ્વાસનળીમાં વિદેશી પદાર્થ ફસાઈ જવો જીવલેણ સાબિત થઈ શકે છે. આવા સંજોગોમાં સમયસર નિદાન, તાત્કાલિક રેફરલ અને નિષ્ણાત ટીમ દ્વારા બ્રોન્કોસ્કોપી કરવામાં આવે તો બાળકનો જીવ બચાવી શકાય છે. સાથે સાથે માતા-પિતાને અપીલ કરી છે કે નાના બાળકોને મગફળી, સોપારી, સિક્કા, બટન, મણકા અને નાનાં રમકડાં જેવી વસ્તુઓથી દૂર રાખવી જોઈએ. જો બાળકને અચાનક સતત ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ કે શ્વાસ રૂંધાવાની ફરિયાદ થાય તો કોઈ ઘરગથ્થુ ઉપચાર કર્યા વગર તરત નજીકની હોસ્પિટલમાં લઈ જવું જોઈએ.
    Click here to Read More
    Previous Article
    પાટણ પાલિકાની પ્રથમ કારોબારી બેઠક મળી:25 વિકાસ કામોને સર્વસંમતિથી મંજૂરી, વધારાના 28 કામો પર આગામી દિવસોમાં અભ્યાસ બાદ નિર્ણય
    Next Article
    ધરમપુરમાં ખાડીમાં તણાયેલા સ્કૂલ વાન ચાલકનો મૃતદેહ મળ્યો:NDRFની ટીમે 48 કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યાં બાદ કોસમકુવા પાસેથી લાશ મળી, પરિવારમાં શોક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment