Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધરમપુરમાં ખાડીમાં તણાયેલા સ્કૂલ વાન ચાલકનો મૃતદેહ મળ્યો:NDRFની ટીમે 48 કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યાં બાદ કોસમકુવા પાસેથી લાશ મળી, પરિવારમાં શોક

    1 day ago

    વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના તિસ્કરી તલાટ ગામ પાસે મંગળવારે તણાઈ ગયેલા ઈકો ગાડી ચાલકની આજે લાશ મળી આવી છે. ટાંકી ગામ પાસેની ઉખડિયા ખાડીમાં તણાયેલા ઇક્કો ગાડીના ચાલક અજય ઉર્ફે સંદીપ ધીરુભાઈ ગાવીતનો મૃતદેહ ગુરુવારે કોસમકુવા ગામ પાસેથી મળી આવ્યો છે. ધરમપુરના સ્થાનિક તરવૈયાઓ અને NDRFની ટીમે છેલ્લા 48 કલાકથી વધુ સમય સુધી રાત-દિવસ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મળતી માહિતી મુજબ, તિસ્કરી તલાટ ગામના પટેલ ફળિયામાં રહેતા અજય ગામની પ્રાથમિક શાળાના બાળકોને લાવવા-મૂકવાની વર્દી ચલાવતા હતા. મંગળવારે સવારે 9:50 વાગ્યે તેઓ ભારે વરસાદ વચ્ચે 11 વર્ષની બાળકીને શાળાએ લેવા ગયા હતા. પુલ પર પાણીનો પ્રવાહ વધુ હોવાથી તેમણે પોતાની ઇક્કો ગાડી પુલના છેડે ઊભી રાખી દીધી હતી. અજયભાઈ પગપાળા પરીના ઘરે ગયા અને તેને પીઠ પર બેસાડીને પરત ગાડી તરફ આવી રહ્યા હતા. જોકે, રસ્તા પર પાણી ફરી વળ્યા હોવાથી રસ્તાનો અંદાજ ન આવતા બંને રસ્તાને અડીને આવેલી ઉખડિયા ખાડીના ધસમસતા પ્રવાહમાં ખાબક્યા હતા. બંને પાણીમાં તણાતા જોઈને 'બચાવો... બચાવો...' ની ચીસાચીસ થતાં જ ગામનો સાહસિક યુવાન બાલુ જીવણ ચૌધરી તાત્કાલિક મદદ માટે દોડી આવ્યો હતો. તેણે પોતાનો જીવ જોખમમાં મૂકીને ખાડીના ધસમસતા પ્રવાહમાં છલાંગ લગાવી દીધી હતી અને ભારે જહેમત બાદ 11 વર્ષની માસૂમને હેમખેમ બહાર કાઢી તેનો જીવ બચાવી લીધો હતો. જોકે, કમનસીબે ચાલક અજય પાણીના પ્રચંડ વેગમાં તણાઈ ગયા હતા. આ ઘટના બાદ અજયના પિતા ધીરૂભાઈ ગોપજી ગાવીતે ધરમપુર પોલીસ મથકે પુત્ર ગુમ થયો હોવાની જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. ધરમપુર પોલીસ અને ફાયર બ્રિગેડ બાદ NDRFની ટીમે મોરચો સંભાળ્યો હતો. 48 કલાકની શોધખોળ બાદ ગુરુવારે કોસમકુવા પાસેથી અજયભાઈનો મૃતદેહ મળી આવતા પરિવારમાં શોક છવાઈ ગયો છે.
    Click here to Read More
    Previous Article
    અસારવા સિવિલ હોસ્પિટલની મોટી તબીબી સિદ્ધિ:પાંચ દિવસમાં બે માસૂમ બાળકોની શ્વાસનળીમાંથી બાહ્ય પદાર્થ કાઢી બચાવ્યો જીવ
    Next Article
    Pilot Opens Aircraft Door, Jumps To His Death. Student Forced To Land Plane

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment