Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિવિલના લંપટ કમ્પ્યુટર ઓપરેટરની કરતૂત:લેબ ટેક્નિશિયન યુવતીની છેડતી મામલે પરિવારે અધિક્ષકની કચેરી બહાર જ મેથીપાક આપ્યો, ગાડીમાંથી દારૂની બોટલ અને ગ્લાસ મળ્યા

    1 day ago

    ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર મોટા વિવાદના કેન્દ્રમાં આવી ગઈ છે. હોસ્પિટલમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતી એક યુવતીની સિવિલના જ કમ્પ્યુટર ઓપરેટર દ્વારા છેડતી કરવામાં આવતા આજે કેમ્પસમાં ભારે હોબાળો મચી ગયો હતો. આ મામલે સિવિલની જેન્ડર કમિટીએ બંને દોષિત કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. જોકે, આ આદેશ બાદ સિવિલ અધિક્ષકની કચેરી બહાર જ પીડિતાના રોષે ભરાયેલા સગાંઓએ છેડતી કરનારના સાથીદારને જાહેરમાં બરોબરનો મેથીપાક ચખાડતા સિવિલ તંત્ર દોડતું થઈ ગયું હતું. પીડિત યુવતીએ આ લંપટ યુવકને સુધરી જવા માટે કડક ચેતવણી આપી સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતી યુવતીને છેલ્લા કેટલાક દિવસોથી ત્યાં જ કમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતો મોડાસાનો એક યુવક અણછાજતી ભાષામાં વાતચીત કરીને માનસિક રીતે હેરાન કરતો હતો. એટલું જ નહીં, તેણે યુવતી સાથે શારીરિક અડપલાં પણ કર્યા હોવાનું સામે આવ્યું છે. પીડિત યુવતીએ આ લંપટ યુવકને સુધરી જવા માટે કડક ચેતવણી આપી હતી, તેમ છતાં તેણે પોતાની વિકૃત હરકતો ચાલુ રાખી હતી. આ સમગ્ર કૃત્યમાં સિવિલમાં જ કમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતો તેનો બીજો એક મિત્ર પણ તેને આડકતરી રીતે સાથ-સહકાર આપી પ્રોત્સાહન પૂરું પાડતો હતો. જેન્ડર કમિટીની બેઠક અને તાત્કાલિક સસ્પેન્શન રોજ રોજની હેરાનગતિથી તંગ આવીને પીડિત યુવતીએ સિવિલ હોસ્પિટલના ઉચ્ચ સત્તાધીશો સમક્ષ ન્યાયની ગુહાર લગાવી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં આજે હોસ્પિટલની જેન્ડર કમિટીની એક મહત્ત્વની બેઠક બોલાવવામાં આવી હતી. કમિટીએ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પીડિત યુવતીની ફરિયાદમાં સંપૂર્ણ તથ્ય જણાતા, બંને કમ્પ્યુટર ઓપરેટરોને તાત્કાલિક અસરથી નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવાનો કડક હુકમ સંભળાવ્યો હતો. કચેરી બહાર જ જાહેરમાં ધોલાઈ અને ગાડીમાંથી દારૂ ઝડપાયો જેન્ડર કમિટી દ્વારા સસ્પેન્ડ કરાયા બાદ કમ્પ્યુટર ઓપરેટર જેવો સિવિલ હોસ્પિટલની બહાર જવા નીકળ્યો, કે તુરંત જ અધિક્ષકની કચેરી બહાર ઊભેલા પીડિત યુવતીના પરિવારે તેને ઘેરી લીધો હતો અને જાહેરમાં જ લાફાવાળી કરીને બરોબરનો મેથીપાક આપવાનું શરૂ કરી દીધું હતું. આ ઘટનાને પગલે કેમ્પસમાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. ગુસ્સામાં લાલચોળ બનેલા પીડિતાના સ્નેહીજનોએ આટલેથી જ ન અટકતા યુવકની ગાડીની તલાશી લીધી હતી. ગાડી ખોલતા જ અંદરથી વિદેશી દારૂની બોટલ, ગ્લાસ અને નમકીન પૅકેટ મળી આવ્યું હતું. આ અંગે તાત્કાલિક 112 કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા સેક્ટર-7 પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને યુવકને કસ્ટડીમાં લીધો હતો. તંત્રએ તાત્કાલિક સસ્પેન્શનના પગલાં લીધા સેક્ટર-7 પોલીસ સ્ટેશનના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, અમે સિવિલમાંથી રાહુલ નામના યુવકની અટકાયત કરીને તેને પોલીસ સ્ટેશને લાવ્યા છીએ. પીડિત યુવતીને સત્તાવાર ફરિયાદ નોંધાવવા માટે જણાવવામાં આવ્યું છે, પરંતુ તેણીએ તેના પરિવાર અને વડીલો સાથે ચર્ચા કર્યા બાદ જ કાયદાકીય કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટેશને આવવાનું કહ્યું છે." બીજી તરફ, ગાંધીનગર સિવિલના વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ, પીડિત યુવતી રાજ્યના એક પૂર્વ મંત્રીની ખૂબ જ નજીકની પરિચિત હોવાનું કહેવાય રહ્યું છે, જેના કારણે સિવિલ તંત્રએ પણ કોઈ પણ જાતની ઢીલાશ દાખવ્યા વિના તાત્કાલિક સસ્પેન્શનના પગલાં લીધા છે. જોકે આટલી ગંભીર ઘટના હોવા છતાં, સિવિલ સુપ્રિટેન્ડન્ટ દ્વારા ચુપકીદી સાધી લેવામાં આવી છે અને તેમણે ફોન રિસીવ કરવાનું પણ ટાળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સંતરામપુરમાં ખેડૂતના ઘરમાં અજગર ઘૂસ્યો:વન વિભાગ અને એનિમલ હેલ્પ ટીમે સફળ રેસ્ક્યુ કર્યું
    Next Article
    વેરાવળ-તિરુવનંતપુરમ એક્સપ્રેસ 15 કલાકથી વધુ મોડી:16333 ટ્રેન નંબર 9 જુલાઈએ રાત્રે 10:10 વાગ્યે ઉપડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment