Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંતરામપુરમાં ખેડૂતના ઘરમાં અજગર ઘૂસ્યો:વન વિભાગ અને એનિમલ હેલ્પ ટીમે સફળ રેસ્ક્યુ કર્યું

    1 day ago

    મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નાનીક્યાર ગામે એક ખેડૂતના ઘરમાં અજગર ઘૂસી આવતા ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. આ ઘટના નાનીક્યાર ગામના એક ખેડૂતના મકાનમાં બની હતી. અજગરને જોઈને પરિવારજનો અને નાના બાળકો ગભરાઈ ગયા હતા. પરિવારે તાત્કાલિક એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ બંને ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમના સભ્યોએ સાવચેતીપૂર્વક અજગરને કાબૂમાં લીધો અને તેને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યો. રેસ્ક્યુ બાદ અજગરને તેના કુદરતી રહેઠાણ એવા જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો. આ અજગરની લંબાઈ આશરે 5 ફૂટ હતી. સમયસર અને અસરકારક કામગીરીને કારણે કોઈ જાનહાનિ કે અનિચ્છનીય ઘટના બની નહોતી.
    Click here to Read More
    Previous Article
    મમતા TMCના બેંક ખાતાઓમાંથી મર્યાદિત વ્યવહારો કરી શકશે:હાઈકોર્ટે નિરીક્ષણ માટે વિશેષ અધિકારી નિયુક્ત કર્યા, મોટા ખર્ચ પર રોક
    Next Article
    સિવિલના લંપટ કમ્પ્યુટર ઓપરેટરની કરતૂત:લેબ ટેક્નિશિયન યુવતીની છેડતી મામલે પરિવારે અધિક્ષકની કચેરી બહાર જ મેથીપાક આપ્યો, ગાડીમાંથી દારૂની બોટલ અને ગ્લાસ મળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment