Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમર ગામે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ યોજાઈ:નિષ્ણાતો અને પ્રગતિશીલ ખેડૂતોએ વિવિધ પદ્ધતિઓનું માર્ગદર્શન આપ્યું

    3 दिन पहले

    પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના અમર ગામ ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની વિવિધ પદ્ધતિઓ, તેના લાભો અને વ્યવહારુ ઉપયોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન, આત્મા પ્રોજેક્ટના આસિસ્ટન્ટ ટેક્નોલોજી મેનેજર અશ્વિનભાઈ મોરી અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ પારસભાઈ મારુએ ખેડૂતોને જીવામૃત, બીજામૃત, દશપર્ણી અર્ક, બ્રહ્માસ્ત્ર, મિશ્ર પાક પદ્ધતિ (મિક્સ ક્રોપિંગ) અને આચ્છાદન સહિત પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો વિશે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં અમર ગામના પ્રગતિશીલ ખેડૂત અને સીઆરપી સામંતભાઈ ખૂંટીએ જીવામૃત તૈયાર કરવાની પદ્ધતિ અંગે ખેડૂતોને પ્રાયોગિક સમજ આપી હતી. સામંતભાઈ પોરબંદર જિલ્લામાં સૌપ્રથમ ખારેકનું વાવેતર કરનાર અને તાલુકા કક્ષાના બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ વિજેતા છે. ચોલિયાણા ગામના અન્ય પ્રગતિશીલ ખેડૂત અને તાલુકા કક્ષાના બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ વિજેતા ડાયાભાઈ ધોકિયાએ પ્રાકૃતિક ખેતીના લાભો અને તેના સકારાત્મક પરિણામો અંગે ખેડૂતોને માહિતગાર કર્યા હતા. આ તાલીમ કાર્યક્રમમાં અમર ગામના સરપંચ પરબતભાઈ, ગામના આગેવાનો, મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે, ઉપસ્થિત સૌએ પ્રાકૃતિક ખેતીના અભિયાન સાથે સક્રિય રીતે જોડાવાની પ્રતિજ્ઞા લીધી હતી.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠા જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા મળી:નવ સમિતિઓની રચના, ચેરમેનના નામોની જાહેરાત કરાઈ
    Next Article
    સોનગઢનો ડોસવાડા ડેમ 100% ભરાયો:ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment