Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠા જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા મળી:નવ સમિતિઓની રચના, ચેરમેનના નામોની જાહેરાત કરાઈ

    3 days ago

    સાબરકાંઠા જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા ગુરુવારે પ્રમુખ રીનાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ સભામાં નવ વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી અને તેના ચેરમેનના નામોની જાહેરાત કરાઈ હતી. આ ઉપરાંત, 16મા નાણાપંચની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં ઉપ પ્રમુખ દીવાનજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, સદસ્યો અને વિવિધ વિભાગના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ સામાન્ય સભાની શરૂઆતમાં નવ સમિતિઓની રચના કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા ભાજપ દ્વારા તૈયાર કરાયેલી સમિતિઓ અને તેના ચેરમેન સાથેની યાદી બંધ કવરમાં રજૂ કરવામાં આવી હતી. કવર ખોલીને સમિતિના ચેરમેન અને સદસ્યોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. સમિતિઓની રચના બાદ તેમને તેમના અધિકારો આપવામાં આવ્યા હતા. આ સભામાં 16મા નાણાપંચ સંબંધિત દરખાસ્ત પણ રજૂ કરાઈ હતી, જે ભવિષ્યના નાણાકીય આયોજન માટે મહત્વપૂર્ણ છે. નવ સમિતિઓના ચેરમેનના નામ 1. કારોબારી સમિતિ: રાજેષકુમાર મણીલાલ પટેલ 2. સામાજિક ન્યાય સમિતિ: દશરથ મગન પરમાર 3. શિક્ષણ સમિતિ: હિતેન્દ્રસિંહ કરણસિંહ ચૌહાણ 4. અપીલ સમિતિ: રીનાબેન અમિત પટેલ 5. જાહેર બાંધકામ સમિતિ: નારણ કેશર પટેલ 6. જાહેર આરોગ્ય સમિતિ: દક્ષાબેન ઘનશ્યામ પટેલ 7. મહિલા અને બાળ કલ્યાણ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિ: નીરૂબા રાજેન્દ્રસિંહ ઝાલા 8. ખેત ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ: ધીરેનકુમાર મનુ અસારી 9. જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિ: રીનાબેન અમિત પટેલ
    Click here to Read More
    Previous Article
    રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભામાં 8 સમિતિનાં ચેરમેન જાહેર:સાસણ પ્રશિક્ષણ વર્ગમાં દારૂનાં આક્ષેપો મામલે પ્રમુખ સંજય પીપળીયાનો વળતો પ્રહાર
    Next Article
    અમર ગામે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ યોજાઈ:નિષ્ણાતો અને પ્રગતિશીલ ખેડૂતોએ વિવિધ પદ્ધતિઓનું માર્ગદર્શન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment