Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ડોક્ટર્સ ડે પર રક્તદાન શિબિર:સાથ સહકાર ફાઉન્ડેશન અને પ્રથમા બ્લડ સેન્ટર દ્વારા આયોજન

    1 day ago

    ડોક્ટર્સ ડે નિમિત્તે 1 જુલાઈના રોજ અમદાવાદના સુભાષ ચોક ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર સાથ સહકાર ફાઉન્ડેશન અને પ્રથમા બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે યોજાઈ હતી. રુશિના પટેલ અને તેમની ટીમના આયોજન હેઠળ યોજાયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રક્તદાન કર્યું હતું. સાથ સહકાર ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવા રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવે છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વૈચ્છિક રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનો અને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરાવવાનો છે. સાથ સહકાર ફાઉન્ડેશન અને પ્રથમા બ્લડ સેન્ટરે આ સફળ આયોજનમાં સહભાગી બનવા બદલ તમામ રક્તદાતાઓ, સ્વયંસેવકો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    "મેં આટલા ફોન કર્યા તોય તું ન આવી...":વાઘોડિયામાં પત્ની પાછી ન આવતા પતિએ ઓઢણી વડે ગળાફાંસો ખાધો, દોઢ વર્ષના રિસામણાનો આવ્યો કરુણ અંત
    Next Article
    દ્વારકામાં છોકરાઓના ઝઘડાએ લીધું ઉગ્ર સ્વરૂપ:રૂપેણ બંદર વિસ્તારમાં પ્રૌઢ પર જીવલેણ હુમલામાં 16 શખ્સો સામે રાયોટિંગનો ગુનો, પોલીસ આરોપીઓને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment