Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    "મેં આટલા ફોન કર્યા તોય તું ન આવી...":વાઘોડિયામાં પત્ની પાછી ન આવતા પતિએ ઓઢણી વડે ગળાફાંસો ખાધો, દોઢ વર્ષના રિસામણાનો આવ્યો કરુણ અંત

    1 day ago

    વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. તાલુકાના માધવનગરમાં રહેતા એક 32 વર્ષીય યુવકે પત્ની સાથેના ઘરકંકાસ અને તે પિયરથી પરત ન આવતી હોવાના ટેન્શનમાં આવીને આપઘાત કરી લીધો છે. વારંવાર ફોન કરવા છતાં પત્ની ઘેર પાછી ન ફરતાં યુવકને મનમાં લાગી આવ્યું હતું, જેના કારણે તેણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. દોઢ વર્ષથી પત્ની રિસાઈને પિયર જતી રહી હતી મળતી માહિતી મુજબ, વાઘોડિયાના માધવનગરમાં રહેતા 32 વર્ષના ડેનિશ રમેશભાઈ પોદારના લગ્ન સુધાબેન સાથે થયા હતા. લગ્નજીવનના થોડા સમય બાદ જ બંને વચ્ચે કોઈક બાબતે ખટરાગ (ઝઘડો) શરૂ થયો હતો. આ અણબનાવ એટલો વધી ગયો કે પત્ની સુધાબેન છેલ્લા દોઢ વર્ષથી રિસાઈને પોતાના પિયર જતી રહી હતી. અનેક ફોન કરવા છતાં પત્નીએ આવવાની ના પાડી ડેનિશભાઈ પોતાની પત્ની સુધાબેન પરત ઘરે આવી જાય તે માટે સતત પ્રયાસો કરી રહ્યા હતા. તેમણે પત્નીને મનાવવા માટે અનેક વખત ફોન કર્યા હતા અને માધવનગર સાસરે પાછા આવી જવા વિનંતી કરી હતી. જો કે, સુધાબેન માનવા તૈયાર ન હતા અને તેમણે સાસરે પરત આવવાની સાફ ના પાડી દીધી હતી. પત્નીના આ નકારાત્મક વલણથી ડેનિશભાઈ ભારે માનસિક તણાવમાં આવી ગયા હતા. અડધી રાત્રે ઘરમાં જ ખાધો ગળાફાંસો આ ઘટનાની રાત્રે ડેનિશભાઈ પરિવાર સાથે જમીને સૂઈ ગયા હતા. પરંતુ, પત્નીના વિરહ અને માનસિક આઘાતના કારણે મોડી રાત્રે દોઢ વાગ્યાની આસપાસ તેઓ જાગી ગયા હતા. મનમાં સતત ચાલતી મૂંઝવણને કારણે તેમણે ઘરના ઉપરના માળના રૂમમાં જઈ, ત્યાં રહેલી લોખંડની એંગલ સાથે ઓઢણી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી યુવકના આ અચાનક આપઘાતના પગલે પરિવાર સહિત સમગ્ર માધવનગર ગામમાં ગમગીની અને અરેરાટીનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ વાઘોડિયા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે હાલમાં આ મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આપઘાત પાછળના અન્ય પાસાઓની વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગારમેન્ટ વેપારી પર ફાયરિંગ કેસમાં વધુ ખુલાસા:આરોપીઓએ 55 હજારમાં પિસ્તોલ ખરીદી હત્યાનો પ્લાન બનાવ્યો, સો. મીડિયા પર સર્ચ કરી નકલી નંબર પ્લેટ બનાવી હતી
    Next Article
    અમદાવાદમાં ડોક્ટર્સ ડે પર રક્તદાન શિબિર:સાથ સહકાર ફાઉન્ડેશન અને પ્રથમા બ્લડ સેન્ટર દ્વારા આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment