Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર સ્ટિંગ:55 હજાર આપો, દારૂની પરમિટ લો! ના બીમારી જરૂરી કે ના મેડિકલ રિપોર્ટ; અધિકારીઓ-એજન્ટોની સિન્ડિકેટ

    22 hours ago

    વિદેશી દારૂ પીવા માટે લેવાતી સ્વાસ્થ્ય પરમિટમાં અધિકારીઓ અને એજન્ટોની મિલીભગત જોવાં મળી છે. વર્ષ 2023 બાદ 2 થી 3 વર્ષ માટે અમદાવાદ નશાબંધી અધિક્ષક કચેરીએ લિકર પરમિટ રિન્યૂ કરવા માટે કરાયેલી 35થી વધારે અરજીના દસ્તાવેજો પર અરજદારને બદલે એજન્ટ અને અરજદારના અન્ય માણસોની સહીઓ જોવાં મળી છે. ભાસ્કરે કરેલા સ્ટિંગ ઓપરેશનમાં દારૂની હેલ્થ પરમિટ અપાવતા એજન્ટોએ સ્પષ્ટ કબૂલાત કરી હતી કે, દરેક જગ્યાએ અમારા માણસો હોય છે. તમારે 55 હજાર આપવાના એમાં કાયદેસર અને ગેરકાયદેસર બધું આવી ગયું. દિવ્ય ભાસ્કરને મળેલાં 35થી વધારે અરજદારોના પરમિટ સંબંધિત પુરાવાના આધારે સમગ્ર કૌભાંડમાં રૂપિયાની લેતી-દેતી પુરવાર થઇ છે. પ્રતિ પરમિટ રૂપિયા 40,000 એજન્ટો લેતાં હોવાનું ખુદ અરજદારે નિવેદનમાં લખાવ્યું છે. અરજદારોના નિવેદનો સહિત ભાસ્કરે મેળવેલાં નિયત અરજીના પુરાવામાં પણ એજન્ટોએ સહી કરી હોવાનું સ્પષ્ટ રીતે સાબિત થાય છે. દસ્તાવેજી પુરાવા અને સહી સાચી છે તે પ્રકારનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અરજદારે ભરવાનું હોય છે. તેમાં પણ અરજદારને બદલે એજન્ટોની સહી છે. મની ટ્રેઈલ : કોને કેટલા પૈસા જાય છે પરમિટ રીન્યૂ કરાવવામાં અરજદારોને બદલે એજન્ટો સહી કરે છે એક્સપ્લેનર; અધિક્ષકે દસ્તાવેજો ન ચકાસ્યાને કૌભાંડ થયું જરૂરી દસ્તાવેજો જોડીને એજન્ટો દ્વારા અરજી ફોર્મમાં જાતે જ સહી કરીને મંજૂરી માટે અધિક્ષક સમક્ષ ફોર્મ રજૂ કરતાં હોય છે. આ દરમિયાન અધિક્ષકે અરજદારના તમામ દસ્તાવેજી પુરાવા અને સહીઓ સાચી છે કે, ખોટી તેની ચકાસણી કરવાની હોય છે. વર્ષ 2023ના તત્કાલીન અધિક્ષકોએ રિન્યૂ પરમિટના દસ્તાવેજો ચકાસ્યા વગર જ મંજૂરી આપીને સમગ્ર કૌભાંડ આચરવા દેવામાં આવેલું સ્પષ્ટપણે જણાય છે. એજન્ટ, એકાઉન્ટન્ટ જેવા લોકોની સહી ભાસ્કરને મળેલાં નિવેદનોમાં અરજદારોએ સ્વીકારેલ છે કે, તેમના બદલે તેમના એકાઉન્ટન્ટ, ઓફિસ સ્ટાફ અને એજન્ટોએ ફોર્મમાં સહી કરેલ છે. ઉપરાંત હાથ ધ્રૂજવા, એક્સિડન્ટ થયેલ હોવાથી, વધુ સહીઓ અને અયોગ્ય જગ્યાના કારણે પણ સહીઓમાં ફરક હોવાનું જણાવેલ છે. આ પ્રકારના કેસમાં FIR થાય, પરંતુ હજુ સુધી કરેલી નથી 2023માં પૂર્તાત માટેનો અહેવાલ વડી કચેરીથી મગાવ્યો હતો. 3 રિમાઈન્ડર પણ આપ્યાં હતાં ત્યાં સુધીના રેકર્ડ મળેલ છે. પછી કંઈ મળેલ નથી અને કોઈ કાર્યવાહી કરાઈ નથી. સરકારી રેકર્ડ પર ખોટી સહીઓના મામલે FIR કરીને ફોજદારી કાર્યવાહી કરવાની હોય જે હજુ સુધી કરેલી નથી. - મીતુલ પટેલ, ડે.ડાયરેક્ટર, નશાબંધી એક પણ પત્ર મળ્યો નથી, એક સપ્તાહમાં રિપોર્ટ કરીશું તપાસ બાબતે રિમાઈન્ડરનો એક પણ પત્ર મળ્યો નથી. એ સમયે ઈ-સરકાર ન હોવાથી હેડ ઓફિસના પત્ર મળતાં નથી. અહેવાલ પણ બાકી છે જે 1 સપ્તાહમાં કરીશું. તમામની પરમિટ રિન્યૂ કરાઈ છે. ખોટી સહીઓના કિસ્સામાં ફોજદારી 100 ટકા થાય, પરંતુ કરાઈ નથી. - સાગર માંગરોળિયા, અધિક્ષક નશાબંધી, અમદાવાદ (ભાસ્કર પાસે આ વાતચીતનું રેકોર્ડિંગ છે.)
    Click here to Read More
    Previous Article
    Wall Street Highlights: S&P 500, Nasdaq Tumble As US-Iran Stalemate Stokes Inflation Concerns
    Next Article
    Man Who Filmed Delhi Minister's Inspection Was Himself Named In Assault Case

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment