Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટાઉદેપુરની ગાયત્રી નર્સિંગ કોલેજમાં ગેરરીતિનો આક્ષેપ:મંજૂરી વગર જ કોર્સ ચાલતો હોવાનો યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજૂઆત

    2 दिन पहले

    છોટાઉદેપુરમાં આવેલી ગાયત્રી નર્સિંગ કોલેજમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાની વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આક્ષેપ કરાયો છે. ગુજરાત નર્સિંગ કાઉન્સિલ પર પહોંચી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મંજૂરી વગર જ કોર્સ ચલાવવામાં આવતો હોવાનો આક્ષેપ ગુજરાત નર્સિંગ કોલેજમાં રજૂઆત કરવા પહોંચેલા યુવરાજસિંહ જાડેજાએ છોટાઉદેપુર સ્થિત મા ગાયત્રી નર્સિંગ કોલેજ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે B.Sc. નર્સિંગ કોર્સની મંજૂરી ન હોવા છતાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી તેમના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવ્યા છે. તેઓના આક્ષેપ મુજબ, ફ્રીશિપ કાર્ડ હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફી સરકાર તરફથી મોડી મળતા કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી પ્રતિદિન રૂ.100ની પેનલ્ટી વસૂલવામાં આવી હતી. ઉપરાંત, વિદ્યાર્થીદીઠ અંદાજે રૂ.50 હજાર સુધીની રકમ ઉઘરાવાઈ હોવાનું પણ જણાવાયું. છોટાઉદેપુરની કોલેજના વિદ્યાર્થીઓ વડોદરામાં અભ્યાસ કરતા હોવાનો આક્ષેપ યુવરાજસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે, 20 મંજૂર બેઠકો સામે 40 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. કોલેજમાં ડમી શિક્ષકો દર્શાવી એક જ ATKT ધરાવતા શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે સરકારી કચેરીઓની કથિત મિલીભગતના કારણે આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. વિદ્યાર્થીઓએ સ્થાનિક કલેક્ટર કચેરીમાં અનેક વખત રજૂઆત કરી હોવા છતાં તેમની ફરિયાદ પર યોગ્ય કાર્યવાહી ન થઈ હોવાનું પણ કહેવામાં આવ્યું. આક્ષેપો અનુસાર, મંજૂરી વિનાની છોટાઉદેપુરની મા ગાયત્રી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને વડોદરાની લક્ષ્મીનારાયણ કોલેજમાં પરીક્ષા અપાવવાનું પણ એક ગંભીર કૌભાંડ હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.ગુજરાત નર્સિંગ કાઉન્સિલના રજિસ્ટ્રાર ડો. પ્રજ્ઞા ડાભીએ આ મામલે તપાસની ખાતરી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    સાગબારામાં જંગલ જમીન મુદ્દે ખેડૂતો-વન વિભાગ વચ્ચે ઘર્ષણ:મારપીટના આક્ષેપો વચ્ચે પેન્ડિંગ અરજીઓનો મુદ્દો ગરમાયો, જિલ્લા ભાજપ ઉપપ્રમુખનું રાજીનામું
    Next Article
    સલીમે પ્રેમજાળમાં ફસાવીને સગીરાનું અપહરણ કર્યું:3 રાજ્યમાં છુપાયો, મુક્ત કરવા 1 લાખની ખંડણી માંગી, પોલીસે રાજસ્થાન જઈ છોડાવી; પીડિતાના નિવેદનને આધારે દુષ્કર્મનો ગુનો નોંધાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment