Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકા જવા નીકળેલા 3 ગુજરાતીઓનું ઇથોપિયામાં અપહરણ:પરિવાર પાસે 1 કરોડની ખંડણી માંગી, રૂપિયા ચૂકવ્યા છતાં 3 દિવસથી કોઇ પત્તો નથી

    6 hours ago

    ગેરકાયદેસર રીતે અમેરિકા જવા નીકળેલા એક ગુજરાતી યુવક અને 2 યુવતીઓનું ઇથોપિયામાં અપહરણ થયું છે. તેઓ 20મી સપ્ટેમ્બરે અમેરિકા જવા નીકળ્યાં હતા. 3 દિવસથી તેમનું અપહરણ કરીને પરિવાર પાસે 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી છે. જેનું અપહરણ થયું છે તે યુવાનનું નામ ઋત્વિક શૈલેષભાઇ જનસરી છે. તેની ઉંમર 23 વર્ષ અને તે મહેસાણાનો હોવાનું સામે આવ્યું છે. જ્યારે યુવતીનું નામ મમતા ચિરાગભાઇ ચાવડા હોવાનું ખૂલ્યું છે. યુવતીની ઉંમર 30 વર્ષ છે. તે મૂળ મહેસાણાની છે પણ હાલ અમદાવાદમાં રહે છે. મહેસાણાના અલ્પેશ પટેલ નામના એજન્ટે આ બન્નેને મોકલ્યા હતા. આ રૂટથી ઇથોપિયા પહોંચ્યા હતા આ યુવક-યુવતીઓ 20મી સપ્ટેમ્બરે ગુજરાતથી નીકળી જયપુર પહોંચ્યા હતા. જ્યાંથી એતિહાદની ફ્લાઇટમાં અબુ ધાબી ગયા હતા. એ જ દિવસે અબુ ધાબીથી ઇથોપિયાની રાજધાની એડિસ અબાબા પહોંચ્યા હતા. એડિસ અબાબાની સ્વાઝીલેન્ડ સ્ટ્રીટમાં આવેલા GSF ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. જ્યાં તેમનું બુકિંગ 20થી 29 સપ્ટેમ્બર સુધીનું હતું. તેમણે ઇથોપિયાના ઇ-વિઝા લીધા હતા. જે 19 સપ્ટેમ્બરથી 19 ઓક્ટોબર સુધી એટલે કે એક મહિનાના હતા. એડિસ અબાબામાં એજન્ટ્સે તેમનું અપહરણ કર્યું હતું. અન્ય એક યુવકના પરિવારે 70 લાખ ચૂકવી દેતા તેને છોડી દેવાયો આખી વાત ત્યારે બહાર આવી જ્યારે તેમની સાથે ગયેલો એક યુવક રૂપિયા આપીને પાછો આવ્યો હતો. એ યુવક તેમના જ ગામનો હતો, બધા સાથે હતા. અપહરણકારોએ તેમના પરિવાર સાથે વાત કરીને રૂપિયા માંગ્યા હતા. ત્રીજા યુવકના પરિવારે 70 લાખ રૂપિયા આપી દેતા અપહરણકારોએ તેને છોડી દીધો હતો અને તે યુવાન ગુજરાત પાછો આવી ગયો છે. ઋત્વિક, મમતા તેમજ અન્ય એક યુવતીના પરિવારમાંથી એક પરિવારે અપહરણકારોને ખંડણી ચૂકવી હતી. જોકે રૂપિયા આપ્યા બાદ છેલ્લા 3 દિવસથી કોઇ પત્તો ન હોવાથી છેવટે પરિવારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. એજન્ટ અલ્પેશ પટેલે વડોદરાના અન્ય કોઇ એજન્ટને આ કામ સોંપ્યું હતું પણ હાલમાં અલ્પેશ ક્યાં છે તેની કોઇ માહિતી નથી. સૌથી નવાઇની વાત એ છે કે આ અપહૃત લોકોની પહેલાં બીજા દસેક જેટલા લોકો પણ આવી જ રીતે યમન ગયા હતા પણ હજુ સુધી તેમનો પણ કોઇ પત્તો નથી લાગ્યો. વિદેશની ધરતી પર ગુજરાતીઓના અપહરણની અનેક ઘટનાઓ આ પહેલાં પણ બની ચૂકી છે. હનિમૂન માટે ગયેલું ગુજરાતી કપલ જાકાર્તામાં ફસાયું, પરિવાર પાસે 18 લાખ રૂપિયાની ખંડણી માગી (વાંચો સંપૂર્ણ સમાચાર) ઇરાનની ધરતી પર પાકિસ્તાની એજન્ટોએ ગુજરાતીઓ સાથે કાવતરું રચ્યું:બંધક બનાવાયેલા લોકોની ઇનસાઇડ સ્ટોરી, મોટી રકમ લઇને છોડ્યા (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    GSTની જટિલતા, નોટિસોના વિરોધમાં જામનગરનો બ્રાસ ઉદ્યોગ સજ્જડ બંધ:12થી વધુ સંગઠનોના સંયુક્ત નેતૃત્વમાં હજારો ઉદ્યોગકારોએ મૌન બાઈક રેલી કાઢી, કલેકટર મારફતે વડાપ્રધાનને આવેદનપત્ર આપ્યું
    Next Article
    बिजनौर में वोट चोरी जैसे नारे लगाते हुए कलेक्ट्रेट पहुंचे कांग्रेसी, पुलिस के साथ नोक झोक

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment