Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GSTની જટિલતા, નોટિસોના વિરોધમાં જામનગરનો બ્રાસ ઉદ્યોગ સજ્જડ બંધ:12થી વધુ સંગઠનોના સંયુક્ત નેતૃત્વમાં હજારો ઉદ્યોગકારોએ મૌન બાઈક રેલી કાઢી, કલેકટર મારફતે વડાપ્રધાનને આવેદનપત્ર આપ્યું

    7 hours ago

    દેશના સૌથી મોટા બ્રાસ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઓળખાતા જામનગરમાં GST વિભાગની નોટિસો અને કાયદાની જટિલતાઓ સામે ઉદ્યોગકારોમાં રોષ ફાટી નીકળ્યો છે. GSTના પ્રશ્નોના વિરોધમાં સ્થાનિક વેપાર-ઉદ્યોગ સંગઠનોના સંયુક્ત આહ્વાન પર બ્રાસ ઉદ્યોગે સ્વયંભૂ સજ્જડ બંધ પાળ્યો હતો. હજારો ઉદ્યોગકારોએ મૌન બાઈક રેલી યોજી જિલ્લા કલેક્ટર મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધતું આવેદનપત્ર પાઠવી કાયદામાં સુધારા અને પ્રામાણિક કરદાતાઓના હકોના રક્ષણની માંગ કરી હતી. 12થી વધુ સંગઠનોના સંયુક્ત નેતૃત્વમાં મૌન બાઈક રેલી જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન ફેઝ-2 અને ફેઝ-3ના સંયુક્ત નેતૃત્વ હેઠળ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જામનગર બ્રાસ ફાઉન્ડ્રી, ઇલેક્ટ્રોપ્લેટર્સ, એક્ઝિમ મેટલ મર્ચન્ટ, એમ.પી. શાહ મ્યુનિસિપલ ઉદ્યોગનગર, હાપા સહકારી સંઘ અને લઘુ ઉદ્યોગ ભારતી સહિત 12થી વધુ સંલગ્ન સંસ્થાઓ જોડાઈ હતી. ઉદ્યોગકારો વિરોધ દર્શાવતા પ્લેકાર્ડ સાથે ઔદ્યોગિક વિસ્તારમાંથી મૌન બાઈક રેલી કાઢી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું. 3.5 લાખ લોકોની રોજીરોટી પર સંકટ ઉદ્યોગ સંગઠનોના જણાવ્યા મુજબ, જામનગરમાં આશરે 7,000 જેટલા ઔદ્યોગિક એકમો કાર્યરત છે, જેમાંથી 3,800થી વધુ એકમોને GST વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઉદ્યોગો પર 3.5 લાખથી વધુ લોકોની આજીવિકા નિર્ભર છે. GSTની નોટિસો અને કાયદાકીય જટિલતાઓને કારણે ખાસ કરીને MSME એકમોની કાર્યકારી મૂડી પર બોજ વધી રહ્યો છે. ઉદ્યોગકારોના મતે, આ પરિસ્થિતિ સ્થાનિક ઉદ્યોગની વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મકતા અને નિકાસને પણ અસર કરી શકે છે. સપ્લાયરની કરચોરીની સજા ખરીદદારને ન મળવી જોઈએ: ITC રક્ષણની માંગ GIDC પ્લોટ એન્ડ શેડ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું હતું કે અંદાજે 4,000 ઉદ્યોગકારોમાંથી લગભગ 3,500ને બોગસ બિલિંગ અથવા ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) અંગે નોટિસ આપવામાં આવી છે. અન્ય રાજ્યોમાંથી ખરીદવામાં આવતા કાચા માલના સપ્લાયર દ્વારા કરચોરી કરવામાં આવે તો તેની જવાબદારી ખરીદદાર કે સ્થાનિક ઉત્પાદક પર નાખીને વસૂલાત કરવામાં આવતી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. તેમણે GST કાઉન્સિલ સમક્ષ નીતિવિષયક નિર્ણય લેવાની માંગ સાથે TDS 2 ટકાના બદલે 18 ટકા કરવાની રજૂઆત કરી હતી, જેથી ખરીદદારો અને ઉત્પાદકોને રક્ષણ મળી શકે. ઉદ્યોગ સંગઠનોની મુખ્ય માંગ છે કે નિયમોનું પાલન કરીને ખરીદી કરતા પ્રામાણિક વેપારીઓના ITC અધિકારોનું રક્ષણ કરવા સ્પષ્ટ માર્ગદર્શિકા બનાવવામાં આવે અને કરચોરી કરનાર પાસેથી જ વસૂલાત કરવામાં આવે. બ્રાસ સ્ક્રેપમાં કરચોરીથી ઉત્પાદકો મુશ્કેલીમાં, કાયદો સરળ બનાવવાની રજૂઆત જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢીયાએ જણાવ્યું હતું કે બ્રાસ સ્ક્રેપ પર થતી GSTની કરચોરીના કારણે જામનગરના ઉત્પાદકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બ્રાસ પાર્ટ્સના ઉત્પાદન માટે કાચા માલ તરીકે સ્ક્રેપ ખરીદવો જરૂરી છે. અન્ય રાજ્યોમાં સપ્લાયર દ્વારા કરચોરી કરવામાં આવે તો તેની સજા સ્થાનિક ઉત્પાદકોને ભોગવવી પડે છે. તેમણે સરકારને વિનંતી કરી હતી કે GST કાયદાને સરળ અને વ્યવહારુ બનાવવામાં આવે તથા યોગ્ય સુધારા કરવામાં આવે, જેથી જામનગરના બ્રાસ ઉદ્યોગને નુકસાનથી બચાવી શકાય. એસોસિએશન દ્વારા સભ્યોને પણ સપ્લાયરની યોગ્ય તપાસ કર્યા બાદ જ માલ ખરીદવા માટે સજાગ કરવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. દોઢ વર્ષથી રજૂઆતો છતાં ઉકેલ નહીં, આંદોલન તેજ કરવાની ચીમકી ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ, છેલ્લા દોઢ વર્ષથી GSTના પ્રશ્નો અંગે સ્થાનિક સ્તરથી લઈને દિલ્હી સુધી રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી. આથી અંતે રેલી યોજીને કલેક્ટર મારફતે સરકાર સુધી પોતાની માંગ પહોંચાડવામાં આવી છે. ઉદ્યોગ સંગઠનોએ કેન્દ્ર સરકારને જામનગરના બ્રાસ ક્લસ્ટર અને MSME ક્ષેત્રની વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને GSTના નિયમોમાં જરૂરી સુધારા કરવા અપીલ કરી છે. જો ટૂંક સમયમાં હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બાબરા APMC ચૂંટણી માટે આજે મતદાન:ભાજપ સામે ભાજપના નારાજ ઉમેદવારો અને કોંગ્રેસની ભેગી પેનલ વચ્ચે જંગ
    Next Article
    અમેરિકા જવા નીકળેલા 3 ગુજરાતીઓનું ઇથોપિયામાં અપહરણ:પરિવાર પાસે 1 કરોડની ખંડણી માંગી, રૂપિયા ચૂકવ્યા છતાં 3 દિવસથી કોઇ પત્તો નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment