Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાગબારામાં જંગલ જમીન મુદ્દે ખેડૂતો-વન વિભાગ વચ્ચે ઘર્ષણ:મારપીટના આક્ષેપો વચ્ચે પેન્ડિંગ અરજીઓનો મુદ્દો ગરમાયો, જિલ્લા ભાજપ ઉપપ્રમુખનું રાજીનામું

    2 days ago

    નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામ સહિત આસપાસના વિસ્તારોમાં જંગલ જમીન પર ખેતીના મુદ્દે ખેડૂતો અને વન વિભાગના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ખેડૂતોના જણાવ્યા મુજબ તેઓ વર્ષ 2005થી આ જમીન પર ખેતી કરી રહ્યા છે, પરંતુ વન વિભાગ દ્વારા સતત હેરાનગતિ કરવામાં આવી રહી છે. બોલાચાલી બાદ સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. વન અધિકાર કાયદા હેઠળની અરજીઓ વર્ષોથી પેન્ડિંગ હોવાનો આક્ષેપ ખેડૂતોનું કહેવું છે કે વન અધિકાર કાયદા હેઠળ કરવામાં આવેલી તેમની અરજીઓનો વર્ષોથી નિકાલ કરવામાં આવ્યો નથી. ખોપી ગામના લીલાબેન વસાવાએ આક્ષેપ કર્યો હતો કે વન વિભાગ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરવાને બદલે ખેડૂતોની ખેતીમાં અવરોધ ઊભા કરી રહ્યો છે. ખેડૂતોનું માનવું છે કે પેન્ડિંગ અરજીઓનો ઝડપથી નિકાલ થાય તો આ પ્રકારના વિવાદો ટાળી શકાય. SRP સાથે પહોંચેલા અધિકારીઓ પર મારપીટ અને ધમકીના આક્ષેપ ખેડૂતોના જણાવ્યા મુજબ ગત રોજ વન વિભાગના અધિકારીઓ SRP જવાનો સાથે સ્થળ પર પહોંચ્યા હતા. ખેડૂતોનો આરોપ છે કે અધિકારીઓએ ગાળાગાળી કરી, ધમકી આપી અને કેટલાક ખેડૂતો સાથે મારપીટ પણ કરી હતી. વધુમાં, ખેડૂતોનો દાવો છે કે ઘટના બાદ તેમની સામે જ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. યોગ્ય કાર્યવાહી અને રાહતની માંગ, આંદોલનની ચીમકી આ ઘટનાના પગલે ખેડૂતો દ્વારા સરકાર અને સંબંધિત વિભાગ પાસે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવી છે. લીલાબેન વસાવાએ જણાવ્યું હતું કે ખેડૂતોને ન્યાય ન મળે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે અને પોતાના ખેડૂત ભાઈઓ-બહેનોના હક્ક માટે લડત ચાલુ રાખશે. તેમણે વર્ષોથી પેન્ડિંગ પડેલી વન અધિકાર કાયદા હેઠળની અરજીઓનો કાયદેસર અને ઝડપથી નિકાલ કરવાની પણ માંગ કરી હતી. લીલાબેન વસાવાનું ભાજપના હોદ્દા પરથી રાજીનામું આ સમગ્ર ઘટનાક્રમ બાદ નર્મદા જિલ્લા ભાજપના સંગઠન ઉપપ્રમુખ લીલાબેન વસાવાએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે જણાવ્યું હતું કે જિલ્લા સંગઠનનો સંપર્ક કરવા છતાં કોઈ સહયોગ મળ્યો નહીં, જેના કારણે તેમણે આ નિર્ણય લીધો. હવે તેઓ સંગઠનથી અલગ રહી આદિવાસી અને ખેડૂતોના હક્ક માટે લડત ચાલુ રાખશે તેમ જણાવ્યું હતું. આ ઘટના નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની છે. જોકે સંબંધિત વન વિસ્તાર ડાંગ જિલ્લાના માંડવી વન રેન્જ હેઠળ આવતો હોવાથી વન વિભાગનો સત્તાવાર પક્ષ અથવા અધિકારીઓની પ્રતિક્રિયા ઉપલબ્ધ થઈ શકી નથી. તેથી ખેડૂતો દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી.
    Click here to Read More
    Previous Article
    બોટાદકર કોલેજમાં ડ્રગ્સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો:NGO અને NSS દ્વારા વિદ્યાર્થીઓને ડ્રગ્સના દુષ્પરિણામો વિશે જાગૃત કરાયા
    Next Article
    છોટાઉદેપુરની ગાયત્રી નર્સિંગ કોલેજમાં ગેરરીતિનો આક્ષેપ:મંજૂરી વગર જ કોર્સ ચાલતો હોવાનો યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment