Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદકર કોલેજમાં ડ્રગ્સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો:NGO અને NSS દ્વારા વિદ્યાર્થીઓને ડ્રગ્સના દુષ્પરિણામો વિશે જાગૃત કરાયા

    2 days ago

    બોટાદની કવિશ્રી બોટાદકર કોલેજમાં પ્રિન્સિપાલ ડૉ. અનિરુદ્ધસિંહ મકવાણાના માર્ગદર્શન હેઠળ 'ડ્રગ્સ અવેરનેસ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇનવિઝિબલ NGO અને NSSના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ડ્રગ્સના દુષ્પરિણામો વિશે જાગૃત કરવાનો હતો. આ કાર્યક્રમ દરમિયાન ઇનવિઝિબલ NGOના સભ્યો દ્વારા ડ્રગ્સના દૂષણ અને તેની સમાજ પર થતી ગંભીર અસરો પર પ્રકાશ પાડતી એક પ્રભાવશાળી સ્કીટ (નાટક) રજૂ કરવામાં આવી હતી. આ નાટક દ્વારા વિદ્યાર્થીઓને ડ્રગ્સથી દૂર રહેવા અને તેનાથી થતા નુકસાન વિશે સમજાવવામાં આવ્યું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઇનવિઝિબલ NGOના સ્થાપક રુષિરાજસિંહ મોરી અને અતિથિ વિશેષ તરીકે બોટાદ જિલ્લાના DySP સૈયદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને ડ્રગ્સના વ્યસનથી થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન વિશે માહિતી આપી જાગૃત કર્યા હતા. NSSના પ્રોગ્રામ ઓફિસરના નેતૃત્વ હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. શ્વેતા બારોટ, ડૉ. દિપાલી મકવાણા અને ડૉ. રિશાન ઓડેદરા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ડૉ. શર્મિલાબેન પરાલિયા દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો, કલાકારો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરીને આભારવિધિ સંપન્ન કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    પાટણ નગરપાલિકામાં ગુજરાતની પ્રથમ કાર્બન ક્રેડિટ કમિટી રચાઈ:ડો. બાબુભાઈ પ્રજાપતિ ચેરમેન બન્યા, પર્યાવરણ સુધારણા પર ભાર
    Next Article
    સાગબારામાં જંગલ જમીન મુદ્દે ખેડૂતો-વન વિભાગ વચ્ચે ઘર્ષણ:મારપીટના આક્ષેપો વચ્ચે પેન્ડિંગ અરજીઓનો મુદ્દો ગરમાયો, જિલ્લા ભાજપ ઉપપ્રમુખનું રાજીનામું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment