Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ નગરપાલિકામાં ગુજરાતની પ્રથમ કાર્બન ક્રેડિટ કમિટી રચાઈ:ડો. બાબુભાઈ પ્રજાપતિ ચેરમેન બન્યા, પર્યાવરણ સુધારણા પર ભાર

    2 days ago

    પાટણ નગરપાલિકાએ ગુજરાતમાં પ્રથમ વખત કાર્બન ક્રેડિટ કમિટીની રચના કરી છે. આ કમિટીના ચેરમેન તરીકે ડો. બાબુભાઈ પ્રજાપતિએ પદભાર સંભાળ્યો છે. કાર્બન ક્રેડિટ એ વાતાવરણમાં એક મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં ઘટાડો કરવા અથવા તેને અટકાવવા બદલ મળતું ટ્રેડેબલ પ્રમાણપત્ર છે. વૈશ્વિક સ્તરે ઝડપથી વિકસતા કાર્બન ક્રેડિટ માર્કેટમાં ભારત અગ્રણી દેશોમાં સ્થાન ધરાવે છે અને વર્ષ 2030 સુધીમાં આ ક્ષેત્રનું મૂલ્ય 50 બિલિયન અમેરિકન ડોલરથી વધુ થવાની સંભાવના છે. ડો. બાબુભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, પાટણ શહેરને હરિયાળું, સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી બનાવવાના હેતુથી કમિટી વિવિધ મહત્વાકાંક્ષી યોજનાઓ પર કાર્ય કરશે. આ યોજનાઓમાં મોટા પાયે ઓક્સિજન પાર્કનું નિર્માણ, સોલાર એનર્જી જેવા સ્વચ્છ ઊર્જા સ્ત્રોતોને પ્રોત્સાહન, પ્રદૂષણ ઘટાડતા રસોઈ ચુલાઓના ઉપયોગ અંગે જનજાગૃતિ, પુનર્જીવિત (Regenerative) કૃષિને પ્રોત્સાહન, ટ્રાફિક વ્યવસ્થાપન દ્વારા વાયુ પ્રદૂષણમાં ઘટાડો અને એલઈડી લાઇટનો વ્યાપક ઉપયોગ જેવી અનેક પહેલોનો સમાવેશ થાય છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કાર્બન ક્રેડિટ આધારિત વિવિધ પ્રોજેક્ટો દ્વારા ભવિષ્યમાં પાટણ નગરપાલિકા માટે આવકનો એક નવો અને મહત્વપૂર્ણ સ્ત્રોત ઊભો થઈ શકે છે. આ પહેલ માત્ર આર્થિક રીતે જ નહીં, પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને ગ્લોબલ વોર્મિંગની અસરો ઘટાડવા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ડો. બાબુભાઈ પ્રજાપતિએ જિલ્લા તથા પાટણ શહેર ભાજપ સંગઠન, નગરપાલિકાના પદાધિકારીઓ અને તમામ આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે સૌના સહયોગથી પાટણને પર્યાવરણ ક્ષેત્રે રાજ્યનું અગ્રણી શહેર બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ હર્ષભાઈ પટેલ, મહામંત્રીઓ જિગ્નેશભાઈ અને મનીશભાઈ, નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, ચીફ ઓફિસર હિરલબેન, ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ, કારોબારી સમિતિના ચેરમેન નિલમ પટેલ, વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ, રોટરી ક્લબ પાટણના પ્રમુખ શૈલેષભાઈ સોની તથા રોટેરિયન મિત્રો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભાનુભાઈ સોની સહિત સ્વયંસેવકો, ડો. વિપુલભાઈ મોદી સહિત શહેરના અગ્રણીઓ, વિવિધ સેવાકીય સંસ્થાઓના હોદ્દેદારો, સંગઠનના કાર્યકરો તેમજ પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ ડો. બાબુભાઈ પ્રજાપતિને કાર્બન ક્રેડિટ કમિટીના ચેરમેન તરીકે શુભેચ્છાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં મુખ્યમંત્રી અને પાટીલની હાઈલેવલ બેઠક:પૂર પ્રભાવિત વિસ્તારો માટે રાહત પેકેજ અને નુકસાની અંગે વિસ્તૃત ચર્ચા
    Next Article
    બોટાદકર કોલેજમાં ડ્રગ્સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો:NGO અને NSS દ્વારા વિદ્યાર્થીઓને ડ્રગ્સના દુષ્પરિણામો વિશે જાગૃત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment