Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં મુખ્યમંત્રી અને પાટીલની હાઈલેવલ બેઠક:પૂર પ્રભાવિત વિસ્તારો માટે રાહત પેકેજ અને નુકસાની અંગે વિસ્તૃત ચર્ચા

    2 days ago

    ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે નવસારી જિલ્લાની સંયુક્ત મુલાકાત લીધી હતી. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી એક અત્યંત મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં બંને મહાનુભાવોએ સ્થાનિક જનપ્રતિનિધિઓ અને ઉચ્ચ વહીવટી અધિકારીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. આ બેઠકમાં ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પૂરને કારણે થયેલા નુકસાન, સંભવિત રાહત પેકેજ અને જિલ્લાના વિવિધ વિકાસ કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. પ્રોટોકોલ મુજબ ભવ્ય સ્વાગત મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીના નવસારી આગમન પર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રોટોકોલ મુજબ સત્તાવાર સ્વાગત કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરુવાણી, પ્રભારી સચિવ આદ્રા અગ્રવાલ અને જિલ્લા પોલીસ અધિક્ષક (DSP) રાહુલ પટેલે બંને નેતાઓને પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યા હતા. ત્યારબાદ સમીક્ષા બેઠકની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી. રાજકીય અને વહીવટી પાંખની મોટી ઉપસ્થિતિ આ ઉચ્ચસ્તરીય બેઠકમાં દક્ષિણ ગુજરાતના કેબિનેટ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો સહિત વહીવટી તંત્રના ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા. અધિકારીઓમાં વલસાડ જિલ્લાના કલેક્ટર અને એસપી (SP), નવસારી મહાપાલિકાના કમિશનર જયેશ ઉપાધ્યાય તેમજ જિલ્લા વિકાસ અધિકારી (DDO) કાર્તિક જીયાની ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે રાજકીય અગ્રણીઓમાં નવસારીના મેયર અશોક ધોરાજીયા, જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલી નાયક, ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ, વલસાડના સાંસદ ધવલ પટેલ, નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, જલાલપોરના ધારાસભ્ય આર. સી. પટેલ તેમજ જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યોએ હાજરી આપી હતી. પૂરના નુકસાન અને રાહત પેકેજ પર મંથન આ બેઠકનો મુખ્ય હેતુ નવસારી અને તેની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના કારણે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવાનો હતો. મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીએ સ્થાનિક અધિકારીઓ પાસેથી નુકસાનીનો ચિતાર મેળવ્યો હતો અને અસરગ્રસ્તોને ઝડપથી મદદ પહોંચાડવા માટે સંભવિત રાહત પેકેજ અંગે ગંભીર મંથન કર્યું હતું. જનપ્રતિનિધિઓએ રજૂ કરેલા સ્થાનિક મુદ્દાઓ અને વિકાસ કાર્યોને વહેલી તકે પૂર્ણ કરવા માટે વહીવટી તંત્રને જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    AMTS- BRTSના બસ ડ્રાઈવરો સામે કડક કાર્યવાહી:બસ સ્ટેન્ડ પર બસ ઊભી ન રાખતા તેમજ અયોગ્ય વર્તન કરી મુસાફરો સાથે ગેરવર્તણૂક કરતા 13 ડ્રાઇવરો સસ્પેન્ડ
    Next Article
    પાટણ નગરપાલિકામાં ગુજરાતની પ્રથમ કાર્બન ક્રેડિટ કમિટી રચાઈ:ડો. બાબુભાઈ પ્રજાપતિ ચેરમેન બન્યા, પર્યાવરણ સુધારણા પર ભાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment