Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMTS- BRTSના બસ ડ્રાઈવરો સામે કડક કાર્યવાહી:બસ સ્ટેન્ડ પર બસ ઊભી ન રાખતા તેમજ અયોગ્ય વર્તન કરી મુસાફરો સાથે ગેરવર્તણૂક કરતા 13 ડ્રાઇવરો સસ્પેન્ડ

    2 days ago

    અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) અને BRTS બસના કુલ 13 જેટલા ડ્રાઈવરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની કડક કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવી છે. AMTS અને BRTS તંત્ર દ્વારા બસના ડ્રાઇવરો દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતાં, બસને તેના નિયત સ્થળે ઊભી ના રાખતા તેમજ બસના પ્રવાસીઓ સાથે અયોગ્ય વર્તન કરતાં અને અકસ્માત સર્જાતા હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે તેઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ શહેરના નાગરિકોને સારી જાહેર પરિવહન સેવા મળી રહે તે હેતુથી તેમજ AMTS અને BRTS બસોના ડ્રાઈવરો દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરી અકસ્માત રહિત સલામત ડ્રાઇવિંગ કરે અને પ્રવાસીઓને વધુ સારી રીતે સગવડ મળી રહે તે માટે બંને સંસ્થાઓના અધિકારીઓ રોડ ઉપર દોડતી બસોનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમ્યાન ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતાં, બસને તેના નિયત સ્થળે ઊભી ના રાખતા તેમજ બસના પ્રવાસીઓ સાથે અયોગ્ય વર્તન કરતાં અને અકસ્માત સર્જતા હોવાનું સામે આવ્યું હતું. અલગ અલગ રૂટ ઉપર બસોના ચેકિંગ દરમિયાન એ દરકારી સામે આવ્યું હોવાનું સામે આવતા AMTS બસના 10 ડ્રાઈવરોને અને BRTSના 3 ડ્રાઈવરોને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરવામાં આવ્યા છે. શહેરની બસ જાહેર પરિવહન સેવાઓ એટલે કે AMTS અને BRTS, બસના મુસાફરો અને શહેરીજનોની સુરક્ષા જાળવવા માટે કડક કાર્યવાહી આગામી દિવસોમાં પણ કરશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ અને બીઆરટીએસ માં બસ ચલાવનારા ડ્રાઇવરો દ્વારા બેદરકારીથી બસ ચલાવવામાં આવે છે. તાજેતરમાં જ એક બસ ડ્રાઈવર દ્વારા દારૂ પી અને બસ ચલાવવામાં આવી હતી અગાઉ પણ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે તેમજ ફરિયાદો મળતી હોય છે ત્યારે આવા ડ્રાઇવરો સામે એએમટીએસ અને બીઆરટીએસ તંત્ર દ્વારા કડક પગલાં લેવાયા છે.
    Click here to Read More
    Previous Article
    ગારમેન્ટ વેપારી પર ફાયરિંગ કેસમાં વધુ ખુલાસા:આરોપીઓએ 55 હજારમાં પિસ્તોલ ખરીદી હત્યાનો પ્લેન બનાવ્યો, સો. મીડિયા પર સર્ચ કરી નકલી નંબર પ્લેટ બનાવી હતી
    Next Article
    નવસારીમાં મુખ્યમંત્રી અને પાટીલની હાઈલેવલ બેઠક:પૂર પ્રભાવિત વિસ્તારો માટે રાહત પેકેજ અને નુકસાની અંગે વિસ્તૃત ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment