Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી કલેક્ટરની માળિયાના સોલ્ટ પાન, જુમાવાડી મુલાકાત:અગરિયા-માછીમારોના પ્રશ્નો સાંભળ્યા, વરસાદી પાણી નિકાલની સૂચના આપી

    9 hours ago

    મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ માળિયા તાલુકાના સોલ્ટ પાન અને જુમાવાડી વિસ્તારની સ્થળ મુલાકાત લીધી હતી. તેમણે સ્થાનિક લોકોના પ્રશ્નોની સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરે મીઠા ઉદ્યોગો અને નાના અગરિયાઓ માટે ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. જુમાવાડી વિસ્તારમાં તેમણે સ્થાનિક રહીશો અને માછીમાર પરિવારો સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદમાં રોજગાર, પાયાની સુવિધાઓ અને અન્ય સ્થાનિક પ્રશ્નો અંગે જાણકારી મેળવવામાં આવી હતી. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને, કલેક્ટરે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. તેમણે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ટેકનિકલ ચર્ચા કરી. પાણીના યોગ્ય નિકાલ માટે જરૂરી આયોજન કરવા અને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપી હતી.
    Click here to Read More
    Previous Article
    ગોધરા વોર્ડ-5માં જોખમી પીપળાની ડાળખી રસ્તા પર પડી:નગરપાલિકાએ તાત્કાલિક કાર્યવાહી કરી દૂર કરી
    Next Article
    વલસાડમાં યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત:ડ્રેનેજના ગંદા પાણીના વિરોધમાં નગરપાલિકા ઘેરવા જતા પોલીસે કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment