Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત:ડ્રેનેજના ગંદા પાણીના વિરોધમાં નગરપાલિકા ઘેરવા જતા પોલીસે કાર્યવાહી

    8 hours ago

    વલસાડના તિથલ રોડ પર આવેલા આહીરવાડ વિસ્તારમાં છેલ્લા ચાર મહિનાથી ડ્રેનેજ લાઇન ઉભરાવાની સમસ્યાને લઈને યુથ કોંગ્રેસના કાર્યકરોએ નગરપાલિકાનો ઘેરાવો કરવાનો પ્રયાસ કર્યો હતો. ગટરનું ગંદુ પાણી બોટલમાં ભરીને પહોંચેલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. આ વિસ્તારના સ્થાનિક રહીશો દ્વારા ડ્રેનેજ સમસ્યા અંગે નગરપાલિકાને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તેનું નિરાકરણ આવ્યું ન હતું. આ મામલે યુથ કોંગ્રેસે નગરપાલિકાને અલ્ટીમેટમ પણ આપ્યું હતું. સમસ્યાનું નિરાકરણ ન આવતા, યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગટરનું ગંદુ પાણી પ્લાસ્ટિક બોટલમાં ભરીને નગરપાલિકાનો ઘેરાવો કરીને વિરોધ પ્રદર્શન કરવાનું આયોજન કર્યું હતું. કાર્યકરો ગંદુ પાણી ભરીને નગરપાલિકા પર પહોંચતા જ, નગરપાલિકાના ગેટ પર પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા. ઉગ્ર આંદોલનના પ્રયાસને પગલે પોલીસે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી અને તેમને પોલીસ સ્ટેશન લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    મોરબી કલેક્ટરની માળિયાના સોલ્ટ પાન, જુમાવાડી મુલાકાત:અગરિયા-માછીમારોના પ્રશ્નો સાંભળ્યા, વરસાદી પાણી નિકાલની સૂચના આપી
    Next Article
    बिजनौर में तेज बारिश, पानी की बूंद बूंद को तरसे लोग, लाइट ने भी खूब की आंख मिचौली

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment