Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિવરફ્રન્ટ રોડ પર અફરાતફરી:શાહીબાગ હેડ કવાટરમાં ગેસના સેલ છોડવામાં આવતા આસપાસમાં અસર, વાહન ચાલકોને આંખમાં બળતરાની ફરિયાદ

    12 hours ago

    શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ટીયર ગેસ સેલ અંગેની પ્રેક્ટિસ થઈ રહી હતી ત્યારે હેડ ક્વાર્ટરમાં સેલ છોડવામાં આવતા રિવરફ્રન્ટ પાસે આવેલા શિલાલેખ અને આસપાસના વિસ્તારમાં તેની અસર થઈ હતી. કેટલાક વાહનચાલકોને આંખમાં બળતરાની ફરિયાદો ઉઠી હતી. અચાનક જ આંખમાં બળતરા થતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકોમાં અફરાતફરી ફેલાઈ ગઈ હતી અને લોકો રોડ ઉપર ઊભા રહી ગયા હતા.જેના વીડિયો પણ વાયરલ થયા હતા. ટીયરગેસના સેલ છોડાયા બાદ આંખોમાં બળતરાની ફરિયાદ ઉઠી મળતી માહિતી મુજબ શાહીબાગ વિસ્તારમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે રથયાત્રાના અનુસંધાને પોલીસ કર્મચારીઓના ટીયર ગેસ છોડવામાં અંગેની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. આજે સવારના સમયે જ્યારે ટીયર ગેસના સેલ છોડવા અંગેની પ્રેક્ટિસ થઈ રહી હતી ત્યારે સેલ છોડવામાં આવતા તેની અસર આસપાસના વિસ્તારમાં થઈ હતી. રિવરફ્રન્ટ રોડ અને શિલાલેખ ફ્લેટ સુધી તેની અસર જોવા મળી હતી જેમાં રિવરફ્રન્ટ રોડ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓની આંખોમાં બળતરા તથા પાણી આવવાની ફરિયાદો સામે આવી હતી. સ્થાનિક વ્યક્તિ દ્વારા આ વીડિયો ઉતારીને વાયરલ કરવામાં આવ્યો હતો. ગેસના સેલ ફોડવામાં આવ્યા હતા તેના કારણે આંખમાં બળતરા થઈ હતી એવું વીડિયોમાં જણાવવામાં આવ્યું હતું. લોકોએ વાહન ઉભા રાખવાની ફરજ પડી અચાનક જ આંખમાં બળતરાની અસર થતાં લોકોમાં થોડા સમય માટે ગભરાટનો માહોલ સર્જાયો હતો. ઘણા લોકો વાહન ઉભા રાખીને આંખો ધોઈને રાહત મેળવતા જોવા મળ્યા હતા, જ્યારે કેટલાક વાહનચાલકોએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને વાહનો ધીમા કર્યા હતા.આ ઘટનાને કારણે રિવરફ્રન્ટ રોડ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વાહન ચાલકોએ મોઢે બાંધેલું હોવા છતાં પણ તેમને અસર થઈ હતી. પોલીસ દ્વારા દિવસ દરમિયાન આ પ્રમાણે સેલ છોડવાની પ્રેક્ટિસ કરવાના પગલે લોકોને હાલાકીનો પણ સામનો કરવો પડ્યો હતો. પોલીસ હેડ ક્વાર્ટર ડીસીપી બન્નો જોશીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રથયાત્રા પહેલા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ટીયર ગેસ સેલ છોડવાની પ્રેક્ટિસ કરાવવામાં આવતી હોય છે. જે પ્રેક્ટિસ આજે કરાવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ખાડીપૂરના ત્રીજા દિવસે પણ હાલાકી યથાવત:કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે ડીંડોલી, પર્વત પાટિયાના અસરગ્રસ્તોની મુલાકાત લીધી, તાત્કાલિક સહાય ચૂકવવા તંત્રને સૂચના
    Next Article
    નવસારીમાં પૂરના પાણી ઓસર્યા બાદ મેયર-કમિશનર ગ્રાઉન્ડ ઝીરો પર:25થી વધુ વિસ્તારોમાં સર્વે શરૂ, વિજલપોરમાં તંત્રની ટીમને સ્થાનિકોના રોષનો સામનો કરવો પડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment