Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાડીપૂરના ત્રીજા દિવસે પણ હાલાકી યથાવત:કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે ડીંડોલી, પર્વત પાટિયાના અસરગ્રસ્તોની મુલાકાત લીધી, તાત્કાલિક સહાય ચૂકવવા તંત્રને સૂચના

    11 hours ago

    સુરત શહેરમાં ત્રણ મુખ્ય ખાડીઓ ઓવરફ્લો થવાના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિનો આજે ત્રીજો દિવસ છે. ભારે વરસાદ અને કુદરતી પ્રકોપના કારણે શહેરના અંદાજે 40 ટકા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ત્રીજા દિવસે મોટાભાગના રહેણાંક વિસ્તારોમાં પૂરના પાણી છે અને ધીમે-ધીમે ઓસરી રહ્યા છે, જેનાથી સ્થાનિક નાગરિકોએ આંશિક રાહતનો શ્વાસ લીધો છે. જો કે, પૂરની તીવ્રતા એટલી વધારે હતી કે પાણી ઉતરી ગયા બાદ પણ લોકોના જનજીવન પર તેની ગંભીર અસરો સ્પષ્ટપણે જોવા મળી છે. રસ્તાઓ પર કાદવ-કીચડનું સામ્રાજ્ય પથરાયેલું છે અને ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું છે. પર્વત ગામ, લિંબાયતમાં હજુ પણ 2થી 3 ફૂટ પાણી ભરાયેલા શહેરના મોટાભાગના વિસ્તારોમાં ભલે પાણી ઉતરી ગયા હોય, પરંતુ પર્વત ગામ અને લિંબાયત જેવા નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. આ વિસ્તારોમાં હજુ પણ બે થી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાયેલા હોવાને કારણે સ્થાનિક લોકો પોતાના ઘરોમાં કેદ રહેવા મજબૂર બન્યા છે. જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે હાલાકી પીવાના શુદ્ધ પાણી, અનાજ અને દૂધ જેવી પ્રાથમિક જરૂરિયાતો મેળવવા માટે પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે અનાજનો જથ્થો સડી ગયો છે અને લાઈટ ન હોવાને કારણે રાત અંધારામાં વિતાવવી પડી રહી છે, જેના લીધે સ્થિતિ સામાન્ય થવામાં હજુ સમય લાગશે. કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે લીધી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત સુરતની આ કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હીથી કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ તાત્કાલિક સુરત દોડી આવ્યા હતા. તેમણે પૂરથી પ્રભાવિત નવાગામ, ડીંડોલી અને લિંબાયત જેવા વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની ગ્રાઉન્ડ ઝીરો પર જઈને મુલાકાત લીધી હતી. અસરગ્રસ્તો સાથે સી.આર પાટીલનો સંવાદ મુલાકાત દરમિયાન તેમણે પૂરના પાણીમાં ફસાયેલા અને હાલાકી ભોગવી રહેલા સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો. મંત્રી પાટીલે મુશ્કેલીના આ સમયમાં લોકોને સાંત્વના આપી હતી અને સરકાર તરફથી તમામ શક્ય મદદ તેમજ વહીવટી તંત્ર દ્વારા યોગ્ય આશ્વાસન પૂરું પાડવાની ખાતરી આપી હતી. મોડલ ટાઉનશીપમાં નુકસાનીની સમીક્ષા કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે પર્વત પાટિયા સ્થિત મોડલ ટાઉનશીપ વિસ્તારની પણ રૂબરૂ મુલાકાત લઈને જળસંકટના કારણે વેપારીઓ અને રહીશોને થયેલા આર્થિક નુકસાનની વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમણે સ્થાનિક વહીવટી તંત્ર અને સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને પૂર પીડિતો સુધી તાત્કાલિક ધોરણે સરકારી સહાય અને કેશડોલ્સ પહોંચાડવા માટેની કામગીરીની કડક સૂચના આપી હતી. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારી પ્રક્રિયાઓમાં વિલંબ કર્યા વિના અસરગ્રસ્તોના ખાતામાં અથવા સીધી રીતે સહાયની રકમ વહેલી તકે જમા થવી જોઈએ જેથી તેઓ પુનઃવસન કરી શકે. SMC ટીમ દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ, જંતુનાશક દવાનો છંટકાવ બીજી તરફ, જે વિસ્તારોમાંથી પૂરના પાણી સંપૂર્ણપણે ઉતરી ગયા છે, ત્યાં સુરત મહાનગરપાલિકા (SMC) ની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પર્વત પાટીયા અને તેની આસપાસના વિસ્તારોમાં મનપાના સફાઈ કર્મચારીઓ દ્વારા રોડ ક્લીનિંગ, કાદવનો નિકાલ અને ગટરની જાળીઓની સફાઈની કામગીરી રાત-દિવસ કરવામાં આવી રહી છે. પૂરના ગંદા પાણીના કારણે શહેરમાં રોગચાળો ન ફેલાય તે માટે મનપા દ્વારા ફોગિંગ મશીનો અને જંતુનાશક દવાઓ તેમજ બ્લીચિંગ પાવડરનો વ્યાપક છંટકાવ શરૂ કરી દેવામાં આવ્યો છે જેથી મચ્છરજન્ય અને પાણીજન્ય બીમારીઓ નિયંત્રણમાં રહે. જળસંકટમાંથી પાઠ ભણીને ભવિષ્યના આયોજનની તાતી જરૂરિયાત સુરત શહેરમાં ત્રણ-ત્રણ ખાડીઓ ઓવરફ્લો થવાના કારણે શહેરનો 40 ટકા ભાગ ડૂબી જવો એ વહીવટી તંત્ર માટે એક મોટો પડકાર અને ચેતવણીરૂપ કિસ્સો છે. દર વર્ષે ચોમાસા દરમિયાન ખાડી કિનારાના વિસ્તારોમાં ભરાતા પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે હવે આયોજન કરવું અનિવાર્ય બન્યું છે. સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકારે ખાડીઓની ઊંડાઈ વધારવા, પ્રોટેક્શન વોલ મજબૂત કરવા અને ડ્રેનેજ સિસ્ટમને અપગ્રેડ કરવા જેવા દીર્ઘકાલીન પગલાં લેવા પડશે. જો ભવિષ્યમાં આવા જળસંકટથી નાગરિકોને બચાવવા હોય, તો અત્યારથી જ આધુનિક વોટર મેનેજમેન્ટ અને માળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવી એ જ એકમાત્ર કાયમી વિકલ્પ છે.
    Click here to Read More
    Previous Article
    વરસાદી પાણી ભરાયેલા રહેતા રોગચાળાની ભીતિ:મહેસાણાના પરા વિસ્તારથી સાઈ બાબા મંદિર રોડ પર જળભરાવ, ફૂટપાથ અને રોડનું યોગ્ય લેવલ ન હોય સમસ્યા સર્જાઈ
    Next Article
    રિવરફ્રન્ટ રોડ પર અફરાતફરી:શાહીબાગ હેડ કવાટરમાં ગેસના સેલ છોડવામાં આવતા આસપાસમાં અસર, વાહન ચાલકોને આંખમાં બળતરાની ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment