Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કપરાડાના અંતરિયાળ વિદ્યાર્થીઓએ પ્રથમ વખત કરી હવાઈ મુસાફરી:પૂજ્ય મોટા હાઈસ્કૂલની અનોખી પહેલ, દ્વારકાધીશના દર્શનનો લ્હાવો મળ્યો

    4 days ago

    વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી પૂજ્ય મોટા હાઈસ્કૂલ (માની)એ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે એક અનોખી પહેલ કરી છે. શાળાએ ધોરણ 10 અને 12માં 80 ટકાથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે સુરતથી જામનગર સુધી હવાઈ મુસાફરી કરાવી હતી. આ મોટાભાગના વિદ્યાર્થીઓ માટે જીવનમાં પ્રથમ વખત વિમાનમાં બેસવાનો અનુભવ હતો. આ પ્રવાસ ભારતીય જનસેવા સંસ્થાન સંચાલિત શાળા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ સુરતથી વિમાન દ્વારા જામનગરની મુસાફરી કરી હતી. આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સિદ્ધિ બદલ સન્માનિત કરવાનો અને તેમને ભવિષ્ય માટે પ્રેરણા આપવાનો હતો. જામનગર પહોંચ્યા બાદ વિદ્યાર્થીઓએ જગત મંદિર દ્વારકાધીશના દર્શન કર્યા હતા. આ દરમિયાન તેમને ધાર્મિક અને સાંસ્કૃતિક વારસા વિશે જાણકારી પણ આપવામાં આવી હતી. દ્વારકાધીશના દર્શન કર્યા બાદ વિદ્યાર્થીઓ રેલવે મારફતે વલસાડ પરત ફર્યા હતા, જેનાથી તેમનો પ્રવાસ પૂર્ણ થયો હતો. આ પ્રવાસ માત્ર એક શૈક્ષણિક યાત્રા નહોતી, પરંતુ વિદ્યાર્થીઓમાં મોટા સપના જોવાની પ્રેરણા અને આત્મવિશ્વાસ વધારતો યાદગાર અનુભવ બની રહ્યો હતો. ડુંગર-જંગલના અંતરિયાળ વિસ્તારમાંથી આવતા આ વિદ્યાર્થીઓ માટે હવાઈ મુસાફરી એક સ્વપ્ન સમાન હતી, જે શાળાની આ પહેલથી સાકાર થઈ હતી. ભારતીય જનસેવા સંસ્થાન છેવાડાના વિસ્તારના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડવા માટે સતત કાર્યરત છે. ચાલુ વર્ષે સંસ્થાની ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનું પરિણામ 100 ટકા અને ધોરણ 10નું પરિણામ 98.40 ટકા નોંધાયું છે. શિક્ષણની સાથે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, રાષ્ટ્રીય ભાવના અને સર્વાંગી વિકાસ માટે સંસ્થા આવા પ્રેરણાત્મક કાર્યક્રમોનું આયોજન કરતી રહે છે. આ પહેલને સ્થાનિક સ્તરે વ્યાપક પ્રશંસા મળી છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં સિંહ હુમલામાં યુવકના મોતનો મામલો:ગેરકાયદેસર સિંહદર્શન બાદ મોબાઈલ ડેટા ફોર્મેટ મારતા શંકા ઘેરી બની, 2 શંકાસ્પદની પૂછપરછ, એક સિંહ પાંજરે પૂરાયો
    Next Article
    યાંત્રિક બોટ ડીઝલ વેટ રાહત, 20 મીટર મર્યાદા રદ:તમામ બોટને લાભ, 18 હજારથી વધુને ફાયદો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment