Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યાંત્રિક બોટ ડીઝલ વેટ રાહત, 20 મીટર મર્યાદા રદ:તમામ બોટને લાભ, 18 હજારથી વધુને ફાયદો

    4 days ago

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં માછીમારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. યાંત્રિક બોટમાં વપરાતા ડીઝલ પર વેટ રાહત આપવાની યોજનામાં સુધારો કરીને 20 મીટરની લંબાઈની મર્યાદા સંપૂર્ણપણે દૂર કરવામાં આવી છે. અગાઉ, આ યોજનાનો લાભ ફક્ત 20 મીટરથી ઓછી લંબાઈ ધરાવતી યાંત્રિક બોટોને જ મળતો હતો. હવે આ મર્યાદા હટાવવાથી રાજ્યની ડીપ-સી બોટો સહિત તમામ યાંત્રિક ફિશિંગ બોટો આ યોજનાનો લાભ મેળવી શકશે. આ સુધારાથી રાજ્યની નોંધાયેલી 18 હજારથી વધુ યાંત્રિક ફિશિંગ બોટોને ડીઝલ વેટ રાહતનો લાભ મળશે. પાત્રતા ધરાવતી તમામ બોટોને સરકાર દ્વારા ડીઝલ કાર્ડ આપવામાં આવશે. કાર્ડ ધારક બોટોને પ્રતિ લિટર મહત્તમ રૂ. 15 લેખે ડીઝલ વેટ રાહત મળશે. જો વેટની રકમ રૂ. 15 કરતાં ઓછી હશે, તો તે મુજબ સબસિડી મળવાપાત્ર રહેશે. વેરાવળની 70 ડીપ સી ફિશિંગ બોટો અને અન્ય 5 હજારથી વધુ બોટોને આગામી સીઝનમાં આ રાહતનો લાભ મળવાની અપેક્ષા છે. રાજ્ય સરકારના આ નિર્ણયને માછીમાર સમાજે આવકાર્યો છે. સાગર પુત્ર ફાઉન્ડેશનના તુલસી ગોહેલ, બોટ એસોસિએશનના પ્રમુખ અને સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશને આ નિર્ણયને માછીમારી સમાજના હિતમાં ગણાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    કપરાડાના અંતરિયાળ વિદ્યાર્થીઓએ પ્રથમ વખત કરી હવાઈ મુસાફરી:પૂજ્ય મોટા હાઈસ્કૂલની અનોખી પહેલ, દ્વારકાધીશના દર્શનનો લ્હાવો મળ્યો
    Next Article
    રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક:રેન્જ IGP રાજેન્દ્ર અસારીની અધ્યક્ષતામાં વિવિધ ધર્મના આગેવાનો સાથે ચર્ચા, 10-11 જુલાઈએ જનજાગૃતિના કાર્યક્રમો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment