Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘કચ્છ ક્રાફ્ટ ગેલેરી’ મુલાકાતીઓ માટે બની આકર્ષણનું કેન્દ્ર:મૈસુરમાં ગુજરાત હસ્તકલા ઉત્સવમાં કચ્છી કળા-સંસ્કૃતિનો દબદબો

    15 hours ago

    કર્ણાટકના મૈસુર ખાતે આગામી 12 જુલાઈ સુધી આયોજિત 11મા “ગુજરાત હસ્તકલા ઉત્સવ-૨૦૨૬”માં કચ્છી કલાકારીગરી અને સંસ્કૃતિનો દબદબો જોવા મળ્યો હતો. ગુજરાત સરકારના ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા આયોજિત આ ઉત્સવમાં ખાસ ઉભી કરાયેલી ‘કચ્છ ક્રાફ્ટ ગેલેરી’ મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની છે, જેમાં પ્રખ્યાત કચ્છી ભરતકામ, અજરખ બ્લોક પ્રિન્ટ, બંધણી અને કચ્છી શાલનું પ્રદર્શન કરાયું છે. સાંસ્કૃતિક મંચ પર ભુજની ‘ઝંકાર ડાન્સ એકેડમી’ દ્વારા રજૂ કરાયેલા કચ્છી રાસ-ગરબાએ મૈસુરવાસીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કચ્છના અલગ અલગ ગામોમાંથી ભાગ લેવા ગયેલા હસ્તકળા કારીગરોના 30થી વધારે સ્ટોલ આ મેળામાં ઉભા કરાયા છે. મહોત્સવનું ઉદ્ઘાટન ટેક્સટાઇલ વિભાગના ડિરેક્ટર એ.બી. બસવરાજુ (IAS) ના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે મૈસુરના અધિક નાયબ કમિશનર આર. ઐશ્વર્યા (KAS), કર્ણાટક રાજ્ય હસ્તકલા વિકાસ નિગમના MD એચ.આર. રાજપ્પા, અને ઇન્ડેક્ષ્ટ-સીના જોઈન્ટ કમિશનર કે.એસ. ટેલર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન ઇન્ડેક્ષ્ટ-સીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. સંજય જોષી (IAS)ના માર્ગદર્શન હેઠળ મેનેજર આર.એસ. શાહ, સિનિયર ઓફિસર આર.એસ. પ્રજાપતિ અને ડૉ. સ્નેહલકુમાર મકવાણા દ્વારા કરાયું છે. ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ અને ઇન્ડેક્ષ્ટ-સીના ચેરમેન મોહમ્મદ શાહિદ (IAS) એ ઉત્સવની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કચ્છના 30 થી વધારે સ્ટોલ ઉભા કરાયા કચ્છના અલગ અલગ ગામોમાંથી ભાગ લેવા ગયેલા હસ્તકળા કારીગરોના 30થી વધારે સ્ટોલ આ મેળામાં ઉભા કરાયા છે જેમાં પ્રખ્યાત કચ્છી ભરતકામ, અજરખ બ્લોક પ્રિન્ટ, બંધણી અને કચ્છી શાલનું પ્રદર્શન કરાયું છે. જેની મુલાકાતે આવેલા મૈસુરવાસીઓ કલાકૃતિઓથી પ્રભાવિત થયા હતા.
    Click here to Read More
    Previous Article
    કચ્છ એક્સપ્રેસ, સયાજીનગરીના હજારો મુસાફરો પરેશાન બન્યા:દક્ષિણ ગુજરાતમાં વરસાદના કારણે કચ્છ-મુંબઈનો ટ્રેન વ્યવહાર ફરી ઠપ્પ
    Next Article
    ભુજ સ્ટેટ GSTની જૂનમાં રૂ.114.20 કરોડની આવક:એક વર્ષમાં 32.3%નો વધારો; 9 વર્ષમાં ગુજરાતમાં કરદાતાઓની સંખ્યા, ટેક્સબેઝ અને આવકમાં વૃદ્ધિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment