Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છ એક્સપ્રેસ, સયાજીનગરીના હજારો મુસાફરો પરેશાન બન્યા:દક્ષિણ ગુજરાતમાં વરસાદના કારણે કચ્છ-મુંબઈનો ટ્રેન વ્યવહાર ફરી ઠપ્પ

    16 hours ago

    મુંબઈ સેન્ટ્રલ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતાં પશ્ચિમ રેલવેનો ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો છે. તેની સીધી અસર કચ્છ તરફ દોડતી ટ્રેનો પર પડી છે. મંગળવારે ભુજથી દાદર જતી સયાજી નગરી એક્સપ્રેસ (20908)ને ગાંધીધામ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરાઈ હતી પરિણામે આ ટ્રેન ગાંધીધામથી દાદર વચ્ચે રદ રહી હતી. મંગળવારે દાદરથી ઉપડેલી સયાજીનગરી સવારે ભુજ પહોંચતી હોય છે પણ સુરત વિસ્તારમાં વરસાદના કારણે લેટ રહી હતી. બુધવારે બપોરે સુરતથી નીકળી હતી પરીણામે રાતે પ્રવાસીઓ કચ્છ પહોંચ્યા હતા. 12 થી 15 કલાક ટ્રેન લેટ રહી હતી. જેના કારણે દાદરથી 8 જુલાઈએ ઉપડનારી સયાજી નગરી એક્સપ્રેસ (20907) સંપૂર્ણપણે રદ કરાઈ હતી. ઉપરાંત બાંદ્રા ટર્મિનસથી ભુજ આવતી કચ્છ એક્સપ્રેસ મંગળવારે રાત્રે રદ રહી હતી.બુધવારે ભુજથી ઉપડતી કચ્છ એક્સપ્રેસ પણ રેક ન હોવાથી બંધ રહી હતી. સયાજીનગરી ગાંધીધામથી પરત આવી હોવાથી ઉપડી હતી. ભુજ/મુંબઇની સ્પેશીયલ ટ્રેન પણ રદ રહી હતી. મુંબઈ રૂટ પર દોડતી અન્ય અનેક ટ્રેનો પણ રદ કરાઈ છે. તેમાં કર્ણાવતી એક્સપ્રેસ, એસી ડબલ ડેકર એક્સપ્રેસ, તેજસ એક્સપ્રેસ તેમજ અમદાવાદ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસની બંને દિશાની ટ્રેનોનો સમાવેશ થાય છે. વરિષ્ઠ નાગરિકોને શક્ય હોય તો મુંબઈ તરફની મુસાફરી ટાળવી પશ્ચિમ રેલવેએ મુસાફરોને મુસાફરી શરૂ કરતાં પહેલાં NTES અથવા રેલ મદદ (139) મારફતે ટ્રેનની તાજી સ્થિતિ તપાસવાની અપીલ કરી છે. કચ્છ પ્રવાસી સંઘે પણ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને શક્ય હોય તો મુંબઈ તરફની મુસાફરી ટાળવાની સલાહ આપી છે. સાથે જ રદ થયેલી ટ્રેનના મુસાફરોએ ટિકિટ રિફંડ માટે TDR ફાઇલ કરવાની સૂચના આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સ્વતંત્રતાથી વિશ્વ નેતૃત્વ સુધી અમેરિકાની 250 વર્ષની ગૌરવશાળી સફર:અનેક લોકો માટે તક, સમાનતા, સ્વતંત્રતા અને મુક્તિનો માર્ગ અંકલ સેમનો અસલી મિજાજ
    Next Article
    ‘કચ્છ ક્રાફ્ટ ગેલેરી’ મુલાકાતીઓ માટે બની આકર્ષણનું કેન્દ્ર:મૈસુરમાં ગુજરાત હસ્તકલા ઉત્સવમાં કચ્છી કળા-સંસ્કૃતિનો દબદબો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment