Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજ સ્ટેટ GSTની જૂનમાં રૂ.114.20 કરોડની આવક:એક વર્ષમાં 32.3%નો વધારો; 9 વર્ષમાં ગુજરાતમાં કરદાતાઓની સંખ્યા, ટેક્સબેઝ અને આવકમાં વૃદ્ધિ

    13 hours ago

    દેશભરમાં જીએસટી કલેક્શનમાં નોંધાઈ રહેલી વૃદ્ધિની અસર કચ્છમાં સ્થાનિક કક્ષાએ પણ નજરે પડે છે. આ જ ટ્રેન્ડને અનુસરતા ભુજ સ્ટેટ જીએસટી કચેરીએ જૂન- 2026 દરમિયાન કરવેરા વસૂલાતમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે. કચેરીને જૂન મહિનામાં રૂ. 114.20 કરોડની આવક થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા જૂન 2025ની રૂ. 86.31 કરોડની સરખામણીએ રૂ. 27.89 કરોડ વધુ છે. આમ, એક વર્ષમાં ભુજ સ્ટેટ જીએસટી કચેરીની જૂન મહિનાની આવકમાં આશરે 32.3 ટકાનો વધારો નોંધાયો છે. બીજી તરફ, રાજ્ય સ્તરે પણ જીએસટી વસૂલાતમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. જૂન-2026 દરમિયાન રાજ્યને જીએસટી હેઠળ રૂ. 7,800 કરોડની આવક થઈ છે, જે જૂન-2025માં થયેલી રૂ. 6,149 કરોડની આવકની સરખામણીએ 27 ટકા વધુ છે. જીએસટી ઉપરાંત રાજ્યને જૂન-2026માં વેટ હેઠળ રૂ. 3,073 કરોડ, વીજ શુલ્ક હેઠળ રૂ. 979 કરોડ તથા વ્યવસાય વેરા હેઠળ રૂ. 21 કરોડની આવક થઈ છે. પરિણામે રાજ્ય કર વિભાગને જૂન-2026 દરમિયાન જીએસટી, વેટ, વીજ શુલ્ક અને વ્યવસાય વેરા સહિત કુલ રૂ. 11,873 કરોડની આવક નોંધાઈ છે. રાજ્ય અને ભુજ કચેરી, બંને સ્તરે નોંધાયેલી વૃદ્ધિ વેપાર-ઉદ્યોગની ગતિ, કરદાતાઓમાં વધતી કરચુકવણીની અનુપાલન ભાવના તેમજ વિસ્તારમાં વેપારિક ગતિવિધિઓમાં સ્થિરતાના સકારાત્મક સંકેત આપે છે. 9 વર્ષમાં ગુજરાતનો ટેક્સબેઝ 181% વધ્યો સમગ્ર દેશમાં 1 જુલાઈ, 2017થીવન નેશન, વન ટેક્સના સિદ્ધાંત સાથે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) અમલમાં આવ્યો હતો. ગુજરાતમાં જીએસટી અમલીકરણના છેલ્લા નવ વર્ષમાં રાજ્યના ટેક્સબેઝમાં 181 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. જીએસટી અમલમાં આવ્યો ત્યારે રાજ્યમાં 5.08 લાખ કરદાતાઓ હતા, જે વધીને હાલમાં 14.31 લાખ થયા છે. રાજ્ય સતત પાંચમા વર્ષે નિયત સમયમર્યાદામાં જીએસટી રિટર્ન ભરવામાં દેશભરમાં પ્રથમ ક્રમે રહ્યું છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન રાજ્યમાં 99.6 ટકા જીએસટી રિટર્ન સમયસર ભરાયા હતા. ઉપરાંત, છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યની જીએસટી આવકનો સરેરાશ વાર્ષિક વૃદ્ધિદર 20 ટકાથી વધુ રહ્યો છે. નાણાકીય વર્ષ 2020-21માં રૂ. 30,628 કરોડ રહેલી રાજ્યની આવક વધીને 2025-26માં રૂ. 83,066 કરોડ પર પહોંચી છે, જે રાજ્યના કરવેરા આધાર અને આવકમાં થયેલી સતત વૃદ્ધિ દર્શાવે છે.
    Click here to Read More
    Previous Article
    ‘કચ્છ ક્રાફ્ટ ગેલેરી’ મુલાકાતીઓ માટે બની આકર્ષણનું કેન્દ્ર:મૈસુરમાં ગુજરાત હસ્તકલા ઉત્સવમાં કચ્છી કળા-સંસ્કૃતિનો દબદબો
    Next Article
    ડ્રાઇવિંગ લાયસન્સ પરીક્ષા:AI ટેસ્ટ ટ્રેકની કડક કસોટી: અંજારમાં કાર ટેસ્ટમાં 96.45% અને ભુજમાં 87.11% ઉમેદવારો નાપાસ !

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment