Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડ્રાઇવિંગ લાયસન્સ પરીક્ષા:AI ટેસ્ટ ટ્રેકની કડક કસોટી: અંજારમાં કાર ટેસ્ટમાં 96.45% અને ભુજમાં 87.11% ઉમેદવારો નાપાસ !

    12 hours ago

    કચ્છમાં ભુજ અને અંજાર આરટીઓ કચેરી ખાતે શરૂ કરાયેલા AI આધારિત ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયાને વધુ કડક અને પારદર્શક બનાવી છે. છેલ્લા એક મહિનાના આંકડા મુજબ અંજારમાં કાર ટેસ્ટ આપનારા 563 ઉમેદવારોમાંથી માત્ર 20 ઉમેદવારો જ પાસ થયા છે, એટલે કે 96.45 ટકા ઉમેદવારો નાપાસ થયા છે. જ્યારે ભુજમાં 714 ઉમેદવારોમાંથી માત્ર 92 ઉમેદવારો સફળ રહ્યા છે અને 87.11 ટકા ઉમેદવારો નાપાસ થયા છે. જોકે ટુ-વ્હીલર ટેસ્ટમાં સ્થિતિ સારી રહી છે. અંજારમાં 83.26 ટકા અને ભુજમાં 71.87 ટકા ઉમેદવારો સફળ રહ્યા છે. ડ્રાઇવિંગ ટેસ્ટમાં નાપાસ થયેલા ઉમેદવારો નિયમ મુજબ એક અઠવાડિયા બાદ ફરી પરીક્ષા આપી શકે છે. જોકે હાલ ભુજ અને અંજાર બંને આરટીઓમાં ટેસ્ટ માટે એક મહિનાથી વધુનું વેઇટિંગ ચાલી રહ્યું છે. આરટીઓના અધિકારીઓના જણાવ્યા મુજબ, AI સિસ્ટમમાં કોઈ માનવીય હસ્તક્ષેપ નથી. ઉમેદવાર ટ્રાફિક નિયમોનું પાલન કરીને નિર્ધારિત ટ્રેક યોગ્ય રીતે પૂર્ણ કરે તો પાસ થવામાં કોઈ મુશ્કેલી નથી. કાર ટેસ્ટમાં ઉમેદવારો શા માટે નાપાસ થાય છે? અંજાર RTO (2 જૂનથી 2 જુલાઈ) ભુજ RTO (23 જૂનથી 6 જુલાઈ) AI ટેસ્ટ ટ્રેકના કડક નિયમો ડ્રાઇવિંગ ટેસ્ટ હવે સંપૂર્ણપણે ટેક્નોલોજી આધારિત
    Click here to Read More
    Previous Article
    ભુજ સ્ટેટ GSTની જૂનમાં રૂ.114.20 કરોડની આવક:એક વર્ષમાં 32.3%નો વધારો; 9 વર્ષમાં ગુજરાતમાં કરદાતાઓની સંખ્યા, ટેક્સબેઝ અને આવકમાં વૃદ્ધિ
    Next Article
    Weather LIVE Updates: Monsoon Spell Continues In Delhi, Waterlogging In Several Parts

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment