Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કંડલા-ગાંધીધામના માલવાહક કોરિડોરને મળશે નવી ગતિ:કચ્છના રેલ નેટવર્કને મળશે સ્માર્ટ કંટ્રોલ, અમદાવાદમાં અત્યાધુનિક કંટ્રોલ સેન્ટર શરૂ

    18 hours ago

    પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ સેન્ટર (ICC) શરૂ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના રેલવે સંચાલનને નવી દિશા આપી છે. રેલ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા નિર્મિત આ કેન્દ્ર હવે સમગ્ર વિસ્તારના રેલવે સંચાલનનું મુખ્ય નિયંત્રણ કેન્દ્ર તરીકે કાર્ય કરશે. આ કંટ્રોલ સેન્ટર પાલનપુર-સામખિયાળી રેલવે ઇલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરાયું છે. આશરે 248 રૂટ કિલોમીટર લાંબા આ પ્રોજેક્ટમાં બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લાનો સમાવેશ થાય છે. કચ્છના દીનદયાળ પોર્ટ (કંડલા) અને ગાંધીધામને દેશના અન્ય વિસ્તારો સાથે જોડતા માલવાહક કોરિડોરને વધુ ઝડપી અને કાર્યક્ષમ બનાવવામાં આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થશે. 24,500 ચોરસ ફૂટ વિસ્તારમાં વિકસાવાયેલા આ સેન્ટરમાં 18.6 મીટર લાંબી હાઈ-રિઝોલ્યુશન વીડિયો ડિસ્પ્લે (VDU) વોલ દ્વારા 1,350 રૂટ કિલોમીટર લાંબા રેલવે નેટવર્કનું રિયલ-ટાઇમ મોનિટરિંગ કરવામાં આવશે. ફ્રેઇટ, કોચિંગ, સિગ્નલ અને ટેલિકોમ, એન્જિનિયરિંગ, ટ્રેક્શન, ક્રૂ મેનેજમેન્ટ, RPF કંટ્રોલ રૂમ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ તેમજ કેરેજ એન્ડ વેગન (CW) સહિતના તમામ વિભાગોને એક જ છત નીચે લાવવામાં આવ્યા છે. આ નવી વ્યવસ્થાથી દરરોજ દોડતી 160થી વધુ માલગાડીઓ અને 130થી વધુ પેસેન્જર ટ્રેનોનું સંકલિત સંચાલન થશે. પરિણામે ટ્રેનોના સમયપાલનમાં સુધારો, વિલંબમાં ઘટાડો અને કચ્છથી દેશભરમાં માલસામાનના પરિવહનમાં વધુ ઝડપ મળશે. ઉપરાંત લોકો ઇન્ટરચેન્જ, પાણી પુરવઠો, પાર્સલ વ્યવસ્થાપન અને ક્રૂ તૈનાતી જેવી કામગીરીમાં પણ વધુ સુમેળ અને કાર્યક્ષમતા આવશે. 24 કલાક કાર્યરત રહેતા આ ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ સેન્ટરમાં કર્મચારીઓ માટે અત્યાધુનિક કાર્યસ્થળ ઉપરાંત આરામખંડ, મિની બોર્ડરૂમ અને સમર્પિત પાર્કિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ, આ ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ સેન્ટર કચ્છના રેલ નેટવર્કને વધુ સ્માર્ટ, સુરક્ષિત અને ટેક્નોલોજી આધારિત બનાવશે તેમજ પોર્ટ આધારિત વેપાર અને ઔદ્યોગિક વિકાસને પણ નવી ગતિ આપશે. ભૂકંપને ધ્યાને રાખી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ ઉભો કરાયો કચ્છ જેવા ભૂકંપપ્રવણ અને સરહદી વિસ્તારને ધ્યાનમાં રાખીને કંટ્રોલ સેન્ટરમાં સમર્પિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અને RPF કંટ્રોલ રૂમ સ્થાપિત કરાયા છે. કોઈપણ આપત્તિ કે આકસ્મિક પરિસ્થિતિમાં વિવિધ વિભાગો વચ્ચે ઝડપી સંકલન કરીને તાત્કાલિક કાર્યવાહી શક્ય બનશે. સીસીટીવીથી રેલવે સ્ટેશનો પર રહેશે નજર કચ્છના રેલવે સ્ટેશનો પર લગાવાયેલા સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ પણ આ સેન્ટરમાંથી થશે. ભીડ, ભારે વરસાદ અથવા અન્ય અસામાન્ય પરિસ્થિતિમાં તાત્કાલિક દેખરેખ રાખી જરૂરી નિર્ણય લેવામાં સરળતા રહેશે. અગાઉ અલગ-અલગ વિભાગો દ્વારા થતી કામગીરી હવે એક જ સ્થળેથી સંકલિત રીતે થશે. સમયપાલન અને સંચાલનમાં આવશે વધુ ઝડપ મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશના જણાવ્યા મુજબ, આ કેન્દ્રમાંથી ટ્રેનોના સંચાલન ઉપરાંત સ્ટેશનો પર ભીડ વ્યવસ્થાપન, સ્વચ્છતા, સલામતી અને સુરક્ષા સંબંધિત પ્રવૃત્તિઓનું 24 કલાક મોનિટરિંગ થશે. વિવિધ વિભાગો વચ્ચે ઝડપી માહિતીના આદાન-પ્રદાનથી આપત્તિ સમયે ત્વરિત નિર્ણય અને અસરકારક કાર્યવાહી શક્ય બનશે. રેલ મદદ અને NTES સાથે સંકલનથી મુસાફરોને મળશે ચોક્કસ માહિતી મુસાફરોની સુવિધા માટે આ કેન્દ્રને રેલ મદદ ફરિયાદ નિવારણ સિસ્ટમ અને નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ (NTES) સાથે જોડવામાં આવ્યું છે. પરિણામે ટ્રેનોની સ્થિતિ, સમય અને અન્ય માહિતી વધુ ઝડપથી અને ચોકસાઈ સાથે ઉપલબ્ધ થશે, જેથી પ્રવાસીઓને ફાયદો થશે.
    Click here to Read More
    Previous Article
    કચ્છમાં ધસારા વચ્ચે RTEની 298 બેઠકો ખાલી!:જિલ્લાની 360 શાળામાં કુલ 2601 બેઠકોમાંથી 4 રાઉન્ડના અંતે 2303 વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફર્મ થયા
    Next Article
    સ્વતંત્રતાથી વિશ્વ નેતૃત્વ સુધી અમેરિકાની 250 વર્ષની ગૌરવશાળી સફર:અનેક લોકો માટે તક, સમાનતા, સ્વતંત્રતા અને મુક્તિનો માર્ગ અંકલ સેમનો અસલી મિજાજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment