Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છમાં ધસારા વચ્ચે RTEની 298 બેઠકો ખાલી!:જિલ્લાની 360 શાળામાં કુલ 2601 બેઠકોમાંથી 4 રાઉન્ડના અંતે 2303 વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફર્મ થયા

    19 hours ago

    કચ્છ જિલ્લામાં રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ ગરીબ અને સામાન્ય વર્ગના બાળકો માટે ખાનગી શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયાના ચાર રાઉન્ડ પૂર્ણ થયા છે. શરૂઆતમાં ખાનગી શાળાઓમાં મફત પ્રવેશ માટે વાલીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો, પરંતુ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થતાં આશ્ચર્યજનક ચિત્ર સામે આવ્યું છે. મનપસંદ કે નામાંકિત શાળામાં પ્રવેશ ન મળવાના કારણે અનેક વાલીઓએ એડમિશન લેવાનું ટાળી દીધું છે, જેના પરિણામે ભારે હરીફાઈ હોવા છતાં જિલ્લામાં 298 બેઠકો ખાલી રહી છે. RTE ની પ્રવેશ પ્રક્રિયામાં ઓનલાઈન ફોર્મ ભરતી વખતે વાલીઓએ શાળાઓની પસંદગી કરવાની હોય છે. કચ્છમાં કુલ 6572 વાલીઓએ ફોર્મ ભર્યા હતા. જેમાંથી 4526 અરજીઓ માન્ય રહી હતી. મોટાભાગના વાલીઓએ શહેરની અમુક ચોક્કસ અને જાણીતી શાળાઓ જ પસંદ કરી હતી. પ્રથમ રાઉન્ડમાં મેરિટના આધારે આ શાળાઓ ભરાઈ ગઈ હતી. ત્યારબાદ બીજા, ત્રીજા અને ચોથા રાઉન્ડમાં જ્યારે વાલીઓને તેમના લિસ્ટમાં નીચેના ક્રમની અથવા ઘરથી દૂર આવેલી શાળાઓ ફાળવવામાં આવી, ત્યારે તેમણે ત્યાં ડોક્યુમેન્ટ જમા કરાવીને એડમિશન કન્ફર્મ કરાવવાનું જતું કર્યું હતું. સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો જિલ્લાની 360 શાળામાં કુલ 2539 બેઠકો ઉપલબ્ધ હતી બાદમાં નવી શાળા મંજુર થતા આ બેઠક 2601 થઈ હતી. ચાર રાઉન્ડના અંતે કુલ 2303 એડમિશન કન્ફર્મ થયા છે એટલે કે ફાળવણી અને ધસારા વચ્ચે પણ સીધી રીતે 298 બેઠકો હજુ પણ ખાલી જોવા મળી છે. આ પરિસ્થિતિ દર્શાવે છે કે મનગમતી શાળા ન મળતાં વાલીઓએ સામાન્ય શાળામાં મફત પ્રવેશ લેવા કરતા તેને જતો કરવો વધુ મુનાસિબ માન્યો છે.ઘણી વખત ઘર અને શાળા વચ્ચેનું અંતર સહિતના કારણો પણ જવાબદાર રહે છે.અનેક પરિવારો ઉંમર અને દસ્તાવેજોના અભાવે પણ ચુકી ગયા છે. વાલીઓએ માંગ કરી છે કે, આ ખાલી સીટ ભરવા માટે સરકાર દ્વારા સ્પેશીયલ રાઉન્ડ જાહેર કરવામાં આવે જેથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને લાભ મળી શકે. મહત્ત્વનું છે કે, આરટીઇ અંતર્ગત પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં 1થી 8 ધોરણ સુધી નિ:શુલ્ક અભ્યાસ પ્રાપ્ત થાય છે. આ યોજના ઘણા વાલીઓ માટે રાહતરૂપ સાબિત થઇ છે. જેમ રાઉન્ડ વધ્યા તેમ એડમિશન ઘટ્યા વાલીઓનો મનપસંદ શાળા પ્રત્યેનો આગ્રહ આંકડાઓમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. પ્રથમ રાઉન્ડમાં 2268ની ફાળવણી સામે 2130 એડમિશન કન્ફર્મ થયા હતા, કારણ કે તેમાં મોટાભાગનાને તેમની પ્રથમ પસંદગી મળી ગઈ હતી. પરંતુ ત્યારબાદ આંકડો સતત ઘટતો ગયો. બીજા રાઉન્ડમાં 189 ની ફાળવણી સામે 132, ત્રીજામાં 77 ની ફાળવણી સામે માત્ર 24 અને 29 જૂન સુધી ચાલેલા અંતિમ તથા ચોથા રાઉન્ડમાં 55 ની ફાળવણી સામે માત્ર 17 એડમિશન જ કન્ફર્મ થયા હતા. આમ, પાછળના રાઉન્ડમાં ફાળવણી થવા છતાં વાલીઓએ પ્રવેશ લેવામાં રસ દાખવ્યો ન હતો. શહેરી શાળાઓ ફૂલ થઈ, ગ્રામ્યની ખાલી રહી ખાસ કરીને ભુજ, અંજાર, ગાંધીધામ જેવા શહેરી વિસ્તાર તેમજ શહેરોની આસપાસ આવેલા ગામડાઓમાં રહેલી શાળાઓ ફૂલ થઈ હતી.જ્યારે દૂરના ગામડા અને અંતરિયાળ વિસ્તારોમાં આવેલી શાળાઓમાં બેઠકો ખાલી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    કચ્છના રેલવે રૂટ પર ચોમાસા પહેલાં સુરક્ષાનું કવચ:ગાંધીધામમાં ઇમરજન્સી સ્ટોક તૈયાર
    Next Article
    કંડલા-ગાંધીધામના માલવાહક કોરિડોરને મળશે નવી ગતિ:કચ્છના રેલ નેટવર્કને મળશે સ્માર્ટ કંટ્રોલ, અમદાવાદમાં અત્યાધુનિક કંટ્રોલ સેન્ટર શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment