Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક કિમી પીછો કરી પકડ્યો:પેરોલ જમ્પ કરનાર હત્યાના કેસમાં દોષિત કેદી કાલોલના ખેતરોમાંથી ઝડપાયો, પત્નીને માનસિક અને શારીરિક ત્રાસ આપી મોતને ઘાટ ઉતારી હતી

    9 hours ago

    પત્નીને માનસિક અને શારીરિક ત્રાસ આપી માર મારી મોતને ઘાટ ઉતારવાના ગુનામાં 7 વર્ષની સજા ભોગવી રહેલો અને પેરોલ રજા પૂર્ણ થયા બાદ જેલમાં પરત હાજર ન થતા ફરાર થયેલા કેદીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના નેવરીયા ગામના ખેતરોમાંથી ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે 1 કિલોમીટર સુધી પીછો કરીને આરોપીની ધરપકડ કરી હતી અને તેને બાકી રહેલી સજા ભોગવવા માટે વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કર્યો છે. વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ, ફર્લો અથવા વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ સમયસર જેલમાં પરત હાજર ન થતા ફરાર કેદીઓને શોધી કાઢવા માટે વિવિધ ટીમો સતત કાર્યરત છે. આ દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને હ્યુમન સોર્સના આધારે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મધવાસ નવીનગરી ગામનો રહેવાસી રમેશભાઈ મનુભાઈ નાયક હાલ નેવરીયા ગામ નજીકના ખેતરોમાં છુપાઈને રહે છે. રમેશભાઈ મનુભાઈ નાયક સામે કાલોલ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં હત્યા, ઘરભેદી પ્રવેશ, પત્ની પર અત્યાચાર સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. કેસમાં કોર્ટે તેને સાત વર્ષની સજા ફટકારી હતી અને તે વડોદરા મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યો હતો. આરોપીને 7 મે, 2026ના રોજ સાત દિવસની પેરોલ રજા મંજૂર કરવામાં આવી હતી. પેરોલ પૂર્ણ થયા બાદ તેને 15 મે, 2026ના રોજ જેલમાં પરત હાજર થવાનું હતું, પરંતુ તે સમયસર હાજર ન થતા પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ વડોદરા મધ્યસ્થ જેલ તરફથી તેને શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચને જાણ કરવામાં આવી હતી. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ વહેલી સવારે નેવરીયા ગામના ખેતરોમાં પહોંચી ખાનગી રીતે વોચ ગોઠવી હતી. આ દરમિયાન આરોપીને પોલીસની હાજરીની જાણ થતાં તે ખેતરોમાંથી ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. જોકે, ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંદાજે એક કિલોમીટર સુધી તેનો પીછો કરીને તેને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપી રમેશભાઈ મનુભાઈ નાયકને કાયદેસરની કાર્યવાહી બાદ બાકી રહેલી સજા ભોગવવા માટે વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપીએ વર્ષ 2022માં પોતાની પત્નીને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યા બાદ લાકડાના ડંડાથી નિર્દયતાપૂર્વક માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડીને હત્યા કરી હતી. આ કેસમાં કોર્ટ દ્વારા તેને સાત વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં પૂરથી એક દિવસમાં 13ના મોત, મનપાએ મોતનો કૂવો બનાવ્યો:11ના ડૂબવાથી, એકનું પડવાથી અને એકનું કરંટથી મોત; ત્રણ દિવસમાં 22ના જીવ ગયા, શરમથી કોણ ડૂબી મરશે?
    Next Article
    મોરબી ગોડાઉનની આગ ચોથા દિવસે પણ ચાલુ:બળી ગયેલી મગફળી હટાવવા હિટાચી મશીન કામે, નુકસાનના કારણોની તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment