Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી ગોડાઉનની આગ ચોથા દિવસે પણ ચાલુ:બળી ગયેલી મગફળી હટાવવા હિટાચી મશીન કામે, નુકસાનના કારણોની તપાસ શરૂ

    8 hours ago

    મોરબીના રફાળેશ્વર ગામ નજીક આવેલા મેજિક સિરામિક કારખાનાના ગોડાઉનમાં શનિવારે લાગેલી આગને ચાર દિવસ બાદ પણ સંપૂર્ણ કાબૂમાં લઈ શકાયી નથી. હાલ પણ આગના બાકી રહેલા હોટસ્પોટ્સને બુઝાવવા માટે ચાર ફાયર ફાઇટરો સ્થળ પર તૈનાત રાખવામાં આવ્યા છે અને સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ ગોડાઉનમાં બળીને ખાખ થયેલી મગફળીનો જથ્થો બહાર કાઢવા માટે હિટાચી મશીનની મદદથી કામગીરી હાથ ધરવામાં આવી છે. શરૂઆતમાં 10 ફાયર ફાઇટરોને બોલાવાયા, હાલ 4 ટીમો સ્થળ પર માહિતી અનુસાર, તા. 4 જુલાઈના રોજ બપોરે અંદાજે દોઢ વાગ્યે ગોડાઉનમાં સંગ્રહિત મગફળીના જથ્થામાં આગ ભભૂકી હતી. ઘટનાની જાણ થતાં મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગ ઉપરાંત રાજકોટ, જામનગર અને વાંકાનેરથી કુલ 10 ફાયર ફાઇટરોને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. આગ પર આંશિક કાબૂ મેળવ્યા બાદ છ ફાયર ફાઇટરોને પરત મોકલવામાં આવ્યા હતા, પરંતુ આગ સંપૂર્ણપણે બુઝાઈ ન હોવાથી હજુ ચાર ફાયર ફાઇટરો સ્થળ પર રહી કામગીરી કરી રહ્યા છે. ચીફ ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, બળી ગયેલો માલ સંપૂર્ણપણે હટાવવામાં હજુ બે દિવસ જેટલો સમય લાગી શકે છે. રૂ. 44.46 કરોડથી વધુ કિંમતની મગફળીનો જથ્થો ગોડાઉનમાં હતો અધિકારીઓના જણાવ્યા મુજબ, ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદવામાં આવેલી 35 કિલોની કુલ 1,59,581 ગુણી મગફળીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 44,46,31,899 જેટલી થાય છે. આગમાં મોટા પ્રમાણમાં મગફળી બળીને ખાખ થઈ ગઈ હોવાનું માનવામાં આવે છે. એફએસએલ અને પોલીસ દ્વારા આગના કારણોની તપાસ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે એફએસએલની ટીમ તેમજ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એસ. ઘેટીયા અને તેમની ટીમ દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ આગ લાગવાના કારણો અને નુકસાન અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક કિમી પીછો કરી પકડ્યો:પેરોલ જમ્પ કરનાર હત્યાના કેસમાં દોષિત કેદી કાલોલના ખેતરોમાંથી ઝડપાયો, પત્નીને માનસિક અને શારીરિક ત્રાસ આપી મોતને ઘાટ ઉતારી હતી
    Next Article
    Why Sam Altman is the Most Dangerous CEO in the World | OpenAI

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment