Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ભાજપનાં નેતાની દાદાગીરી:માયાણી ચોક નજીક ડ્રેનેજની કામગીરી કરતા મનપાનાં કર્મચારીને ગીરીશ પરમારે કહ્યું- 'અમે તારા બાપ છીએ અને અમે તારા દાદા પણ છીએ' !

    9 hours ago

    રાજકોટમાં ભાજપનાં નેતા સરકારી કર્મચારીઓ પર રોફ જમાવીને ધમકાવતા હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના એક ફરજ પરના કર્મચારીને ભાજપના અગ્રણી નેતા ગીરીશ પરમાર દ્વારા જાહેરમાં ધમકી આપવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં ગીરીશ પરમાર મનપાનાં કર્મચારીને કહે છે કે, 'અમે તારા બાપ છીએ અને અમે તારા દાદા પણ છીએ' ! આ ઘટનાને પગલે કોર્પોરેશનના કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને રાજકીય વર્તુળોમાં પણ આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. જોકે દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં શહેર ભાજપ પ્રમુખએ આ મામલે ત્વરિત તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. પ્રાપ્ત વિગત મુજબ, આ સમગ્ર ઘટના રાજકોટના માયાણી ચોક નજીકની છે. ત્યાં રાજકોટ મનપાની ટીમ દ્વારા ડ્રેનેજ એટલે કે ભૂગર્ભ ગટર લાઈનના સમારકામ અથવા સફાઈની કામગીરી ચાલી રહી હતી. RMC ના કર્મચારીઓ પોતાની નિયમિત સરકારી ફરજ બજાવી રહ્યા હતા તે દરમિયાન જિલ્લા ભાજપના આગેવાન ગીરીશ પરમાર કોઈ કારણોસર અચાનક ત્યાં આવી પહોંચ્યા હતા. તેમજ ત્યાં હાજર કર્મચારી સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી હતી અને પોતાની સત્તાનો દુરુપયોગ કરીને કર્મચારી પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ભાજપ નેતા ગીરીશ પરમાર તમામ મર્યાદાઓ ઓળંગીને કર્મચારી પર ગુસ્સે થતા સ્પષ્ટપણે જોવા મળે છે. તેઓ વીડિયોમાં સરકારી કર્મચારીને ધમકાવતા ખૂબ જ તોછડા અને અસભ્ય શબ્દોમાં કહી રહ્યા છે કે, "તું મને ઓળખે છે? અમે તારા બાપ છીએ અને અમે તારા દાદા પણ છીએ." જવાબદાર પક્ષના પદાધિકારી દ્વારા સરકારી કર્મચારીને આ પ્રકારે તુચ્છકારીને અને સત્તાના નશામાં ધમકી આપવામાં આવતા ત્યાં હાજર સ્થાનિક લોકોમાં પણ ભારે આશ્ચર્ય અને આઘાત ફેલાઈ ગયો હતો. આ પછી ગીરીશ પરમારને ઓળખતા અન્ય કોઈ નાગરિકે પહોંચ્યા હતા. અને મામલો થાળે પાડ્યો હતો. જોકે આ સમયે ત્યાં હાજર કોઈ વ્યક્તિએ આ સમગ્ર ઘટનાને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી, જે હવે વાયરલ થઈ છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. વિપક્ષ અને સામાન્ય નાગરિકોમાં પણ સત્તાધારી પક્ષના નેતાની દાદાગીરી સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો રહ્યો છે. આ મામલે મનપાનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવે તેવી પણ શક્યતા છે. ત્યારે શિસ્તબદ્ધ ગણાતા ભાજપના મોવડી મંડળ દ્વારા પોતાના નેતાના આવા ગેરવર્તન અંગે શું પગલાં લેવાશે, તે અંગે પણ અનેકવિધ ચર્ચાએ જોર પકડ્યું છે. દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં ભાજપનાં શહેર પ્રમુખ માધવ દવેએ જણાવ્યું હતું કે, આ વીડિયો હાલમાં જ મારા ધ્યાનમાં આવ્યો છે. હાલમાં ગીરીશ પરમાર પક્ષમાં કોઈપણ સત્તાવાર હોદ્દા પર કાર્યરત નથી. અગાઉ તેઓ જિલ્લામાં અને પ્રદેશ કક્ષાના સંગઠનમાં હોદ્દા પર રહી ચૂક્યા છે, પરંતુ વર્તમાન સમયમાં તેમની પાસે કોઈ હોદ્દો નથી. છતાં આ મુદ્દે તેમને રૂબરૂ બોલાવી આ મામલે ખુલાસો પૂછવામાં આવશે. તેમજ કોઈપણ કર્મચારી સાથે આવી રીતે વાત નહીં કરવાની સૂચનાઓ પણ આપી દેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો મોટો નિર્ણય:પાટણ અને મહેસાણા જિલ્લાની 17 કોલેજોનું જોડાણ રદ, નવા એડમિશન પર પ્રતિબંધ
    Next Article
    UKની પાર્લામેન્ટમાં વડોદરાની ઈન્ડસ્ટ્રીઝને સન્માન મળ્યું:ગ્રીન એનર્જી ક્ષેત્રે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનનો એવોર્ડ મળ્યો, 57 હજાર કાર્બન ક્રેડિટ પ્રાપ્ત કરીને વૈશ્વિક સ્તરે મળ્યું સન્માન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment