Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    UKની પાર્લામેન્ટમાં વડોદરાની ઈન્ડસ્ટ્રીઝને સન્માન મળ્યું:ગ્રીન એનર્જી ક્ષેત્રે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનનો એવોર્ડ મળ્યો, 57 હજાર કાર્બન ક્રેડિટ પ્રાપ્ત કરીને વૈશ્વિક સ્તરે મળ્યું સન્માન

    9 hours ago

    વડોદરાની ગ્રીન ફ્યુઅલ અને બાયોડીઝલ ઉત્પાદક કોટ્યાર્ક ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને UKની પાર્લામેન્ટમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ગ્રીન એનર્જી ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ, લંડન દ્વારા UKની પાર્લામેન્ટમાંરા સન્માનિત કરવામાં આવી છે. કંપનીએ વર્ષ 2023માં બાયોડીઝલ ઉત્પાદન માટે 57 હજારથી વધુ કાર્બન ક્રેડિટ પ્રાપ્ત કરી વિશ્વમાં આગવી સિદ્ધિ હાંસલ કરી હતી. 1996માં બાયોફ્યુઅલ ક્ષેત્રમાં કાર્યની શરૂઆત કરી હતી વડોદરા શહેરની કોટ્યાર્ક ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ગ્રીન એનર્જી ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ, લંડન દ્વારા હાઉસ ઓફ કોમન્સ, યુકે પાર્લામેન્ટ ખાતે યોજાયેલા સમારોહમાં સન્માનિત કરવામાં આવી હતી. કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર ગૌરાંગ શાહે જણાવ્યું હતું કે, તેમના પિતાએ વર્ષ 1996માં બાયોફ્યુઅલ ક્ષેત્રમાં કાર્યની શરૂઆત કરી હતી. 57 હજારથી વધુ કાર્બન ક્રેડિટ મેળવ્યા હતા વર્ષ 2023માં કોટ્યાર્ક ઈન્ડસ્ટ્રીઝ વિશ્વની પ્રથમ એવી કંપની બની હતી, જેણે બાયોડીઝલ ઉત્પાદન માટે 57 હજારથી વધુ કાર્બન ક્રેડિટ મેળવ્યા હતા. તેમણે જણાવ્યું કે, કંપનીના ઉત્પાદન દરમિયાન અંદાજે 25 લાખ વૃક્ષોના જતનથી જેટલો કાર્બન ડાયોક્સાઇડ ઓછો થાય એટલો કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં સફળતા મળી હતી. ગ્રીન એનર્જી ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન તેમણે વધુમાં જણાવ્યું કે, હાલ કંપની રાજસ્થાનમાં બાયોફ્યુઅલ માટે જરૂરી કાચા માલનું ઉત્પાદન થાય તે હેતુથી વિશાળ પાયે વૃક્ષારોપણ પણ કરી રહી છે. કંપનીના પર્યાવરણલક્ષી પ્રયાસો અને ગ્રીન એનર્જી ક્ષેત્રે નોંધપાત્ર યોગદાનને ધ્યાનમાં રાખીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ, લંડન દ્વારા આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ પ્રસંગે કંપનીના હોલટાઈમ ડાયરેક્ટર ધ્રુતિ શાહ તથા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ભાવિની શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં ભાજપનાં નેતાની દાદાગીરી:માયાણી ચોક નજીક ડ્રેનેજની કામગીરી કરતા મનપાનાં કર્મચારીને ગીરીશ પરમારે કહ્યું- 'અમે તારા બાપ છીએ અને અમે તારા દાદા પણ છીએ' !
    Next Article
    असम के 676 सरकारी स्कूलों में नहीं है बिजली, 283 स्कूलों में लड़कों के लिए शौचालय भी नहीं: शिक्षा मंत्री

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment