Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિસ્માર રસ્તાઓથી જનતા પરેશાન:વડોદરાના ગાજરાવાડીમાં છાશવારે રોડ ઉબડખાબડ બનતા રોષ, કોંગ્રેસના કોર્પોરેટરે કહ્યું, એસી કેબિનમાં બેસીને કામ ન કરો

    2 days ago

    વડોદરા શહેરના વોર્ડ નંબર 14 માં આવેલા ગાજરાવાડી વિસ્તારમાં રસ્તાઓની બિસ્માર હાલતને કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગાજરાવાડી પાણીની ટાંકી અને ગણપતિ મંદિર પાસેના મુખ્ય રસ્તાઓ પર વારંવાર મોટા-મોટા ખાડા પડી જવાની સમસ્યા વકરી છે. સામાન્ય વરસાદમાં જ રોડ પર ખાડેખાડા ચોમાસાની શરૂઆતમાં સામાન્ય વરસાદી ઝાપટાં પડતાં જ તંત્ર દ્વારા કરોડોના ખર્ચે બનાવાયેલા ડામરના રસ્તાઓ ધોવાઈ જાય છે અને સમગ્ર માર્ગ બિસ્માર બની જાય છે. કોર્પોરેશન દ્વારા દર વખતે માત્ર ઉપરછલ્લું થીગડું મારીને સંતોષ માની લેવામાં આવે છે, પરંતુ યોગ્ય લેવલિંગ વિના થતી આ નબળી કામગીરીના કારણે સામાન્ય વરસાદમાં પણ રસ્તાઓ ફરીથી મગરની પીઠ જેવા બની જાય છે. આ પ્રકારના ભ્રષ્ટાચાર અને બેદરકારીભર્યા કામને લીધે પ્રજાના ટેક્સના પૈસાનો ખુલ્લેઆમ વેડફાટ થઈ રહ્યો હોવાનો આક્રોશ સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે. ખાડામાં પાણી ભરાતા અકસ્માતનો ભય બિસ્માર રસ્તાઓ અને તેમાં ભરાતા વરસાદી પાણીના કારણે આ વિસ્તારમાં અકસ્માતનો ભય સતત તોળાતો રહે છે. પાણી ભરાવાને લીધે વાહનચાલકોને રસ્તા પરના ખાડાઓનો અંદાજ આવતો નથી, જેને કારણે દરરોજ અનેક વાહનચાલકો વાહન સાથે પટકાય છે. આ જીવલેણ ખાડાઓને લીધે લોકોને નાની-મોટી અને ગંભીર ઈજાઓ થવાના કિસ્સાઓ રોજિંદા બન્યા છે. એટલું જ નહીં, આ ખખડધજ રસ્તાઓ પરથી સતત પસાર થવાને કારણે વાહનચાલકોમાં કમર અને મણકાની ગંભીર તકલીફો તેમજ શારીરિક રોગોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ખાડાના કારણે વાહનોને પણ નુકસાન આ સાથે જ ખાડાઓમાં પટકાવાને કારણે વાહનોના સ્પેરપાર્ટ્સ તૂટી જવાથી નાગરિકોને મોટું આર્થિક નુકસાન પણ વેઠવું પડી રહ્યું છે. સ્થાનિક લોકો શારીરિક અને આર્થિક એમ બંને રીતે પીસાઈ રહ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગાજરાવાડીના રહીશોએ અને વોર્ડ 14ના કોંગ્રેસના નગરસેવકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર સમક્ષ લેખિતમાં ઉગ્ર રજૂઆતો કરી છે. પાકો ડામર રોડ બનાવવા માગ સ્થાનિકોની મુખ્ય માંગ છે કે રસ્તાઓનું માત્ર કામચલાઉ રિપેરિંગ કરવાને બદલે વૈજ્ઞાનિક અને યોગ્ય પદ્ધતિથી રોડનું નિર્માણ કરવામાં આવે. ડામરનું થીગડું મારતા પહેલાં માટીવાળા ભાગમાં પથ્થરના રોડા નાખી, રોલર ફેરવીને પ્રોપર લેવલિંગ કરવામાં આવે અને ત્યારબાદ જ પાકો ડામર રોડ બનાવવામાં આવે જેથી તે લાંબો સમય સુધી ટકી રહે. એસી કેબિનોમાંથી બહાર નીકળી કામ કરવા માગ વોર્ડ 14ના કોંગ્રેસના કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટે મ્યુનિસિપલ કમિશનર સામે સીધો આક્રોશ ઠાલવતા જણાવ્યું છે કે, કમિશનર માત્ર એસી કેબિનમાં બેસીને ભાષણો કે ઇન્ટરવ્યૂ આપવાનું બંધ કરે અને જાતે વોર્ડ નંબર 14 ની ગ્રાઉન્ડ ઝીરો પર મુલાકાત લે. તંત્રના ઉચ્ચ અધિકારીઓ જાતે આવીને આ હલકી કક્ષાની કામગીરીનું નિરીક્ષણ કરે અને વહેલી તકે રસ્તાઓનું કાયમી સમારકામ કરાવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.
    Click here to Read More
    Previous Article
    સ્ટેન્ડિંગ કમિટીની નિરસ બેઠક!, 2.68 કરોડના વિકાસકામો મંજુર:લાયન સફારી પાર્ક નજીક અને કોર્પોરેશનનાં પ્લોટ્સમાં મિયાવાંકી પદ્ધતિથી 72,000 વૃક્ષો રોપાશે
    Next Article
    હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો મોટો નિર્ણય:પાટણ અને મહેસાણા જિલ્લાની 17 કોલેજોનું જોડાણ રદ, નવા એડમિશન પર પ્રતિબંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment