Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટેન્ડિંગ કમિટીની નિરસ બેઠક!, 2.68 કરોડના વિકાસકામો મંજુર:લાયન સફારી પાર્ક નજીક અને કોર્પોરેશનનાં પ્લોટ્સમાં મિયાવાંકી પદ્ધતિથી 72,000 વૃક્ષો રોપાશે

    2 days ago

    રાજકોટ મનપા કચેરી ખાતે આજે 8 જુલાઈ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જોકે માત્ર ત્રણ દરખાસ્તો સાથેની આ બેઠક નિરસ રહી હતી. બેઠકમાં શહેરના વિકાસ અને પર્યાવરણને લગતી દરખાસ્તો પર ચર્ચા-વિચારણા કર્યા બાદ રૂ. 2.68 કરોડથી વધુના ખર્ચની બે દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં પર્યાવરણની જાળવણી અને શહેરને હરિયાળું બનાવવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત મનપાના વિવિધ પ્લોટ ઉપરાંત લાયન સફારી પાર્કની આસપાસના વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. રૂ. 66.50 લાખથી વધુના ખર્ચે 72 હજાર કરતા વધુ વૃક્ષો રોપવાનો નિર્ણય લેવાયો છે. 72,000 વૃક્ષો વાવવા પાછળ રૂ. 66.55 લાખનો ખર્ચ મંજૂર આ વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત રૂ. 66.55 લાખના ખર્ચે 72,000 કરતા વધારે વૃક્ષોનું વાવેતર કરવાની દરખાસ્તને બહાલી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટના આંકડાકીય વિશ્લેષણ તરફ નજર કરીએ તો, 72,000 વૃક્ષો વાવવા પાછળ રૂ. 66.55 લાખનો ખર્ચ મંજૂર કરાયો છે, જેનો અર્થ એ થાય છે કે મહાનગરપાલિકા દ્વારા એક વૃક્ષના ઉછેર અને વાવેતર પાછળ સરેરાશ રૂ. 92.43 જેટલો અંદાજિત ખર્ચ કરવામાં આવશે. આ આયોજન પાછળ માત્ર વૃક્ષો વાવવાનો જ નહીં, પરંતુ તેના લાંબા ગાળાના ઉછેરનો એંગલ પણ સામેલ રાખવામાં આવ્યો છે. 68,000 વૃક્ષોનું વાવેતર જાપાનીઝ 'મિયાવાકી પદ્ધતિ'થી કરાશે પર્યાવરણને નવું જીવન આપવા માટે આ વખતે મનપા દ્વારા આધુનિક પદ્ધતિનો સહારો લેવામાં આવ્યો છે. કુલ 72,000 વૃક્ષોમાંથી 68,000 જેટલા વૃક્ષોનું વાવેતર જાપાનીઝ 'મિયાવાકી પદ્ધતિ'થી કરવામાં આવશે. આ પદ્ધતિની ખાસિયત એ છે કે તેનાથી ખૂબ ટૂંકા ગાળામાં ગીચ જંગલ તૈયાર કરી શકાય છે અને છોડનો વિકાસ સામાન્ય કરતાં ઘણો ઝડપી થાય છે. આ સિવાય અન્ય 4,000 વૃક્ષો પરંપરાગત અને નિયમિત પદ્ધતિથી રોપવામાં આવશે, આમ કુલ મળીને 72,000 વૃક્ષોથી રાજકોટના પર્યાવરણને હરિયાળું બનાવવામાં આવશે. બેઠકમાં કુલ 3 દરખાસ્તો રજૂ કરવામાં આવી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે, આજની બેઠકમાં કુલ 3 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ દરખાસ્ત ફાયર બ્રિગેડના સાપ્તાહિક રિપોર્ટ અંગેની હતી, જ્યારે બીજી મહત્વની દરખાસ્ત રાજકોટ શહેરના જુદા જુદા ટીપી સ્કીમના પ્લોટો તેમજ લાયન સફારી પાર્ક ખાતે આવેલી ખુલ્લી જગ્યાઓમાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવા બાબતની હતી. આ ઉપરાંત ત્રીજી દરખાસ્ત માધાપર ખાતે આવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)ની મેઇન્ટેનન્સની કામગીરી આપવા અંગેની હતી. આ બેઠકમાં કોઈ પણ પ્રકારની અર્જન્ટ દરખાસ્ત લાવવામાં આવી નહોતી અને નિયમિત દરખાસ્તોને યોગ્ય ચર્ચા બાદ મંજૂરી આપી દેવાઈ છે. ‘આ સમગ્ર પ્રોજેક્ટ માટે 1 વર્ષનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો’ વૃક્ષોની પસંદગી અંગે વિગત આપતા પરેશ પીપળીયાએ ઉમેર્યું હતું કે, મિયાવાકી પદ્ધતિમાં એવા વૃક્ષો પસંદ કરાશે જે ઝડપથી જંગલ જેવું સ્વરૂપ ધારણ કરી શકે અને જેની વૃદ્ધિ ખૂબ જ ઝડપી હોય. આ વૃક્ષો સ્થાનિક વાતાવરણને અનુકૂળ હોય તેવા જ રાખવામાં આવશે. સામાન્ય વૃક્ષારોપણમાં પણ એવા છોડ પસંદ કરાશે જે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે અને શહેરમાં પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય. આ સમગ્ર પ્રોજેક્ટ માટે 1 વર્ષનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. આ વૃક્ષો માત્ર વાવીને છોડી દેવામાં નહીં આવે, પરંતુ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થાને આગામી 4 વર્ષ સુધી વૃક્ષોની જાળવણી અને ઉછેરની જવાબદારી સોંપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. ચોમાસામાં ઓફિસે આવતા પહેલા પોતાના વોર્ડની મુલાકાત લેવા અધિકારીઓને આદેશ રાજકોટમાં ચોમાસાની શરૂઆત થતાં જ રોડ-રસ્તા પર સર્જાયેલી સમસ્યાઓને પગલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બાદ મેયર ડો. નેહલ શુકલએ કમિશનર તુષાર સુમેરાની હાજરીમાં તમામ ડેપ્યુટી કમિશનરો, આસિસ્ટન્ટ કમિશનરો અને શાખા અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક યોજી હતી. બેઠકમાં ચોમાસાની ઋતુ દરમિયાન શહેરીજનોને હાલાકી ન ભોગવવી પડે તે માટે મેયરે તમામ અધિકારીઓને ઓફિસે આવતા પહેલા પોતાના તાબા હેઠળના વોર્ડમાં આંટો મારી, સમસ્યાનો નિકાલ કરીને જ ઓફિસે આવવાનો કડક આદેશ આપ્યો છે. ખાસ કરીને વરસાદમાં રોડ તૂટવા કે કાદવ-કીચડ થવાની ફરિયાદો વાળા વિસ્તારોમાં યુદ્ધના ધોરણે મેટલિંગ કામગીરી કરવા સૂચના અપાઇ છે. અધિકારીઓએ કરેલી કામગીરી અંગે દર અઠવાડિયે રિવ્યુ બેઠક યોજાશે. આ ઉપરાંત, આગામી 12 જુલાઈના રોજ અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે યોજાનારા વૃક્ષારોપણ કાર્યક્રમને સમાંતર રાજકોટમાં પણ મંજૂર થયેલા 11 સ્થળો પર ધનિષ્ઠ વૃક્ષારોપણનો પ્રારંભ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં AAP નેતાના આપઘાતમાં નવો વણાંક:નંદનીની આત્મહત્યા નહીં હત્યા થયાનો પરિવારનો આક્ષેપ : મૈત્રી કરારથી રહેતા અન્ય ધર્મના શખસ, તેની પત્ની, સાસુને ફાંસીની સજા કરવાની માંગ
    Next Article
    બિસ્માર રસ્તાઓથી જનતા પરેશાન:વડોદરાના ગાજરાવાડીમાં છાશવારે રોડ ઉબડખાબડ બનતા રોષ, કોંગ્રેસના કોર્પોરેટરે કહ્યું, એસી કેબિનમાં બેસીને કામ ન કરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment