Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં AAP નેતાના આપઘાતમાં નવો વણાંક:નંદનીની આત્મહત્યા નહીં હત્યા થયાનો પરિવારનો આક્ષેપ : મૈત્રી કરારથી રહેતા અન્ય ધર્મના શખસ, તેની પત્ની, સાસુને ફાંસીની સજા કરવાની માંગ

    2 days ago

    રાજકોટમાં આમ આદમી પાર્ટીની મહિલા નેતા નંદની બોસમિયાના આપઘાતના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. જેતપુર તાલુકાના નવાગઢ ખાતે રહેતા નંદનીના પરિવારજનોએ મીડિયા સમક્ષ આવી ગંભીર આક્ષેપ કર્યો છે કે, નંદનીએ આપઘાત કર્યો નથી પરંતુ તેની હત્યા કરવામાં આવી છે. નંદનીના પિતાએ જણાવ્યું કે, નંદની જેની સાથે મૈત્રી કરારથી રહેતી હતી તે અસલમ સમા ઉપરાંત અસલમની પત્ની ઝરીના ઉર્ફે ભૂકંપ તેમજ અસલમના સાસુ ગુડ્ડી પુત્રીના મોત માટે જવાબદાર છે. આ કેસમાં સંડોવાયેલા આ ત્રણેય આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવે. પરિવારનો આક્ષેપ છે કે, નંદનીના મૃત્યુ બાદ મુખ્ય આરોપી અસ્લમ અને તેના પરિવારજનોએ પોતાના વિસ્તારમાં પેંડા વહેંચીને ઉજવણી કરી હતી. વારંવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા બાદ પણ પોલીસ ફરિયાદ લેવામાં આવતી ન હતી પરંતુ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકર્તાઓની મદદના કારણે જ તાલુકા પોલીસે ફરિયાદ લીધી હોવાનું તેમણે જણાવ્યું હતું. FIR બાદ ત્રણેય આરોપીની ધરપકડ થઈ અને હાલ તેઓ જેલ હવાલે છે. નંદનીના પિતા આનંદભાઈ બોસમીયાએ જણાવ્યુ હતુ કે, હું નવાગઢનો રહેવાસી છું અને નંદનીના પપ્પા છું.મારી માંગ એટલી જ છે કે અન્ય ધર્મના શખસ દ્વારા મારી દીકરીને મારી નાખવામાં આવેલી છે. એનો મને ન્યાય મળે અને જેટલા આરોપીઓ છે એને ફાંસીની સજા મળે એવી અપેક્ષા હું સરકાર અને કોર્ટ પાસે રાખું છું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બનાવમાં એવું હતું કે જ્યારે મારી દીકરીને મારી નાખવામાં આવી ત્યારે મારી નાની દીકરીને જાણ થઈ ત્યારે અમે અહીંયા રાજકોટ આવ્યા પરંતુ નંદિની મૃત હાલતમાં અમને મળી. જે બાદ અમે તેનું ફોરેન્સિક પીએમ કરાવેલું છે હાલ.પછી અવારનવાર હું પોલીસ તંત્ર પાસે જતો ત્યારે એ લોકો એવું કહેતા કે તપાસ ચાલુ છે. કોઈ જાતનો ગુનો દાખલ થતો નહોતો. ત્યારબાદ અમે જ્યારે અમારી દીકરીનું પાણીઢોળ હતું ત્યારે આ વિધર્મીઓએ તેના વિસ્તારમાં પેંડા વહેંચ્યા અને એવું કીધું કે મેં હિન્દુની દીકરીને મારી નાખી છે. મારું શું કરી લીધું? જે પછી મારી છોકરીએ રીલ્સ જોઈ અને અમે વિશ્વ હિન્દુ પરિષદનો સંપર્ક કર્યો. એમાં જે હેલ્પલાઇન નંબર હતો તેમાં ફોન કરતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળવાળાઓએ તાત્કાલિક અમને અહીંયા રાજકોટ કાર્યાલયે બોલાવ્યા અને એવું કીધું કે 'એ તમારી દીકરી નથી, વિશ્વ હિન્દુ પરિષદની દીકરી છે.' તે પછી હાલ અત્યાર સુધી જે કાંઈ અમારી સાથે થયું, ત્યારે અહીંના અગ્રણીઓ જે હતા વિશ્વ હિન્દુ પરિષદના, તેને અમને સીપી સાહેબને મળાવ્યા, ડીસીપી સાહેબને મળાવ્યા તથા તાલુકા પીઆઈને મળાવ્યા અને તાત્કાલિક એફઆઈઆર કરાવી અને આરોપીઓની અટક કરાવી અને અત્યારે હાલ એ જેલ હવાલે છે. અમારી માંગણી એ જ છે કે એને કઠોરમાં કઠોર સજા મળે. જેથી જે બીજા આવા લોકો છે એને જ્ઞાન આવે અને હિન્દુ દીકરીઓને મારતા પહેલા કે આવી જાળમાં ફસાવતા પહેલા એ સતર્ક થઈ જાય. એ લોકો ત્યાંના સ્થાનિક બુટલેગરો છે. જૂનાગઢ વિસ્તારમાં એનું પોલીસ તંત્રમાં સારું ચાલે છે. કેમકે આની પહેલા જ્યારે બનાવ બન્યો હતો, નંદનીને માથામાં અને ગાલે છરી મારેલી હતી ત્યારે અમે સી-ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરી હતી. પણ એની માથે 151ની એક્શન લઈ અને છોડી દીધા હતા. કેમકે એ લોકો ત્યાંના મેઈન સ્થાનિક બુટલેગરો છે ને સિસ્ટમમાં જોડાયેલા છે. તેમણે અંતમાં જણાવ્યું હતું કે, મારી દીકરી એની સાથે મૈત્રી કરાર રિલેશનશિપમાં નવ મહિનાથી હતી. દિવાળીના વેકેશનમાં મૈત્રી કરાર કરીને હાજર થયા હતા. તે પછી તે લોકો જૂનાગઢ રહેતા હતા. જ્યારે નંદનીની બહેન રૂપલબેને જણાવ્યુ હતુ કે, મારી એક જ માનવી છે કે આ ત્રણેય આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ અને બીજી કોઈ દીકરીઓ સાથે આવું ન થાય. મારી બેન મને ઘણી વખત કહેતી કે અસલમ અને તેની ઘરવાળી મને મારી નાખશે. પહેલા અમને પોલીસ સ્ટેશન ખાતે ધક્કા ખવડાવવામાં આવતા હતા અને ફરિયાદ લેવામાં આવતી ન હતી પરંતુ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા અમારી CP અને DCP સાહેબ સાથે મુલાકાત કરાવડાવ્યા બાદ અમારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં આવી. જે બાદ આરોપીની ધરપકડ થઈ અને તેને જેલહવાલે કરવામાં આવ્યા. હું મારી પત્ની સાથે રિલેશનમાં નથી તેમ કહી અસલમે મારી બહેનને ભોળવી લીધી હતી. નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી ચૂકેલી 23 વર્ષીય નંદની બોસમીયાના આપઘાત કેસમાં રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે BNS ની કલમ 108, 351(2), 54 સહિતની કલમ અંતર્ગત અસલમ સમા, અસલમની પત્ની ઝરીના ઉર્ફે ભૂકંપ તેમજ અસલમના સાસુ ગુડ્ડી સહિતના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. ગત 22 જૂન 2026 ના રોજ રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા આંગન રેસીડેન્સી નામના એપાર્ટમેન્ટના સી વીંગના ફ્લેટ નંબર 501માં નંદની બોસમિયા દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો હતો. આપઘાત કરી લીધાના 15 દિવસ બાદ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અગાઉ સમગ્ર મામલે રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન ખાતે BNSS ની કલમ 194 મુજબ અકસ્માત મોત રજીસ્ટર્ડ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજ્યમાં માછીમારોને ડીઝલ વેટમાં પ્રતિ લિટર રૂ. 15ની રાહત મળશે:બોટની 20 મીટર લંબાની મર્યાદાને દૂર, 18,000થી વધુ ફિશિંગ બોટને ફાયદો, કેબિનેટમાં નિર્ણય
    Next Article
    સ્ટેન્ડિંગ કમિટીની નિરસ બેઠક!, 2.68 કરોડના વિકાસકામો મંજુર:લાયન સફારી પાર્ક નજીક અને કોર્પોરેશનનાં પ્લોટ્સમાં મિયાવાંકી પદ્ધતિથી 72,000 વૃક્ષો રોપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment