Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં માછીમારોને ડીઝલ વેટમાં પ્રતિ લિટર રૂ. 15ની રાહત મળશે:બોટની 20 મીટર લંબાની મર્યાદાને દૂર, 18,000થી વધુ ફિશિંગ બોટને ફાયદો, કેબિનેટમાં નિર્ણય

    2 days ago

    રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદ અને તેના કારણે સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે આજે (8 જુલાઈ )ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં માછીમારોના હિતમાં એક મહત્વનો નિર્ણય લેતા બોટ માલિકોને પ્રતિ લીટર ₹15 લેખે ડીઝલ વેટ રાહત આપવાની મંજૂરી આપવામાં આવી છે. આ યોજનામાં સરકારે અગાઉની બોટની 20 મીટરની લંબાઈની મર્યાદા દૂર કરી દીધી છે, જેના કારણે હવે 18,000થી વધુ ફિશિંગ બોટોને સીધો આર્થિક ફાયદો થશે. આ સુધારાથી નાના-મોટા તમામ માછીમારોને મોટી રાહત મળશે અને મત્સ્યોદ્યોગને વેગ મળશે. ઉલ્લેખનીય છે કે, પહેલા 20 મીટરની મર્યાદામાં પ્રતિ લિટર મહત્તમ રૂપિયા 15 સુધીની વેટ રાહત મળતી હતી, હવે 20 મીટરની મર્યાદા દૂર કરવામાં આવી છે એટલે હવે 8 હજારથી વધુ બોટ ધારકોને લાભ મળશે. ડીઝલ પર વેટ રાહત આપવાની યોજનામાં સુધારો, 20 મીટરની મર્યાદા દૂર જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, માછીમારોની યાંત્રિક બોટમાં વપરાતા ડીઝલ પર વેટ રાહત આપવાની યોજનામાં મહત્વપૂર્ણ સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉના નિયમ મુજબ આ યોજનાનો લાભ માત્ર 20 મીટરથી ઓછી લંબાઈ ધરાવતી યાંત્રિક બોટોને જ મળતો હતો. હવે માછીમાર સમુદાયના વ્યાપક હિતમાં આ 20 મીટરની મર્યાદાને સંપૂર્ણપણે દૂર કરવાનો નિર્ણય લેવાયો છે. આ સુધારાના પરિણામે હવે રાજ્યની ડીપ-સી બોટો સહિત તમામ યાંત્રિક ફિશિંગ બોટો આ યોજનાનો લાભ મેળવી શકશે. આ લાભ મેળવવા માટે જે-તે ફિશિંગ બોટની નોંધણી 'રિયલ ક્રાફ્ટ પોર્ટલ' પર થયેલી હોવી જોઈએ તેમજ બોટ પાસે માન્ય ફિશિંગ લાયસન્સ હોવું અનિવાર્ય છે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી રાજ્યની નોંધાયેલી 18,000થી વધુ યાંત્રિક ફિશિંગ બોટો હવે ડીઝલ વેટ રાહત મળશે. ‘વેટની રકમ રૂ. 15 કરતાં ઓછી હશે, તો તે મુજબ સબસિડી મળશે’ વધુમા વાઘાણીએ કહ્યું હતું કે, આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી તમામ યાંત્રિક બોટોને સરકાર દ્વારા 'ડીઝલ કાર્ડ' આપવામાં આવશે. નાના, મધ્યમ અને મોટા—તમામ વર્ગના માછીમારોને આ સમાન લાભ મળવાને કારણે તેમના ડીઝલના દૈનિક ખર્ચમાં મોટો ઘટાડો થશે, જેનાથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને આવકમાં નોંધપાત્ર વધારો થશે. હજુ પણ જે માછીમાર બંધુઓને રિયલ ક્રાફ્ટ પોર્ટલ પર નોંધણી અથવા ફિશિંગ લાયસન્સ મેળવવાનું બાકી હોય તો તે પૂર્ણ કરવા વાઘાણીએ અનુરોધ કર્યો છે. CM આવતીકાલે સુરત અને વલસાડમાં સમીક્ષા કરશે બેઠકમાં થયેલી ચર્ચા અંગે માહિતી આપતાં જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ બેઠક દરમિયાન સમગ્ર રાજ્યમાં પ્રવર્તી રહેલી વરસાદી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. પ્રવર્તમાન વરસાદી પરિસ્થિતિનો પ્રત્યક્ષ તાગ મેળવવા, અસરગ્રસ્તોની સ્થિતિ જાણવા અને રાહત-બચાવ કામગીરીનું જાત નિરીક્ષણ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સુરત અને વલસાડ જિલ્લાની રૂબરૂ મુલાકાત લેશે. આ ઉપરાંત, મુખ્યમંત્રીએ રાજ્યના તમામ વરસાદગ્રસ્ત વિસ્તારોમાં જે-તે જિલ્લાના સ્થાનિક મંત્રીઓ તેમજ પ્રભારી મંત્રીઓને સ્થળ મુલાકાત લેવા આદેશ કર્યો છે. વહીવટી તંત્રની સજ્જતા અને આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓની વ્યક્તિગત સ્તરે સમીક્ષા કરવા માટે પણ મંત્રીઓને ખાસ સૂચના આપવામાં આવી છે. ‘EV ચાર્જિંગ સ્ટેશન’ અંગેની પોલિસી તૈયાર કરવા સૂચના વાઘાણીએ વધુમા કહ્યું હતું કે, રાજ્યમાં પર્યાવરણ અનુકૂળ પરિવહનને વેગ આપવાના ઉદ્દેશ્યથી ગુજરાત માટે એક સુદ્રઢ અને સર્વગ્રાહી ‘EV ચાર્જિંગ સ્ટેશન’ અંગેની પોલિસી તૈયાર કરવા માટે સંબંધિત અધિકારીઓને ખાસ સૂચના આપી છે. આ પોલિસી આવનારા સમયમાં રાજ્યમાં ગ્રીન એનર્જી અને ઈલેક્ટ્રિક વ્હીકલ્સના વપરાશને વધુ સરળ અને વ્યાપક બનાવશે. 11 મૃતકોને મંત્રીમંડળે શોકાંજલિ અર્પણ કરી રાજ્યમાં સર્જાયેલી ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે દીવાલ કે વૃક્ષ ધરાશાયી થવા તથા વીજળી પડવા જેવા વિવિધ કારણોસર અકાળે મૃત્યુ પામેલા 11 લોકોને મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળ દ્વારા ભાવપૂર્ણ શોકાંજલિ અર્પણ કરી હતી. મંત્રીમંડળે આ દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને તેમના શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી હતી. વિવિધ વિભાગોને જરૂરી માર્ગદર્શન રાજ્યમાં સ્વચ્છતા અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે કેબિનેટ બેઠકમાં વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. વરસાદ બાદ સ્વચ્છતા જાળવવા અને આરોગ્ય સંબંધિત પડકારોને પહોંચી વળવા માટે વિવિધ વિભાગોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    પુણેમાં ઈમારત પર કચરાનો પહાડ ધસી પડ્યો, 16 લોકો દટાયા:સુરતમાં વરસાદનો 85 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, 36 કલાકમાં 19 ઇંચ વરસાદ; મુંબઈમાં વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા
    Next Article
    રાજકોટમાં AAP નેતાના આપઘાતમાં નવો વણાંક:નંદનીની આત્મહત્યા નહીં હત્યા થયાનો પરિવારનો આક્ષેપ : મૈત્રી કરારથી રહેતા અન્ય ધર્મના શખસ, તેની પત્ની, સાસુને ફાંસીની સજા કરવાની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment