Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુણેમાં ઈમારત પર કચરાનો પહાડ ધસી પડ્યો, 16 લોકો દટાયા:સુરતમાં વરસાદનો 85 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, 36 કલાકમાં 19 ઇંચ વરસાદ; મુંબઈમાં વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા

    2 days ago

    મહારાષ્ટ્રના પુણેમાં ભારે વરસાદને કારણે બુધવારે કચરાનો એક મોટો પહાડ ત્રણ માળની ઇમારત પર ધસી પડ્યો, જેનાથી તે ઇમારત ધરાશાયી થઈ ગઈ. આશંકા છે કે કાટમાળ નીચે 16 લોકો દબાયેલા છે. બચાવ કામગીરી ચાલી રહી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ (PTI) એ અહેવાલ આપ્યો છે કે પુણેના પિંપરી-ચિંચવડ વિસ્તારમાં કચરાનો પહાડ નજીકની વેસ્ટ મેનેજમેન્ટની ઇમારત પર પડ્યો હતો. સુરતમાં 36 કલાકમાં 11 થી 19 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે જ જુલાઈ 1941માં નોંધાયેલા 18 ઇંચ વરસાદનો 85 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યોછે. સૌથી વધુ 19 ઇંચ વરસાદ સરથાણામાં નોંધાયો હતો, ત્યારબાદ વરાછામાં 18.16 ઇંચ વરસાદ પડ્યો હતો. શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી; એક શોપિંગ મોલનો એક માળ પાણીમાં ડૂબી ગયો હતો અને રસ્તાઓ પર કારો તણાતી જોવા મળી હતી. પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લગભગ 2100 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. સુરત અને નવસારીમાં શાળા, કોલેજ અને આંગણવાડી બંધ રાખવામાં આવ્યા છે. લોકોને અત્યંત જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવા અપીલ કરવામાં આવી છે. પુણેમાં ઈમારત ધરાશાયી; 3 તસવીરો સુરતમાં આફતનો વરસાદ; 3 તસવીરો દિલ્હી-મુંબઈમાં ભારે વરસાદ, ઘણી ફ્લાઈટ્સને અસર દિલ્હી અને મુંબઈમાં થઈ રહેલા ભારે વરસાદની અસર ફ્લાઈટ્સ પર પણ પડી છે. ઘણી ફ્લાઈટ્સ મોડી પડી છે. ઇન્ડિગો, એર ઇન્ડિયા અને સ્પાઇસજેટે મુસાફરોને એરપોર્ટ જતાં પહેલાં ફ્લાઇટનું સ્ટેટસ ચેક કરવા અને થોડા વહેલા નીકળવાની સલાહ આપી છે. હવામાન વિભાગે દિલ્હી-એનસીઆરમાં 7 થી 9 જુલાઈ સુધી યલો એલર્ટ જાહેર કર્યું છે. અરુણાચલમાં પૂર-ભૂસ્ખલનથી 94 હજાર લોકો પ્રભાવિત અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદથી પૂર અને ભૂસ્ખલને 26 જિલ્લાના 94 હજારથી વધુ લોકોને પ્રભાવિત કર્યા છે. 4 લોકોના મોત થયા છે, 21 ઘાયલ છે અને 2 મહિલાઓ ગુમ છે. અહીં, કર્ણાટકના બેલગાવી અને શિવમોગ્ગામાં આજે શાળાઓ અને આંગણવાડીઓ બંધ રહેશે. દેશભરમાંથી હવામાનની 5 તસવીરો… દેશભરના હવામાન સંબંધિત અપડેટ્સ માટે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    રોકાણકારોના ₹9 લાખ કરોડ ધોવાયા:ટ્રમ્પના યુદ્ધવિરામ પૂર્ણના નિવેદન બાદ ભારતીય શેરબજારમાં કડાકો, 20 મિનિટમાં જ 1000 અંક તૂટ્યો સેન્સેક્સ; 1677 અંક ઘટીને 76,504 પર બંધ
    Next Article
    રાજ્યમાં માછીમારોને ડીઝલ વેટમાં પ્રતિ લિટર રૂ. 15ની રાહત મળશે:બોટની 20 મીટર લંબાની મર્યાદાને દૂર, 18,000થી વધુ ફિશિંગ બોટને ફાયદો, કેબિનેટમાં નિર્ણય

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment