Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વિમિંગ શીખવા આવતા સભ્યોની ફરિયાદ:કાંકરિયા સ્વિમિંગ પૂલમાં અધિકારી અને કોચ દ્વારા તોછડાઈભર્યું વર્તન, ઉચ્ચ અધિકારીઓની તપાસની માંગ

    12 hours ago

    અમદાવાદના કાંકરિયા સ્વિમિંગ પૂલમાં કોચ અને સ્વિમિંગ પૂલના અધિકારી દ્વારા સભ્યો સાથે ગેર વર્તણુક કરવામાં આવતી હોવા અંગેની ફરિયાદ મ્યુનિસિપલ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી છે. અધિકારી દ્વારા હું સ્વિમિંગ પૂલના ઝાપાની બહાર ગુંડો છું અને સમય પૂરો થવા આવે ત્યારે બે-પાંચ મિનિટ મોડું થાય તો ગાળાગાળી પણ કરતા હોવા અંગે ફરિયાદ કરવામાં આવી છે. કાંકરિયા સ્વિમિંગ પૂલના સભ્યો દ્વારા આ મામલે ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરીને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. કોચ દ્વારા હેરાનગતિ કરાતી હોવાની ફરિયાદ મણિનગર વિસ્તારમાં રહેતા અને કાંકરિયા સ્વિમિંગ પૂલમાં 15 વર્ષથી સ્વિમિંગ કરી રહ્યા છે. સ્વિમિંગ પૂલના અધિકારી વત્સલ નાયક અને કાંતિભાઈ નામના કોચ દ્વારા છેલ્લા કેટલાય સમયથી હેરાનગતિ કરવામાં આવી રહી હોવા અંગેની ફરિયાદ તેમણે મ્યુનિસિપલ કમિશનર અને સ્વિમિંગ પૂલના ઉચ્ચ અધિકારીઓને કરી છે. સ્વિમિંગ કરવાના સમયની બાબતને લઈને સભ્યો સાથે તોછડાઈપૂર્વક વર્તન કરવામાં આવે છે. હું સ્વિમિંગ પૂલની બહાર જવુ એટલે ગુંડો છું. તેવું કહી અને બોલાચાલી કરતા હોય છે. અધિકારી પોતાની હીટલરશાહી ચલાવી રહ્યા છે કોચ કાંતિભાઈ જે કોઈ મેમ્બરો પૂલમાં હોય તેની સાથે તોછડાઈથી વાત કરે છે. ભૂતપૂર્વક કોચ બીપીનભાઈ જેઓને કોઈ અધિકાર ન હોવા છતાં નાના બાળકોને સ્વિમિંગ શીખવાડે છે. સ્વિમિંગ પૂલના સભ્યો અને અધિકારીઓ વચ્ચે વારંવાર ધર્ષણ થતા રહે છે. અધિકારી પોતાની હીટલરશાહી ચલાવી રહ્યા છે. આ અંગે જો કોઈપણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો સ્વિમિંગ પૂલના સભ્યો તથા અધિકારી તેમજ કોચ સાથે વારંવાર ધર્ષણ થતું રહેશે. ઉચ્ચ અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં માંગ કાંકરિયા સ્વિમિંગ પૂલમાં અધિકારી વત્સલ નાયક અને કોચ કાંતિભાઈની આ પ્રકારની દાદાગીરી હોવાથી આ સમગ્ર બાબતની તપાસ કરવા માટે કોઈ ઉચ્ચ અધિકારીને મોકલવામાં આવ્યા અને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. સ્વિમિંગ પૂલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોચ દ્વારા કરવામાં આવતા ખરાબ વર્તનને લઈને તપાસ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુરમાં ચોરાયેલી મોટરસાયકલ સાથે સગીર પકડાયો:પોલીસે આરટીઓ સર્કલ પાસેથી મુદ્દામાલ સાથે ધરપકડ કરી
    Next Article
    પાટણ LCB એ કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું:વારાહી, સમી અને શંખેશ્વર વિસ્તારમાંથી 5 ગેરકાયદેસર કટ્ટા અને હથિયાર બનાવવાની સામગ્રી સાથે 6 ઇસમોને ઝડપ્યા, 2 આરોપીઓ હજુ ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment