Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ LCB એ કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું:વારાહી, સમી અને શંખેશ્વર વિસ્તારમાંથી 5 ગેરકાયદેસર કટ્ટા અને હથિયાર બનાવવાની સામગ્રી સાથે 6 ઇસમોને ઝડપ્યા, 2 આરોપીઓ હજુ ફરાર

    14 hours ago

    પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ રાધનપુર ડિવિઝન હેઠળના વારાહી, સમી અને શંખેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 5 ગેરકાયદેસર પિસ્તોલ (કટ્ટા), 4 જીવતા કારતૂસ અને હથિયાર બનાવવાની સામગ્રી સાથે કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનોમાં 5 ગુનાઓ નોંધવામાં આવ્યા છે અને કુલ રૂ. 21,550 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ગેરકાયદેસર હથિયારો રાખનારાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે, રાધનપુર ડિવિઝન હેઠળના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં વોચ-પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. બાતમીના આધારે, સમી તાલુકાના ગાજીદીનપુરા ચાર રસ્તા, શંખેશ્વર તાલુકાના મુજપુર તેમજ રાણીસર અને વારાહી ખાતે અલગ-અલગ સ્થળોએ કોમ્બિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં રૂ. 20,000 ની કિંમતની 5 ગેરકાયદેસર પિસ્તોલ (કટ્ટા), રૂ. 400 ની કિંમતના 4 કારતૂસ, રૂ. 500 ની કિંમતનું 1 ગ્રાઇન્ડર, ગ્રાઇન્ડરમાં ઉપયોગ થતી પ્લેટ, પક્કડ, લોખંડની હથોડી, કાચ પેપર, લોખંડની કાનસ, લાકડાના તથા લોખંડના હાથાવાળા કાનસ, લોખંડનો અતોડો (એરણ), લોખંડની આરી અને લાકડાના હાથાવાળી લોખંડની સાયણી સહિતના હથિયાર બનાવવામાં વપરાતા તમામ સાધનોનો સમાવેશ થાય છે. આ કેસમાં પકડાયેલા આરોપીઓમાં શંખેશ્વરના મુજપુર મોટા કસ્બાનો મઝહરહુસેન સૈદુમિયાં કાલુમિયાં સૈયદ, સમીના અમરાપુરનો ઇકબાલખાન અયુબખાન કરીમખાન મલેક (જત), સાંતલપુરના વારાહી ભોજાણીવાસનો અશરફખાન હાજીખાન દલાજી મલેક, વારાહી ભોજાણીવાસનો નસીબખાન ઉર્ફે લાલો મેહબુબખાન મલેક, સાંતલપુરના રાણીસર (ખાતરનેશ)નો હનીફ દરીયાખાન ભટ્ટી અને સમીના વેપારીવાસનો મોબીન ગની હજીજ વેપારીનો સમાવેશ થાય છે. આ ગુનાખોરીના નેટવર્કમાં સામેલ અન્ય બે આરોપીઓ, જેમાં રાધનપુરના કુંતાસરીનો ડાહ્યાજી ઉકાજી માજીરાણા અને સાંતલપુરના રાણીસર ખાતરનેશનો દરીયાખાન મુસાભાઈ ભટ્ટી, હાલ ફરાર છે અને તેમને પકડવા માટે વધુ કાર્યવાહી ચાલી રહી છે. પકડાયેલા આરોપીઓ પૈકી મઝહરહુસેન સૈયદ વિરુદ્ધ અગાઉ હારીજ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટનો એક ગુનો નોંધાયેલો છે. ફરાર આરોપી ડાહ્યાજી ઉકાજી માજીરાણા વિરુદ્ધ 18 ગુનાઓ દાખલ થયેલા છે, જેમાંથી મોટાભાગના ગુનાઓ આર્મ્સ એક્ટ હેઠળના છે, અને અન્ય ફરાર આરોપી દરીયાખાન ભટ્ટી વિરુદ્ધ પણ 6 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આ મામલે વારાહી પોલીસ સ્ટેશનમાં 3, સમી પોલીસ સ્ટેશનમાં 1 અને શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં 1 મળી કુલ 5 ગુનાઓ આર્મ્સ એક્ટની કલમ 25(1-બી)એ અને 27 મુજબ દાખલ કરીને સ્થાનિક પોલીસ દ્વારા આરોપીઓના રિમાન્ડ મેળવી સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આ તપાસ દરમિયાન કોઈ ગુનામાં આ વેપન્સ વપરાયા છે કે કેમ અથવા અન્ય કોઈ ગુનામાં વાપરવાના હતા તે તમામ બાબતોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને હજુ વધુ વેપન્સ મળી આવવાની શક્યતાઓ છે.
    Click here to Read More
    Previous Article
    સ્વિમિંગ શીખવા આવતા સભ્યોની ફરિયાદ:કાંકરિયા સ્વિમિંગ પૂલમાં અધિકારી અને કોચ દ્વારા તોછડાઈભર્યું વર્તન, ઉચ્ચ અધિકારીઓની તપાસની માંગ
    Next Article
    Building Collapses After Garbage Mound Falls On It Near Pune, 15 Trapped

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment