Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં આધારકાર્ડ સુધારા માટે નિઃશુલ્ક કેમ્પ શરૂ:નામ, સરનામું, ફોટો અપડેટ સહિતની સેવાઓ એક સપ્તાહ સુધી એક જ સ્થળે મળશે

    21 hours ago

    વેરાવળની રોનક સાર્વજનિક હોસ્પિટલ ખાતે આજથી આધારકાર્ડ સુધારા-વધારા માટે નિઃશુલ્ક કેમ્પનો પ્રારંભ થયો છે. અલીભાઈ સોસાયટી વિસ્તારમાં આવેલી આ હોસ્પિટલમાં આગામી એક સપ્તાહ સુધી નાગરિકોને આધારકાર્ડ સંબંધિત વિવિધ સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થશે. કેમ્પના આયોજકો હાજી રિયાઝ સાહેબ, રઉફ સખીયાણી અને અનવર જન્નતે જણાવ્યું કે, સરકારી કામગીરી, શાળા પ્રવેશ અને જન્મતારીખના દાખલા માટે આધારકાર્ડની વિગતો નિયમ મુજબ હોવી ફરજિયાત છે. આ કારણે લોકોને પડતી મુશ્કેલી નિવારવા અને જનહિતના હેતુથી આ કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પમાં આધારકાર્ડમાં નામ, સરનામું, જન્મતારીખ, મોબાઇલ નંબર અને ફોટો અપડેટ સહિતની તમામ સુધારા-વધારાની સેવાઓ ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક દસ્તાવેજો અને સરકારી યોજનાઓ માટે આધારની સચોટ માહિતી જરૂરી હોવાથી વાલીઓને આ કેમ્પનો લાભ લેવા અપીલ કરાઈ છે. આ કેમ્પ દરરોજ સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રોનક સાર્વજનિક હોસ્પિટલ ખાતે ચાલુ રહેશે. આયોજકોએ વેરાવળ શહેર અને આસપાસના વિસ્તારના નાગરિકોને આ નિઃશુલ્ક સેવાનો લાભ લેવા અનુરોધ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    હેપ્પી ચિલ્ડ્રન સેન્ટરના બાળકો માટે ચેસ વર્કશોપ:ઇન્ટરનેશનલ ચેસ ડે પૂર્વે ચૈતન્ય ટ્રસ્ટ અને I.I.M.U.N. દ્વારા આયોજન કરાયું
    Next Article
    દિલ્લીના પૂર્વ મંત્રી, AAP નેતા ગોપાલ રાય ભરૂચ પહોંચ્યા:ઝઘડિયા લાફાકાંડ પર ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું, 'જનતાનો અવાજ દબાવવામાં આવે છે'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment