Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હેપ્પી ચિલ્ડ્રન સેન્ટરના બાળકો માટે ચેસ વર્કશોપ:ઇન્ટરનેશનલ ચેસ ડે પૂર્વે ચૈતન્ય ટ્રસ્ટ અને I.I.M.U.N. દ્વારા આયોજન કરાયું

    20 घंटे पहले

    જામનગરમાં આંતરરાષ્ટ્રીય ચેસ દિવસની ઉજવણીના ભાગરૂપે, ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટ અને I.I.M.U.N. ના સહયોગથી હેપ્પી ચિલ્ડ્રન સેન્ટરના 35 વંચિત બાળકો માટે ચેસ તાલીમ વર્કશોપ યોજાયો હતો. આ કાર્યક્રમ 2 જુલાઈ, 2026ના રોજ ટ્રસ્ટના શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયો હતો, જેનો મુખ્ય હેતુ બાળકોને ચેસ રમતનું પાયાનું શિક્ષણ આપવાનો હતો. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય સ્તરના ચેસ ખેલાડી અને ટુર્નામેન્ટના તજજ્ઞ ડૉ. પાર્થ તથા અરવિંદસિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકોને ચેસના દરેક પ્યાદાની ચાલ, રમતના મૂળભૂત નિયમો અને વ્યૂહરચનાની સરળ અને રસપ્રદ રીતે સમજ આપી હતી. વર્કશોપ દરમિયાન ડૉ. પાર્થ દ્વારા મોટી ચેસની પ્રતિકૃતિનો ઉપયોગ કરીને ચેસના દરેક પ્યાદાની ચાલનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દરેક બાળકને જાતે પ્યાદાઓ ચલાવીને પ્રેક્ટિકલ રીતે રમત શીખવાની તક આપવામાં આવી હતી, જેનાથી બાળકોમાં ચેસ પ્રત્યે વિશેષ ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો. કાર્યક્રમની શરૂઆતમાં ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક એડવોકેટ હિતેશ પંડ્યા તથા કાજલ પંડ્યા દ્વારા ઉપસ્થિત મહેમાનો ડૉ. પાર્થ, અરવિંદસિંહ અને જગદીશભાઈ પટેલનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આયોજકોએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે તાલીમ મેળવનાર બાળકોમાંથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ આગામી સમયમાં ખેલ મહાકુંભ તેમજ વિવિધ ચેસ સ્પર્ધાઓમાં ભાગ લઈને ઉત્તમ પ્રદર્શન કરશે. કાર્યક્રમના અંતે, ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વરસાદની ઋતુને ધ્યાનમાં રાખીને બાળકોને શાળાએ નિયમિત રીતે હાજરી આપી શકે તે હેતુથી રેઇનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, નિયમિત હાજરી આપતા કેટલાક બાળકોને છત્રીઓ પણ ભેટ આપવામાં આવી હતી, જેનાથી બાળકોમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ સર્જાયું. ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટની સલાહકાર સમિતિના સક્રિય સભ્ય જગદીશભાઈ પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. ટ્રસ્ટ વંચિત બાળકોના શિક્ષણ, વ્યક્તિત્વ વિકાસ અને જીવનકૌશલ્યના વિકાસ માટે સતત કાર્યરત છે અને સમાજના દાતાશ્રીઓ, સ્વયંસેવકો તથા સંવેદનશીલ નાગરિકોને આ શિક્ષણયજ્ઞમાં સહભાગી બનવા આમંત્રણ આપે છે.
    Click here to Read More
    Previous Article
    દાહોદ કલેકટર કચેરીમાં પેન્ડિંગ કેસોની સમીક્ષા બેઠક યોજાઈ:કલેકટર સુરભી ગૌતમે ઝડપી નિકાલ કરવા તાકીદ કરી
    Next Article
    વેરાવળમાં આધારકાર્ડ સુધારા માટે નિઃશુલ્ક કેમ્પ શરૂ:નામ, સરનામું, ફોટો અપડેટ સહિતની સેવાઓ એક સપ્તાહ સુધી એક જ સ્થળે મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment