Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદ કલેકટર કચેરીમાં પેન્ડિંગ કેસોની સમીક્ષા બેઠક યોજાઈ:કલેકટર સુરભી ગૌતમે ઝડપી નિકાલ કરવા તાકીદ કરી

    18 hours ago

    દાહોદ કલેકટર કચેરી ખાતે કલેકટર સુરભી ગૌતમના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરીની સઘન સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પેન્ડિંગ કેસોનો ઝડપી નિકાલ કરવા માટે ખાસ તાકીદ કરવામાં આવી હતી. કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં પ્રાયોજના વહીવટદાર પ્રતિક જૈન, નિવાસી અધિક કલેકટર જે.એમ. રાવલ, નાયબ પોલીસ અધિક્ષકો, પ્રાંત અધિકારીઓ અને મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. કલેકટરે રોડ સેફટી કમિટી અંતર્ગત ફેટલ અકસ્માતો ઘટાડવા અને હેલ્મેટ પહેરવા અંગે જનજાગૃતિ લાવવા વિશેષ ઝુંબેશ ચલાવવા સૂચના આપી હતી. બેઠકમાં વન અધિકાર અધિનિયમ-2006 ના અસરકારક અમલીકરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો. મંજૂર અને નામંજૂર થયેલા દાવાઓ, દાવા નામંજૂર થવાના કારણો તથા મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના હેઠળની કામગીરીની વિગતવાર ચર્ચા કરાઈ હતી. આ ઉપરાંત, જાહેર જમીનો પરના ધાર્મિક દબાણો ઝડપથી દૂર કરવા અને ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર તથા વહીવટી પ્રક્રિયાઓમાં પારદર્શિતા લાવવા માટે પણ નિર્દેશ અપાયા હતા. વહીવટી કામગીરીને વેગ આપવા માટે ઈ-ધરા પેન્ડન્સી, સિટી સર્વેની કામગીરી તેમજ BSNL અને GIDC ને જમીન ફાળવણીના કિસ્સાઓની કલેકટરે વિગતે માહિતી મેળવી હતી. PM પોષણ યોજનાની પણ સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં નોંધાયેલા અને હાજર રહેતા બાળકોની સંખ્યા તેમજ લાભાન્વિત વિદ્યાર્થીઓની વિગતો PPT દ્વારા રજૂ કરાઈ હતી. સમીક્ષા બાદ કલેકટર સુરભી ગૌતમે તમામ વિભાગોને તેમની પાસે રહેલી પેન્ડિંગ અરજીઓ અને કામોનો નિર્ધારિત સમય મર્યાદામાં નિકાલ કરવા તાકીદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વહીવટી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની ક્ષતિ કે વિલંબ સહન કરવામાં આવશે નહીં. નાગરિકોને ઝડપી અને સચોટ સેવાઓ પૂરી પાડવા માટે કાર્યદક્ષતા વધારવા અનુરોધ કર્યો હતો. અધિકારીઓએ પણ પોતાની કામગીરીમાં સુધારો લાવવાની અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    ચોટીલામાં 7/12ની ભૂલ સુધરતા સણોસરાના ખેડૂતને મળ્યો ન્યાય:નાયબ કલેક્ટરે ખોટું પાનિયું રદ કરી 10 વીઘા જમીન પરત અપાવી
    Next Article
    હેપ્પી ચિલ્ડ્રન સેન્ટરના બાળકો માટે ચેસ વર્કશોપ:ઇન્ટરનેશનલ ચેસ ડે પૂર્વે ચૈતન્ય ટ્રસ્ટ અને I.I.M.U.N. દ્વારા આયોજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment