Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલામાં 7/12ની ભૂલ સુધરતા સણોસરાના ખેડૂતને મળ્યો ન્યાય:નાયબ કલેક્ટરે ખોટું પાનિયું રદ કરી 10 વીઘા જમીન પરત અપાવી

    17 घंटे पहले

    ચોટીલા તાલુકાના સણોસરા ગામની જમીન સંબંધિત વર્ષો જૂના વિવાદમાં ખેડૂતને મહત્વનો ન્યાય મળ્યો છે. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ રિવિઝનલ સત્તાનો ઉપયોગ કરીને ખોટી રીતે ચાલુ થયેલા 7/12ના પાનિયાને રદ કરવાનો હુકમ કર્યો છે. આ નિર્ણયથી લાખણકા ગામના ખેડૂત ભીમશીભાઈ ઘુઘાભાઈ રબારીને તેમની મૂળ ખરીદીના હક્ક મુજબની આશરે 10 વીઘા જમીન પરત મળી છે. અગાઉ મહેસૂલી નોંધમાં તેમની જમીન માત્ર 5 વીઘા દર્શાવવામાં આવતી હતી, જેના કારણે તેમને પોતાની જ જમીનમાં પ્રવેશ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. રોડ કપાત થયેલી જમીનનું અલગ 7/12નું પાનિયું ભૂલથી જૂના ખેડૂતના નામે ચાલુ થઈ ગયું હતું મળતી માહિતી મુજબ, સણોસરા ગામના જૂના સર્વે નંબર-72ની જમીનનું વર્ષ 2009માં પ્રમોલગેશન કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા દરમિયાન રોડ કપાત થયેલી જમીનનું અલગ 7/12નું પાનિયું ભૂલથી જૂના ખેડૂતના નામે ચાલુ થઈ ગયું હતું. આ ખોટી નોંધના આધારે કેટલાક લોકોએ કાયદેસર ખેડૂત ભીમશીભાઈ રબારીને તેમની જમીનમાં પ્રવેશ કરતા અટકાવ્યા હતા. ત્યારબાદ ભીમશીભાઈએ સુરેન્દ્રનગર કલેક્ટર સમક્ષ રિવિઝન અરજી કરતાં સમગ્ર મામલો તપાસ માટે નાયબ કલેક્ટર, ચોટીલાને રિમાન્ડ કરવામાં આવ્યો હતો. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ તમામ સંબંધિત દસ્તાવેજોની વિગતવાર તપાસ કરી RRT/4/2025 તરીકે નોંધાયેલા કેસમાં બંને પક્ષોને સુનાવણીની પૂરતી તક આપવામાં આવી હતી. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ગામ નમૂના નં.6, 7/12ના રેકોર્ડ, ફેરફાર નોંધો, મૂળ મહેસૂલી દસ્તાવેજો, વેચાણ દસ્તાવેજો, રોડ કપાતની નોંધો, પ્રમોલગેશન રેકોર્ડ સહિતના તમામ સંબંધિત દસ્તાવેજોની વિગતવાર તપાસ કરી હતી. તપાસ દરમિયાન પ્રમોલગેશન સમયે થયેલી ભૂલ અને ક્ષેત્રફળમાં રહેલી વિસંગતતા સામે આવતાં ખોટું 7/12 પાનિયું રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નાયબ કલેક્ટરના હુકમથી વર્ષોથી ચાલતો મહેસૂલી વિવાદ ઉકેલાયો તપાસમાં બહાર આવ્યું કે સણોસરા ગામની મૂળ સર્વે નંબર-72ની કુલ 16 એકર 16 ગુંઠા જમીનમાંથી વહેંચણી બાદ રામકુભાઈ જીવાભાઈ ખાચરના હિસ્સામાં 8 એકર 18 ગુંઠા જમીન આવી હતી. ત્યારબાદ વર્ષ 1969માં ચોટીલા-આણંદપર રોડ માટે 2 એકર 1 ગુંઠા જમીન કપાત થઈ હતી. તે પહેલાં રામકુભાઈએ પોતાની માલિકીની 6 એકર 11 ગુંઠા જમીન ભીમશીભાઈ ઘુઘાભાઈ રબારીને વેચાણ કરી હતી. બાદમાં વર્ષ 1976માં ભીમશીભાઈની જમીનમાંથી પણ રોડ કપાત થતાં કાયદેસર રીતે તેમના ખાતે 3 એકર 37 ગુંઠા (હેક્ટર 1-58-80 ચો.મી.) જમીન રહેતી હોવાનું રેકોર્ડમાં સ્પષ્ટ થયું હતું. નાયબ કલેક્ટરના આ હુકમથી વર્ષોથી ચાલતો મહેસૂલી વિવાદ ઉકેલાયો છે અને ભીમશીભાઈ રબારીને તેમની ખરીદ હક્ક મુજબની જમીન પર ફરીથી અધિકાર મળ્યો છે. આ નિર્ણય મહેસૂલી રેકોર્ડમાં થયેલી ભૂલો સુધારીને કાયદેસર હક ધરાવતા ખેડૂતને ન્યાય અપાવવાનો મહત્વપૂર્ણ દાખલો માનવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    'અમે પાણીમાં ડૂબ્યા હવે તમેય ડૂબો':લોકો વીફર્યા, નેતાઓને પાણીમાં ડૂબાડ્યા!, સાંસદ બુલડોઝરની ઉપર ચઢી ગયા, બાઇકમાં આડા બેસીને મેદાનમાં ઉતર્યા
    Next Article
    દાહોદ કલેકટર કચેરીમાં પેન્ડિંગ કેસોની સમીક્ષા બેઠક યોજાઈ:કલેકટર સુરભી ગૌતમે ઝડપી નિકાલ કરવા તાકીદ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment