Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્લીના પૂર્વ મંત્રી, AAP નેતા ગોપાલ રાય ભરૂચ પહોંચ્યા:ઝઘડિયા લાફાકાંડ પર ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું, 'જનતાનો અવાજ દબાવવામાં આવે છે'

    22 hours ago

    ભરૂચ: આમ આદમી પાર્ટીના દિલ્હીના પૂર્વ મંત્રી અને ગુજરાત રાજ્યના પ્રભારી ગોપાલ રાયે ભરૂચની મુલાકાત લીધી હતી. તેમણે ઝઘડિયા સ્થિત મેટ્રોપોલિટન કંપનીના કથિત લાફાકાંડ પ્રકરણમાં ધરપકડ કરાયેલા AAPના જિલ્લા પ્રમુખ સહિત ત્રણ આગેવાનોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ ઘટના ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDCમાં આવેલી મેટ્રોપોલિટન કંપની સાથે સંબંધિત છે. પોલીસે આ મામલે કાર્યવાહી કરીને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, વાલિયા જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવા અને ઝઘડિયા તાલુકા પ્રમુખ સર્જન વસાવાની ધરપકડ કરી હતી. રિમાન્ડ બાદ હાલ તેમને સબજેલમાં મોકલી દેવામાં આવ્યા છે, જેના કારણે તેમના પરિવારો ચિંતિત છે. ગોપાલ રાય સૌપ્રથમ ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ત્યાં તેમણે પરિવારજનો સાથે મુલાકાત કરી તેમની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. રાયે પરિવારજનોને હિંમત અને ધીરજ રાખવા અપીલ કરી હતી. આ મુલાકાત સમયે સ્થાનિક આગેવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં ગોપાલ રાયે જણાવ્યું હતું કે, "ગુજરાતમાં જે પણ નેતા જનતા માટે અવાજ ઉઠાવે છે, ભાજપ સરકાર પાસે તેને જેલમાં નાખવા સિવાય બીજો કોઈ ઉકેલ નથી." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "ઝઘડિયા દુર્ઘટનામાં કંપની સામે FIR કરવાને બદલે મજૂરોના હકની લડત લડનારા ચૈતર વસાવા અને અમારા પદાધિકારીઓ પર ખોટા કેસ કરવામાં આવ્યા છે." રાયે ભારપૂર્વક કહ્યું કે, સરકાર ગમે તેટલું દમન કરે, આમ આદમી પાર્ટી આદિવાસીઓ, ખેડૂતો અને મજૂરોના હકની લડત કાનૂની અને આંદોલન બંને રીતે ચાલુ રાખશે. આ સમગ્ર ઘટનાક્રમને કારણે રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટી પોતાના આગેવાનોને સમર્થન આપી રહી છે, જ્યારે પોલીસ દ્વારા કાયદાકીય પ્રક્રિયા મુજબ તપાસ આગળ વધારવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ કેસની કાર્યવાહી અને તપાસની દિશા પર સૌની નજર રહેશે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં આધારકાર્ડ સુધારા માટે નિઃશુલ્ક કેમ્પ શરૂ:નામ, સરનામું, ફોટો અપડેટ સહિતની સેવાઓ એક સપ્તાહ સુધી એક જ સ્થળે મળશે
    Next Article
    કલારાણીથી પાવીજેતપુર સુધી નવી બસ સેવા શરૂ:50થી વધુ વિદ્યાર્થીઓ, અંતરિયાળ ગામોને તાલુકા મથક સાથે જોડાણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment