Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાંગમાં નદીઓ ગાંડીતૂર અને ગીરા ધોધે રૌદ્ર રૂપ ધારણ કર્યુ:ભારે વરસાદના કારણે ઘાટ માર્ગો પર ભેખડ ઘસી, નીચાણવાળા વિસ્તારના રહીશોને સાવચેતી રાખવા અપીલ

    3 days ago

    ડાંગ જિલ્લામાં અવિરત વરસાદને કારણે ચોમાસાનો માહોલ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. સાપુતારા, આહવા, વઘઈ અને સુબીર તાલુકામાં નોંધાયેલા ભારે વરસાદને પગલે અંબિકા, પૂર્ણા, ગિરા અને ખાપરી નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના રહીશોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. બીજી તરફ, ડાંગના પ્રસિદ્ધ ગિરા ધોધ અને સંકર ધોધમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે. આ મનમોહક દ્રશ્યો નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે, પરંતુ સુરક્ષાના ભાગરૂપે તંત્રએ લોકોને નદી અને ધોધની નજીક ન જવા તથા સુરક્ષિત અંતર જાળવી રાખવા અપીલ કરી છે. ભેખડ ઘસતાં પ્રવાસીઓ મુશ્કેલીમાં ભારે વરસાદની સીધી અસર સ્થાનિક વાહનવ્યવહાર પર પડી છે. સાપુતારા ઘાટ માર્ગ પર અનેક સ્થળોએ ભેખડો અને પથ્થરો રસ્તા પર ધસી આવતાં વાહનચાલકો અટવાયા હતા. વઘઈ-સાપુતારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પાણી ભરાઈ જવાના કારણે વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી. આ ઉપરાંત, માર્ગની આસપાસ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવતાં જ માર્ગ અને મકાન વિભાગે તાત્કાલિક જેસીબી સહિતની મશીનરી સાથે રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરી હતી. બિલમાળ ગામમાં મકાન ધરાશાયી સતત વરસતા વરસાદના કારણે બિલમાળ ગામના ખોખરી ફળિયામાં રહેતા રાજુભાઈ મોહનભાઈ ભોંયેનું કાચું મકાન તૂટી પડ્યું હતું. દુર્ઘટના સર્જાતાં જ સ્થાનિક ગ્રામજનો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. સદનસીબે આ ઘટના સમયે પરિવારના સભ્યો સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી હતી. 'સાવચેતી જ સુરક્ષા' સમગ્ર પરિસ્થિતિને વહીવટી તંત્ર, પોલીસ, માર્ગ અને મકાન વિભાગ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ખૂબ જ બારીકાઈથી મોનિટર કરી રહી છે. તમામ પ્રવાસન સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. મુસાફરી ટાળવા વહીવટી તંત્રની અપીલ નદીઓ અને જળાશયોમાં પાણીનો પ્રવાહ ગમે ત્યારે અચાનક વધી શકે છે. તેથી પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકોએ બિનજરૂરી મુસાફરી ટાળવી, જોખમી સેલ્ફી લેવી નહીં કે કોઈ પણ પ્રકારના સાહસો કરવા નહીં. તંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું એ જ હિતમાં છે.
    Click here to Read More
    Previous Article
    લક્ઝરી તિજોરીઓમાં ધન છુપાવી રહ્યા છે ધનકુબેરો:બંકર જેવી સુરક્ષા, બાયોમેટ્રિકથી એન્ટ્રી; 500 ટન સોનું અને 10 હજાર ટન ચાંદી રાખવાની ક્ષમતા
    Next Article
    નવસારીમાં મેઘતાંડવનો કહેરનો ડ્રોન VIDEO:આકાશી દૃશ્યોમાં કેદ થઈ પૂરની ભયાનકતા, શહેર જળબંબાકાર; જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment