Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં મેઘતાંડવનો કહેરનો ડ્રોન VIDEO:આકાશી દૃશ્યોમાં કેદ થઈ પૂરની ભયાનકતા, શહેર જળબંબાકાર; જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત

    3 days ago

    નવસારી શહેરમાં છેલ્લા 24 કલાકથી વરસી રહેલા અનરાધાર વરસાદે સમગ્ર શહેરને જળબંબાકારની સ્થિતિમાં ધકેલી દીધું છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને સ્થાનિક સ્તરે સતત વરસેલા મેઘાના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ડ્રોન કેમેરાથી કેદ થયેલા આકાશી દૃશ્યોમાં સમગ્ર નવસારી જાણે વિશાળ દરિયામાં ફેરવાઈ ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે. શહેરના મુખ્ય માર્ગો, રહેણાંક વિસ્તારો અને વ્યાપારી સંકુલો પાણીમાં ગરકાવ થતાં જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું છે. મુખ્ય રસ્તાઓ નદીમાં પરિવર્તિત થઈ ગયા શહેરમાં હાલ જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. મુખ્ય રસ્તાઓ નદીમાં પરિવર્તિત થઈ ગયા છે, જ્યારે વાહનો પાણીમાં ફસાઈ જતાં લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સતત વધી રહેલા પાણીના સ્તરને કારણે વહીવટી તંત્ર અને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. બચાવ કામગીરી માટે તંત્ર સતત સક્રિય બન્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે. સોસાયટીઓમાં ઘૂસી જતાં અનેક પરિવારોનું સામાન્ય જીવન ખોરવાઈ ગયું ભારે વરસાદની સૌથી વધુ અસર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જોવા મળી છે. કાશીવાડી, બેસતખાડા, શાંતાદેવી રોડ અને બંદર રોડ સહિતના વિસ્તારોમાં પૂરના પાણી ઘરો અને સોસાયટીઓમાં ઘૂસી જતાં અનેક પરિવારોનું સામાન્ય જીવન ખોરવાઈ ગયું છે. ઘણી જગ્યાએ કમરથી વધુ પાણી ભરાઈ જતાં લોકોનો બહારનો સંપર્ક પણ તૂટી ગયો છે અને અનેક વિસ્તારો ટાપુ સમાન બની ગયા છે. રાત્રે લોકો નિદ્રાધીન હતા ત્યારે ઘરોમાં પાણી ઘૂસી ગયા રાત્રિના સમયે અચાનક આવેલા પૂરના પાણીએ લોકો માટે સૌથી મોટી આફત સર્જી હતી. લોકો નિદ્રાધીન હતા ત્યારે ઘરોમાં પાણી ઘૂસી આવતાં ઘરવખરી, ઇલેક્ટ્રોનિક્સ સાધનો તેમજ અનાજ અને ખાદ્યસામગ્રી સંપૂર્ણપણે પલળી જતાં ભારે આર્થિક નુકસાન થયું છે. ખાસ કરીને મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે આ કુદરતી આફત મોટો આર્થિક ફટકો સાબિત થઈ છે. અનેક પરિવારોને જીવ બચાવવા માટે ઘર છોડવાની ફરજ પડી પાણીનું સ્તર ઝડપથી વધતાં અનેક પરિવારોને જીવ બચાવવા માટે ઘર છોડવાની ફરજ પડી હતી. સ્થાનિક વહીવટી તંત્ર, સામાજિક સંસ્થાઓ અને બચાવ ટુકડીઓએ અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળોએ સ્થળાંતરિત કર્યા હતા. ઘણા લોકોએ પોતાની સોસાયટીના ધાબા અથવા ઊંચા સ્થળોએ આશરો લઈને ભયભરી રાત પસાર કરી હતી. હાલ તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, પરંતુ કુદરતના આ મેઘતાંડવે નવસારીના ઇતિહાસમાં એક ભયાનક અને ક્યારેય ન ભૂલાય તેવી રાતની યાદ છોડી દીધી છે.
    Click here to Read More
    Previous Article
    ડાંગમાં નદીઓ ગાંડીતૂર અને ગીરા ધોધે રૌદ્ર રૂપ ધારણ કર્યુ:ભારે વરસાદના કારણે ઘાટ માર્ગો પર ભેખડ ઘસી, નીચાણવાળા વિસ્તારના રહીશોને સાવચેતી રાખવા અપીલ
    Next Article
    સ્ટેન્ડિંગ કમિટીની નિરસ બેઠક !:રાજકોટનાં લાયન સફારી પાર્ક નજીક અને કોર્પોરેશનનાં પ્લોટ્સમાં મિયાવાંકી સહિતની પદ્ધતિથી 72,000 વૃક્ષો રોપાશે, રૂ. 2.68 કરોડનાં વિકાસકામો મંજુર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment