Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હળવદમાં પતિએ પત્નીની હત્યા કરી:પારિવારિક ઝઘડામાં ધારિયાથી હુમલો કર્યો, ગણતરીના કલાકોમાં આરોપી પતિની ધરપકડ

    3 days ago

    હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામમાં પત્નીની હત્યાના કેસમાં પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે. પારિવારિક ઝઘડા દરમિયાન પતિએ ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા પત્નીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે હત્યામાં વપરાયેલું હથિયાર પણ જપ્ત કર્યું છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક માસુડીબેન વર્ષીભાઈ નાયક (ઉંમર 55) મૂળ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રહેવાસી હતા. તેઓ તેમના પતિ વર્ષીભાઈ જાડીયાભાઈ નાયક, પુત્ર રોહિતભાઈ અને પુત્રવધૂ સાથે નવા માલણીયાદ ગામની સીમમાં એક વાડીમાં મજૂરી કામ કરતા હતા. આ બનાવ અંગે મૃતકના પુત્ર રોહિતભાઈ વર્ષીભાઈ નાયકે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું છે કે, કોઈ કારણોસર માતા-પિતા વચ્ચે ઝઘડો થતાં વર્ષીભાઈ નાયકે આવેશમાં આવી માસુડીબેનના છાતીના ભાગે ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારથી ઘા ઝીંક્યા હતા, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં જ હળવદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી વર્ષીભાઈ નાયકને હત્યામાં વપરાયેલા હથિયાર સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં MGVCLએ 50 લાખની વીજચોરી પકડી:શહેરના પશ્ચિમ વિસ્તારમાં 900થી વધુ કનેક્શન તપાસ્યા
    Next Article
    ડાંગમાં ભારે વરસાદથી કોટમદર ગામ બે દિવસથી સંપર્કવિહોણું:સાપુતારામાં ઘાટ માર્ગ જોખમી, સર્પગંગા તળાવ ઓવરફલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment